Home /News /entertainment /

VIDEO: સની દેઓલના દીકરા કરનની ડેબ્યૂ ફિલ્મનું ટીઝર રિલીઝ

VIDEO: સની દેઓલના દીકરા કરનની ડેબ્યૂ ફિલ્મનું ટીઝર રિલીઝ

સની દેઓલે પોતે તેનાં દીકરાનાી ડેબ્યૂ ફિલ્મનું ડિરેક્શન કર્યુ છે. આ ફિલ્મની સાથે દેઓલ ખાનદાનની ત્રીજી પેઢી બોલિવૂડમાં પદાર્પણ કરશે

સની દેઓલે પોતે તેનાં દીકરાનાી ડેબ્યૂ ફિલ્મનું ડિરેક્શન કર્યુ છે. આ ફિલ્મની સાથે દેઓલ ખાનદાનની ત્રીજી પેઢી બોલિવૂડમાં પદાર્પણ કરશે

    એન્ટરટેન્મેન્ટ ડેસ્ક: દેઓલ પરિવારની ત્રીજી પેઢી ફિલ્મોમાં એન્ટ્રી કરવા જઇ રહી છે. સની દેઓલનો દીકરો કરન દેઓલ તેની પહેલી ફિલ્મ 'પલ પલ દિલ કે પાસ'નું ટીઝર સોમવારે રિલીઝ થઇ ગયુ છે. આ ફિલ્મનું ડિરેક્શન ખુદ સની દેઓલે કર્યુ છે. આ ફિલ્મનું પ્રોડક્શન ઝી સ્ટૂડિયોઝ અને ખુદ દેઓલ પરિવારનાં પ્રોડક્શન હાઉસ કરી રહ્યો છે. ટીઝરમાં ધરમેન્દ્ર કરન દેઓલને લોન્ચ કરી રહ્યાં છે.

    'પલ પલ દિલ કે પાસ'નું 1.06 મિનિટનાં ટિઝરમાં એક ખુબજ શાનદારા પ્રેમ કહાનીની ઝલક જોવા મળી રહી છે. ટ્રેડ એનાલિસ્ટ તરન આદર્શે ટીઝર પર ટ્વિટ કરતાં જણાવ્યું કે, ટીઝરમાં કેટલાંક શાનદાર વિઝ્યુઅલ બતાવવામાં આવ્યાં છે. જેમાં ફિલ્મ ઘણી જ દમદાર હોવાનું જતાવવામાં આવી રહ્યું છે.



    આ ફિલ્મમાં સની દેઓલનાં દીકરા ઉપરાંત સહર બંબા નામની એક્ટ્રેસ લોન્ચ કરી રહ્યાં છે. બિગ સ્ક્રિન પર બંનેની કેમેસ્ટ્રી જામે છે. 20 સેપ્ટેમ્બરનાં થિએટર્સમાં રિલીઝ થશે. ટીઝરમાં એક પણ એક્શન સીન જોવા નથી મળ્યો. ઉલ્લેખનીય છે કે, સની દેઓલનાં ડિરેક્શનમાં બની રેહલી આ બીજી ફિલ્મ હતી. ફિલ્મ ઘાયલ-2 માં ભારે એક્શન હતી.
    Published by:Margi Pandya
    First published:

    Tags: સની દેઓલ

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन