Home /News /entertainment /SUNNY DEOL: સની દેઓલને અભિનેત્રીએ બધાની સામે ઠોકી દીધો લાફો, છવાઇ ગયો સન્નાટો, એવું તે શું થયું?
SUNNY DEOL: સની દેઓલને અભિનેત્રીએ બધાની સામે ઠોકી દીધો લાફો, છવાઇ ગયો સન્નાટો, એવું તે શું થયું?
સની દેઓલ બૉલીવુડ ન્યૂઝ
BOLLYWOOD NEWS: સની દેઓલની ફિલ્મમાં એક સીન શૂટ કરતી વખતે અભિનેત્રી અચાનક પોતાના કેરેક્ટરમાં એટલી ખોવાઈ ગઈ કે તેણે સની દેઓલને કંઈ પણ વિચાર્યા વગર જોરદાર થપ્પડ મારી દીધી હતી.
GHAYAL RETURNS: સની દેઓલ (Sunny Deol)ને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક્શન હીરો (Action Hero) તરીકે ઓળખવામાં આવે છે. ફિલ્મોમાં સની દેઓલના ઢાઇ કિલોના હાથની સામે ખતરનાક વિલન પણ થથરી ઉઠે છે. પરંતુ ઇન્ડસ્ટ્રીમાં પોતાની ઓળખ બનાવી ચૂકેલા સની દેઓલને એક વખત મોટી મહેફિલમાં એક એક્ટ્રેસે થપ્પડ (sunny deol allegedly slapped hard by soha ali khan) મારી દીધી હતી. હકીકતમાં એ અભિનેત્રી બીજું કોઈ નહીં પણ સોહા અલી ખાન (Soha Ali Khan) હતી. આખરે એવું તો શું થયું કે સોહાએ આવું કર્યું? આવો જાણીએ શું હતી આ સ્ટોરી.
સોહાની આ હરકતથી ચોંકી ગયો સની
આ આખી ઘટના સની દેઓલ અને સોહા અલી ખાનની ફિલ્મ 'ઘાયલ વન્સ અગેન' (Ghayal Once Again)ના શૂટિંગ દરમિયાન બની હતી. આ ફિલ્મમાં સોહા અલી ખાન અને સની દેઓલ લીડ રોલમાં જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં સોહાએ સાઇકિયાટ્રિસ્ટનો રોલ કર્યો હતો. આ ફિલ્મને ખાસ સફળતા મળી ન હતી. પરંતુ આ ફિલ્મમાં સોહાના કામને ખૂબ પસંદ કરવામાં આવ્યું હતું. ફિલ્મના શૂટિંગ દરમિયાન સોહાએ કંઇ પણ વિચાર્યા વગર સની દેઓલને થપ્પડ મારી દીધી હતી. જે બાદ સની દેઓલને પણ આશ્ચર્ય થયું હતું.
સોહાએ સની દેઓલને મારી હતી થપ્પડ
આ ફિલ્મમાં એક સીન હતો, જેમાં સોહા અલી ખાને સનીને સંભાળવા માટે થપ્પડ મારવી પડી હતી. પહેલા તો બધુ જ બરાબર ચાલી રહ્યું હતું, પરંતુ એક સીન શૂટ કરતી વખતે સોહા અચાનક પોતાના કેરેક્ટરમાં એટલી ખોવાઈ ગઈ કે તેણે સની દેઓલને કંઈ પણ વિચાર્યા વગર જોરદાર થપ્પડ મારી દીધી હતી. આ સાથે જ સેટ પર સન્નાટો છવાઈ ગયો હતો. પરંતુ સનીને જરા પણ ખરાબ ન લાગ્યું, પરિસ્થિતિને સમજીને તેણે સોહાને કહ્યું કે, તમે શોટ ખૂબ જ સારી રીતે આપ્યો હતો. પહેલા તો સોહા પોતે પણ ખૂબ જ નર્વસ હતી. પરંતુ બાદમાં સોહાએ રાહતનો શ્વાસ લીધો અને હાશકારો અનુભવ્યો હતો.
ઇન્ડસ્ટ્રીમાં સની દેઓલની ઇમેજ શરૂઆતથી જ ઘણી સારી રહી છે. પોતાની પ્રોફેશનલ લાઇફમાં સની દેઓલ જેટલો ગુસ્સામાં દેખાય છે, તેટલો જ તે પોતાની પર્સનલ લાઇફમાં શાંત વ્યક્તિ છે. આવી પરીસ્થિતિમાં, તેણે સોહા અલી ખાનની હાલત સમજી અને તેને હળવાશનો અનુભવ કરાવ્યો હતો અને તે સીનને પણ સનીએ નજરઅંદાજ કર્યો હતો. સોહાના થપ્પડ પર તેણે કોઈ પણ પ્રતિક્રિયા આપી ન હતી.
" isDesktop="true" id="1332768" >
અહીં ઉલ્લેખનીય છે કે, વર્ષ 1990માં આવેલી સની દેઓલની ફિલ્મ ઘાયલ દર્શકોને ઘણી પસંદ આવી હતી. તે ફિલ્મ બ્લોકબસ્ટર ફિલ્મ બની હતી. આ ફિલ્મમાં સનીની સાથે જાણીતી અભિનેત્રી મીનાક્ષી શેષાદ્રી જોવા મળી હતી. સનીની આ ફિલ્મને ફેન્સે ખૂબ પ્રેમ આપ્યો હતો. બોક્સ ઓફિસ પર પણ સફળતાના મેળવી હતી. જ્યારે સની દેઓલ અને સોહા અલી ખાનની ફિલ્મ ઘાયલ વન્સ અગેનની વાત કરીએ તો આ ફિલ્મમાં કંઇ ખાસ જાદુ બતાવી શકી નથી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર