સુનીલ શેટ્ટીએ સ્વીકારી ભૂલ, અક્ષય-અજય દેવગણને કર્યા યાદ

News18 Gujarati
Updated: May 14, 2019, 9:46 AM IST
સુનીલ શેટ્ટીએ સ્વીકારી ભૂલ, અક્ષય-અજય દેવગણને કર્યા યાદ
સુનીલ શેટ્ટીએ પોતાના કરિયર અને સાથીઓની સફળતા અંગે ખુલીને વાત કરી

અક્ષય અને અજય દેવગણે અત્યાર સુધી પોતાની પકડ જમાવી રાખી છે, તો સુનીલ શેટ્ટી તેની કેટલીક ભૂલોને લીધે રેસમાંથી દૂર થઇ ગયો

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: 90ના દાયકામાં સુનીલ શેટ્ટી બોલિવૂડના લીડ એક્ટર્સમાંથી એક હતો. તે સમયે ઇન્ડસ્ટ્રીમાં એક્શન હીરો તરીકે અક્ષય, અજય દેવગણ અને સુનીલ શેટ્ટીનું નામ લેવાતું હતું. પરંતુ ધીમે-ધીમે આ ત્રણેય કરિયરમાં જુદી-જુદી દિશામાં પહોંચી ગયા. અક્ષય અને અજય દેવગણે અત્યાર સુધી પોતાની પકડ જમાવી રાખી છે, તો સુનીલ શેટ્ટી તેની કેટલીક ભૂલોને લીધે રેસમાંથી દૂર થઇ ગયો. આ વાત પોતે સુનીલ શેટ્ટીએ માની છે. એક વેબસાઇટ સાથે ઇન્ટરવ્યૂમાં 57 વર્ષીય સુનીલ શેટ્ટીએ પોતાના કરિયર અને સાથીઓની સફળતા અંગે ખુલીને વાત કરી.

સુનીલ શેટ્ટીએ કહ્યું કે, આજે મને અક્ષય અને અજયને જોઇને ગર્વ થાય છે. હું તેમને સલામ કરું છું. તે મારા નિકટના મિત્ર છે. આજે તેમણે જે જગ્યા મેળવી છે તે તેનાથી મને પ્રેરિત કરે છે. મને ઇર્ષા થતી નથી. મેં ભૂલો કરી છે અને તેના કારણે આજે હું અહીં છું. હું બન્નેના બહુ વખાણ કરું છું અને વિચારું છું કે કાશ હું તેમના જેવો હોત. તેના માટે મારે બહુ મહેનત કરવી પડશે.

આ પણ વાંચો: Cannes 2019: આ વખતે રેડ કાર્પેટ પર સાડીમાં જોવા મળશે કંગના

સુનીલ શેટ્ટીએ પોતાની ભૂલો વિશે પણ વાત કરી. તેણે કહ્યું કે, હું ઇમોશનલ હતો. મેં ક્યારેય મારું કરિયર પ્લાન નથી કર્યું. સાથે જ ક્યારેય ઉતાર-ચઢાવનું પ્લાનિંગ નથી કર્યું. આજે મારો ફ્રાઇડે સારો નથી તો તે માત્ર મારી ભૂલોના કારણે. હું ક્યારેય એ વિચારીને નથી જતો કે પાછલા શુક્રવારે રીલિઝ થયેલી ફિલ્મ હિટ હતી કે ફ્લોપ. હું માનસિક રીતે બહુ મજબૂત છું અને પોતાની જાત પર વિશ્વાસ રાખું છું.
First published: May 14, 2019
વધુ વાંચો
अगली ख़बर