Home /News /entertainment /VIRAL VIDEO: સની દેઓલે કરી મા સાથે બરફમાં મસ્તી, બોલ્યો- 'આ મારા માટે યાદગાર પળ છે'
VIRAL VIDEO: સની દેઓલે કરી મા સાથે બરફમાં મસ્તી, બોલ્યો- 'આ મારા માટે યાદગાર પળ છે'
સની દેઓલે શેર કર્યો મા સાથેનો વીડિયો
આ વીડિયો ક્યાંનો છે તે અંગે સની દેઓલે (Sunny Deol Video) વીડિયોમાં કોઇ જ સ્પષ્ટતા કરી નથી. જોકે તેમનાં વચ્ચેનો પ્રેમ અને મસ્તી જોવાની ચાહકોને મજા પડી (Sunny Deol Instagram) રહી છે. 20 કલાકમાં આ વીડિયોને 72,000થી વધુ લોકો જોઇ ચુક્યાં છે. અને લાઇક કરી ચુક્યાં છે.
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: સની દેઓલે (Sunny Deol) હાલમાં જ તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર એક વીડિયો (Instagram Video) શેર કર્યો છે જેમાં તે તેની માતા સાથે બરફમાં રમતો નજર આવે છે. આ વીડિયોમાં તે માતા સાથે બરફમાં રમતો નજર આવે છે. તેની માતા પણ કશમીરમાં બરફનાં ગોળા બનાવી સની દેઓલને (Sunny Deol Mother) મારતાં નજર આવે છે.
સની દેઓલે વીડિયો શેર કરતાં લખ્યું છે કે, ''આપણે ગમે તેટલાં મોટા થઇ જઇએ. પણ આમાનાં માટે તો આપણે બાળકો જ રહીશું. માતા-પિતાનો પ્રેમ જ એક અનમોલઅને સત્ય પ્રેમ છે. તેમની કદર કરો. આ પળ મારા માટે યાદગાર પળમાંથી એક છે. જ્યાં હું મારી માની સાથે મારું બાળપણ અનુભવ કરી રહ્યો છું.''
આ વીડિયો ક્યાંનો છે તે અંગે સની દેઓલે (Sunny Deol Video) વીડિયોમાં કોઇ જ સ્પષ્ટતા કરી નથી. જોકે તેમનાં વચ્ચેનો પ્રેમ અને મસ્તી જોવાની ચાહકોને મજા પડી (Sunny Deol Instagram) રહી છે. 20 કલાકમાં આ વીડિયોને 72,000થી વધુ લોકો જોઇ ચુક્યાં છે. અને લાઇક કરી ચુક્યાં છે.
આપને જણાવી દઇએ કે, 1 સ્પટેમ્બરનાં રોજ સની દેઓલની માતા પ્રકાશ કૌરનો જન્મ દિવસ હતો. ત્યારે પણ સની દેઓલે તેની માતા સાથેની તસવીર શેર કરી છે. જેમાં તે માતાને જન્મ દિવસની શુભેચ્છા પાઠવે છે અને તેનાં પર પ્રેમ વરસાવી રહ્યો છે.