Home /News /entertainment /

જ્યારે સની દેઓલને પત્ની પૂજા સામે પૂનમ ઢિલ્લોન સાથે કરવો પડ્યો Bold સીન

જ્યારે સની દેઓલને પત્ની પૂજા સામે પૂનમ ઢિલ્લોન સાથે કરવો પડ્યો Bold સીન

સની દેઓલ અને પૂનમ ઢિલ્લોંની ફિલ્મ સમુંદર 1986માં રિલીઝ થઈ હતી. (ફોટો: Movies N Memories/twitter)

‘બેતાબ’ (Betaab) ફિલ્મ બાદ સની દેઓલ (Sunny Deol) અને અમૃતા સિંહ (Amrita Singh)ની કેમિસ્ટ્રી ઘણી ચર્ચામાં હતી. તો રાહુલ રવૈલ (Rahul Rawail)ના નિર્દેશનમાં બનેલી ફિલ્મ ‘સમુંદર’ (Samundar) પણ રોમેન્સથી ભરપૂર હતી.

  બોલિવુડ એક્ટર સની દેઓલ (Sunny Deol) બહુ શાંત રહેનાર વ્યક્તિ છે. સનીએ પોતાની દમદાર એક્ટિંગથી કેટલીય ફિલ્મો હિટ બનાવી છે. હવે ભલે અમુક ફિલ્મોને કારણે સનીની ઈમેજ ગુસ્સાવાળી બની ગઈ છે, પણ ‘બેતાબ’ ફિલ્મમાં તેની અમૃતા સિંહ (Amrita Singh) સાથે રોમેન્ટિક જોડીને બહુ પસંદ કરવામાં આવી હતી. તો પૂનમ ઢિલ્લોં (Poonam Dhillon) સાથે ‘સોહની મહિવાલ’માં રોમેન્સ કરતા સનીએ સિલ્વર સ્ક્રીન પર મોહબ્બતનો જાદૂ ચલાવી દીધો હતો. સનીને એક વખત એવી પરિસ્થિતિમાંથી પસાર થવું પડ્યું જે એક્ટર માટે અગ્નિ પરીક્ષાથી ઓછુ ન હતું. વાત એમ છે કે, બોલિવુડની સુંદર એક્ટ્રેસ પૂનમ સાથે સનીને બોલ્ડ સીન આપવાનો હતો, જે અભિનેતા માટે મુશ્કેલી ભર્યો હતો. તેની પાછળનો કિસ્સો પણ શૂટિંગથી ઓછો રસપ્રદ નથી.

  આ પણ વાંચો: ધર્મેન્દ્રએ પોતાની પહેલી કાર સાથે video શેર કર્યો, એ સમયે 18 હજારમાં લીધી હતી FIAT

  35 વર્ષ પહેલાંની વાત છે. સની દેઓલ અને પૂનમ ઢિલ્લોંની એક ફિલ્મ આવી હતી ‘સમુંદર’. ગયા મહિને જ આ ફિલ્મની રિલીઝને 35 વર્ષ થયા છે. કહેવાય છે કે ‘બેતાબ’ ફિલ્મ બાદ સની અને અમૃતા સિંહની કેમિસ્ટ્રી ઘણી ચર્ચામાં હતી. રાહુલ રવૈલના નિર્દેશનમાં બનેલી ફિલ્મ ‘સમુંદર’ પણ રોમેન્સથી ભરપૂર ફિલ્મ હતી. આ ફિલ્મમાં એક સીન એવો હતો જેમાં સની દેઓલે પૂનમ સાથે ઇન્ટીમેટ સીન કરવાનો હતો. સની માટે આ સીન કરવો બહુ મુશ્કેલ બની ગયો હતો, જેનું કારણ હતું તેની પત્ની પૂજા દેઓલ.

  આ પણ વાંચો: Amitabh Bachchan B’day spl: 1-2 નહીં, Big Bની 12 ફિલ્મો થઈ હતી ફ્લૉપ, આ એક્ટ્રેસે મારી હતી જોરદાર થપ્પડ

  ‘સમુંદર’ ફિલ્મ 1986માં રિલીઝ થઈ હતી, અમૃતા સિંહ સાથે સનીના નામની ચર્ચા વાઈફ પૂજાના કાનમાં પણ આવી હતી. એટલે પૂજા ઘણી વખત પોતાના પતિ સનીના શૂટિંગ સેટ પર જતી હતી. મોરિશિયસમાં ‘સમુંદર’નું શૂટિંગ ચાલતું હતું. મીડિયા રિપોર્ટ્સ મુજબ ત્યાં પૂજા પણ પહોંચી ગઈ હતી. પૂનમ સાથે ઇન્ટીમસી વાળો સીન સની કરી શકતો ન હતો એટલે એ સીનને થોડા દિવસ માટે ટાળવામાં આવ્યો. સનીને થયું કે પૂજા જતી રહેશે પણ તે ન ગઈ ત્યારે મજબૂરીમાં સનીએ પૂનમ સાથેનો સીન પોતાની વાઈફ સામે કરવો પડ્યો. રિપોર્ટ્સ મુજબ, સની દેઓલ અને પૂનમ ઢિલ્લોં વચ્ચે ફિલ્માવાયેલો આ સીન એટલો બોલ્ડ હતો કે તેના પર બહુ વિવાદ થયો અને પછી સેન્સર બોર્ડે એ સીન હટાવી નાખ્યો.

  કહેવાય છે કે સની દેઓલ પરિણીત છે એ વાત ‘બેતાબ’ ફિલ્મ દરમ્યાન તેના પિતા ધર્મેન્દ્રએ છૂપાવી હતી કેમકે એમને એવું લાગતું હતું કે સનીની ઈમેજ પર અસર પડશે. અમૃતા સિંહને પણ આ વાતનો ખ્યાલ ન હતો અને એટલે એ સની દેઓલના પ્રેમમાં પડી ગઈ. પરંતુ જ્યારે સનીના લગ્નની વાત સામે આવી ત્યારે અમૃતાએ સનીથી દૂર રહેવાનું શરુ કર્યું.

  આ પણ વાંચો: The Kapil Sharma Show: કીકૂ શારદાએ આયશા ઝુલ્કાની કરી મજાક, પૂછ્યું- ‘પહેલો નશો ઉતર્યો કે નહીં’

  સની દેઓલની પત્ની પૂજા પ્રાઈવેટ લાઈફ જીવવાનું પસંદ કરે છે. લાઈમલાઈટથી દૂર રહેનારી પૂજા બ્રિટિશ મૂળની છે અને સનીએ ઇન્ડસ્ટ્રીમાં પગ માંડતા પહેલાં જ વિદેશમાં ચૂપચાપ લગ્ન કરી લીધા હતા.
  Published by:Nirali Dave
  First published:

  Tags: સની દેઓલ

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन