Home /News /entertainment /Bollywood News: સન્ની દેઓલ અને રાજકુમાર સંતોષીની જોડી ફરી બોલિવૂડમાં ધમાલ મચાવશે: બે ફિલ્મો પર ચાલી રહી છે ચર્ચા

Bollywood News: સન્ની દેઓલ અને રાજકુમાર સંતોષીની જોડી ફરી બોલિવૂડમાં ધમાલ મચાવશે: બે ફિલ્મો પર ચાલી રહી છે ચર્ચા

સની દેઓલ અને રાજકુમાર સંતોષી

સન્ની દેઓલ અને રાજકુમાર સંતોષીની ઘાયલ, ઘાતક અને દામિની જેવી ફિલ્મો આજે પણ કરોડો લોકોની મનપસંદ છે. આ ફિલ્મો થિયેટરોમાં પણ ખૂબ ચાલી હતી અને એવોર્ડ પણ મળ્યા હતા.

બોલિવૂડમાં એક સમયે સન્ની દેઓલ અને રાજકુમાર સંતોષીની જુગલબંધીએ સુપરહિટ ફિલ્મો આપી હતી. તેમની ઘાયલ, ઘાતક અને દામિની જેવી ફિલ્મો આજે પણ કરોડો લોકોની મનપસંદ છે. આ ફિલ્મો થિયેટરોમાં પણ ખૂબ ચાલી હતી અને એવોર્ડ પણ મળ્યા હતા.

વર્ષો પહેલા યાદગાર ફિલ્મો આપનાર રાજકુમાર સંતોષી અને સની દેઓલ ફરી એક સાથે કામ કરશે તેવી વાતો અનેક વખત થઈ છે, પરંતુ કશું જ પરિણામ આવ્યું નથી. અત્યારે લાર્જર-ધેન-લાઇફ સિનેમા બોક્સ ઓફિસ પર રાજ કરી રહ્યું છે, ત્યારે આ જોડીની એક્શન-પેક્ડ ફિલ્મ અંગે લોકોને ભારે ઉત્તેજના છે.

અત્યારે અમે કેટલાક વિષયો પર ચર્ચા કરી રહ્યા છીએ: સન્ની દેઓલ

Pinkvillaના અહેવાલ મુજબ સન્ની દેઓલે રાજકુમાર સંતોષી સાથે ફરી કામ કરવા અંગે જણાવ્યું હતું કે, હું જાણું છું કે દરેક જણ આ વાતની રાહ જુએ છે, આપણે બધા આવું ઇચ્છીએ છીએ. મારે પણ સાથે કામ કરવું છે અને તેને પણ. પરંતુ કોઈ કારણે આવું થઈ રહ્યું નથી. અમે મળીએ છીએ, પણ અત્યારે મારી પાસે કોઈ જવાબ નથી. કામ કરતી વખતે અમે એકબીજાને ખૂબ જ ચેલેન્જ કરીએ છીએ. અમે એકની એક વસ્તુ કરવાનું પસંદ નથી કરતા અને કંઈક નવું કરવાની ઇચ્છા રાખીએ છીએ. અત્યારે અમે કેટલાક વિષયો પર ચર્ચા કરી રહ્યા છીએ, આશા રાખીએ કે તે સાકાર થાય.

ડાયરેક્ટર પાન નલિનની ફિલ્મ ‘છેલ્લો શો’ ઓસ્કર 2023માં નોમિનેટ થઈ

અહીં ઉલ્લેખનિય છે કે, સન્ની દેઓલ હાલમાં પોતાની આગામી ચુપ ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે, જેમાં તે દિલકત સલમાન સાથે જોવા મળશે. આ ફિલ્મ આર બાલ્કી દિગ્દર્શિત છે. અગાઉ ઓક્ટોબરમાં તેણે અનિલ શર્મા દિગ્દર્શિત ગદર 2 નું શૂટિંગ શરૂ કર્યું હતું. ગદર - 2 આવતા વર્ષે 2023માં રિલીઝ થઈ શકે છે. ત્યારે Pinkvilla સાથેની વાતચીતમાં સનીએ ગદર 2 અંગે અપડેટ પણ આપી હતી અને આ ફિલ્મ દર્શકોની અપેક્ષાઓ પર ખરી ઉતરશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો.

કાર્તિક આર્યને ઇકોનોમી ક્લાસમાં મુસાફરી કરી, ફેન્સે કહ્યું કેટલો ‘ડાઉન ટૂ અર્થ’ છે

સન્ની દેઓલે કહ્યું હતું કે, શરૂઆત કરવી એ મુશ્કેલ કામ હતું, પરંતુ મને લાગે છે કે, લોકો મને વસ્તુઓને તોડી નાખતો જોવા માંગે છે. મને આ ફિલ્મ વિશે ખૂબ વિશ્વાસ છે. હું જેને પણ મળું છું તે કંઈક જોવા માંગે છે અને અમે તેમને તે ગદરમાં આપી રહ્યા છીએ.
First published:

Tags: Bollywod, મનોરંજન

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन