'પલ-પલ દિલ કે પાસ'નું ટ્રેલર લોન્ચ: નબળો છે કરનનો અભિનય

News18 Gujarati
Updated: September 5, 2019, 5:57 PM IST
'પલ-પલ દિલ કે પાસ'નું ટ્રેલર લોન્ચ: નબળો છે કરનનો અભિનય
પલ પલ દિલ કે પાસ ટ્રેલર લોન્ચ

પાપા સની દેઓલની (Sunny Deol) ગેર હાજરીમાં દાદા ધર્મેન્દ્રએ (Dharmendra) કરન દેઓલની (Karan Deol) પહેલી ફિલ્મ 'પલ પલ દિલ કે પાસ'નું (Pal Pal Dil Ke Pas) ટ્રેલર લોન્ચ કર્યું

  • Share this:
એન્ટરટેઇન્મેન્ટ ડેસ્ક: પાપા સની દેઓલની (Sunny Deol) ગેર હાજરીમાં દાદા ધર્મેન્દ્રએ (Dharmendra) કરન દેઓલની (Karan Deol) પહેલી ફિલ્મ 'પલ પલ દિલ કે પાસ'નું (Pal Pal Dil Ke Pas) ટ્રેલર લોન્ચ કર્યું છે. ગુરુવારે ફિલ્મનું ટ્રેલર લોન્ચ થઇ ગયું ચે. પહેલાં આ ટ્રેલર લોન્ચિંગનો કાર્યક્રમ વીડિયો વરસાદને કારણે ટાળવામાં આવ્યો હતો. આજે સની દેઓલનાં સંસદીય ક્ષેત્રમાં વિસ્ફોટ થતા તે દીકરાનાં જીવનની સૌથી મોટી ઇવેન્ટમાં શામેલ નહોતો થઇ શક્યો.

ધર્મેન્દ્રે તેમનાં પૌત્રનાં ટ્રેલરમાં ટ્વિટર પર જારી કરતાં લખ્યું હતું કે, દરેક સમયની તેની પ્રેમ કહાની હોય છે આજ સમયની પ્રેમ કહાની આ છે.

સની દેઓલ તેનાં દીકરા કરન દેઓલની પહેલી ફિલ્મનાં ટ્રેલર લોન્ચ કાર્યક્રમમાં પહોંચી નહોતા શક્યા આપને જણાવી દઇએ કે, સની દેઓલે પોતે જ દીકરાની ફિલ્મ ડિરેક્ટ કરી છે. પણ ગુરદાસપુરમાં થયેલા ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટને કારણે સની દેઓલ ટ્રેલર લોન્ચમાં પહોચ્યો ન હતો. સની ધડાકાનો શિકાર બનેલાં લોકોનાં પરિજનોને મળવાં અને તેમને સાંત્વના આપવાં ગુરદાસપુર ગયો છે.આ પહલેાં પણ કેન્સલ થયો હતો ટ્રેલર લોન્ચિંગનો કાર્યક્રમ
થોડા દિવસ પહેલાં મુંબઇમાં સતત થઇ રહેલાં વરસાદને કારણે આ પહેલાં જ્યારે 'પલ પલ દિલ કે પાસ'નાં ટ્રેલર લોન્ચની ઇવેન્ટ રાખવામાં આવી હતી. ત્યારે તે રદ કરવામાં આવી હતી. સની દેઓલે દીકરાનાં ટ્રેલર લોન્ચની ઇવેન્ટ રદ કરીને મીડિયાને સુરક્ષિત રહેવી અપીલ કરી હતી.

ધર્મેન્દ્ર પર ફિલ્મામાં આવેલાં સુપરહિટ સોન્ગનાં બોલ પર છે ફિલ્મનું નામ
સની દેઓલની પહેલી ફિલ્મનું ગીત જબ હમ જવા હોંગે આજ પણ લોકોનાં મોઢે છે. તે રીતે જ ધર્મેન્દ્ર અને રાખી પ ફિલ્માવવામાં આવેલું સોન્ગ 'પલ પલ દિલ કે પાસ તુમ રહેતી હો' પર આ ફિલ્મનું નામ 'પલ પલ દિલ કે પાસ' રાખવામાં આવ્યું છે.

 
First published: September 5, 2019
વધુ વાંચો
अगली ख़बर