ભાજપમાં જોડાયા બાદ સની દેઓલ કહેશે મુંબઇને અલવિદા, અહીં લેશે નવું ઘર

કહેવાય છે કે, ગુરદાસપુરમાં ટૂંક સમયમાં તે નવું ઘર લેશે. આ પહેલાં વિનોદ ખન્ના પણ જનતાથી જોડાયેલા રહેવા માટે ગુરદાસપુરમાં જ ઘર ખરીદવા માંગે છે.

કહેવાય છે કે, ગુરદાસપુરમાં ટૂંક સમયમાં તે નવું ઘર લેશે. આ પહેલાં વિનોદ ખન્ના પણ જનતાથી જોડાયેલા રહેવા માટે ગુરદાસપુરમાં જ ઘર ખરીદવા માંગે છે.

 • Share this:
  એન્ટરટેઇન્મેન્ટ ડેસ્ક: હાલમાં જ બોલિવૂડનાં પહેલાં એક્શન સુપરસ્ટાર સની દેઓલે ભાજપનો છેડો પકડ્યો છે.સની દેઓલ પંજાબની ગુરદાસપુર સીટ પરથી ઉમેદવાર તરીકે ઉભો રહેશે. આ વચ્ચે ખબર છે કે સની દેઓલ જનતાની વચ્ચે રહેવા અને તેમનો વિશ્વાસ જીતવાનો પ્રયાસ જીવથી કરી રહ્યો છે. કદાચ આ કારણ છે કે તે ગુરદાસપુરમાં જ રહેવાનું નક્કી કરી ચુક્યો છે.

  કહેવાય છે કે, ગુરદાસપુરમાં ટૂંક સમયમાં તે નવું ઘર લેશે. આ પહેલાં વિનોદ ખન્ના પણ જનતાથી જોડાયેલા રહેવા માટે ગુરદાસપુરમાં જ ઘર ખરીદવા માંગે છે.

  આપને જણાવી દઇએ કે, અભિનેતાથી નેતા બનેલા સની દેઓલ હાલમાં બોલિવૂડથી દૂર થઇ ગયા છે. પણ રાજકારણમાં ઉતર્યા બાદ તે ચૂંટણી જંગ જીતવા માટે પોતાની સંપૂર્ણ તાકાત લગાવી દેવા ઇચ્છે છે. તેથી તે પણ વિનોદ ખન્નાનાં પદ ચિન્હ પર ચાલી રહ્યો છે. જ્યાં એક તરફ ભાજપે સની દેઓલને વિનોદ ખન્નાનાં વિકલ્પ બનાવીને ઉતાર્યા છે તો બીજી તરફ સની પણ વિનોદ ખન્નાની જેમ સક્સેસફુલ હોવાની સંપૂર્ણ તૈયારી કરી રહ્યો છે.

  પોતાનાં મત વિસ્તારમાં ઘર લેવું વિનોદ ખન્નાની રણનીતિ હતી. વિનોદ ખન્નાએ પણ ગુરદાસપુરમાં સાંસદ બન્યા બાદ ઘર લીધુ હતું. જે તેમનાં નિધન બાદ તેમની પત્ની કવિતા ખન્નાની પાસે છે. ભાજપનાં નજીકનાં સૂત્રોએ મીડિયાને જણાવ્યું કે, સની ગુરદાસપુરમાં જ ઘર શોધી રહ્યો છે. ઘર મળવા પર તે ગુરદાસપુરમાં જ રહેશે.

  નારાજ છે વિનોદ ખન્નાની પત્ની
  જ્યાં એક તરફ સની દેઓલ જનતાનાં દિલ જીતવાનો સંપૂર્ણ પ્રયાસ કરી રહ્યો છે. તો બીજી તરફ કહેવાય છે કે, સની દેઓલને ટિકીટ મળ્યા બાદ વિનોદ ખન્નાની પત્ની કવિતા ખન્ના નારાજ છે. કારણ કે ,વિનોદ ખન્ના ઘમાં વર્ષોથી સતત સીટ પર લોકસભા સાંસદ રહ્યાં. વિનોદ ખન્ના 2014માં પણ આ સીટ જીત્યા હતાં. તે બાદ તેમનું વર્ષ 2017માં નિધન થઇ ગયું. કવિતા ખન્ના ઇચ્છતા હતાં કે તેમની પત્ની ટિકીટ ઇચ્છતી હતી. ફણ તે સમયે તેમને ટિકિટ ન મળી.
  Published by:Margi Pandya
  First published: