Home /News /entertainment /

Suniel shetty networth: મોંઘી ગાડીઓ અને આલીશાન ઘરના માલિક સુનીલ શેટ્ટી જીવે છે આવી લક્ઝુરીયસ લાઈફ

Suniel shetty networth: મોંઘી ગાડીઓ અને આલીશાન ઘરના માલિક સુનીલ શેટ્ટી જીવે છે આવી લક્ઝુરીયસ લાઈફ

સુનિલ શેટ્ટી કરોડોની સંપત્તિનો માલિક

Sunil Shetty Networth : સુનીલ શેટ્ટી ભલે ફિલ્મોથી દૂર હોય, પરંતુ બિઝનેસ (Sunil Shetty Business)માં તે પોતાનું સંપૂર્ણ ધ્યાન આપી રહ્યો છે અને તે આ બિઝનેસમાંથી વાર્ષિક 100 કરોડથી વધુની કમાણી કરે છે

    Suniel Shetty Luxury Lifestyle: ફિલ્મ ઈન્ડસ્ટ્રીના અન્ના એટલે કે સુનીલ શેટ્ટી (Suniel Shetty) શાનદાર અભિનેતા હોવાની સાથે સાથે સફળ બિઝનેસમેન પણ છે. તેણે તેની ફિલ્મો દ્વારા બધાના દિલ જીતી લીધા છે અને બિઝનેસમાં પણ પોતાનો દબદબો જમાવ્યો છે. 60 વર્ષના સુનીલ ફિટનેસ અને લક્ઝરી લાઈફસ્ટાઈલના કારણે ચર્ચામાં છે. સુનીલ શેટ્ટી (Suniel Shetty) એ માત્ર 25 વર્ષની ઉંમરે ફિલ્મ બલવાનથી પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. આ પછી તેણે પોતાના કરિયરમાં 100 થી વધુ ફિલ્મો કરી છે. ફિલ્મો અને બિઝનેસ બંનેમાંથી અઢળક કમાણી કરનાર સુનીલ શેટ્ટીને બોલિવૂડના અંબાણી કહેવામાં આવે તો ખોટું નહીં હોય.

    ચાલો સુનીલ શેટ્ટીની લક્ઝરી લાઈફસ્ટાઈલ પર એક નજર કરીએ.

    સુનિલ શેટ્ટીની નેટવર્થ (Networth Of Sunil Shetty)

    સુનીલ શેટ્ટી ભલે ફિલ્મોથી દૂર હોય, પરંતુ બિઝનેસમાં તે પોતાનું સંપૂર્ણ ધ્યાન આપી રહ્યો છે અને તે આ બિઝનેસમાંથી વાર્ષિક 100 કરોડથી વધુની કમાણી કરે છે. સુનીલ શેટ્ટીની પોતાની ઘણી રેસ્ટોરાં અને બાર છે. આ સિવાય તેની પત્ની માના શેટ્ટીનું ડેકોર સેન્ટર છે.

    રેસ્ટોરેન્ટ અને પ્રોડક્શન હાઉસના છે માલિક

    સુનીલ શેટ્ટીનું પોપકોર્ન મોશન પિક્ચર નામનું પ્રોડક્શન હાઉસ છે. આ અંતર્ગત 'ખેલ', 'રક્ત' અને 'ભાગમ ભાગ' ફિલ્મોનું નિર્માણ કરવામાં આવ્યું છે. તેમની પાસે FTC નામનું એક ઓનલાઈન વેન્ચર પણ છે, જેના દ્વારા નવા ટેલેન્ટની શોધ કરે છે.

    મુંબઈમાં સુનિલના મિસચીફ ડાઇનિંગ બાર (Mischief Dining Bar) અને ક્લબ H20 નામનુ ક્લબ પણ છે. આ સિવાય સાઉથમાં સુનીલ શેટ્ટીની રેસ્ટોરાં પણ છે, જ્યાં સાઉથનું ખાસ ફૂડ ઉડુપી પણ મળે છે. આ બિઝનેસમાંથી તે વાર્ષિક 110 કરોડ રૂપિયા કમાય છે.

    સુનિલ શેટ્ટી પાસે છે અનેક લગ્ઝરી વાહનો

    સુનીલ શેટ્ટી પાસે ઘણા મોંઘા અને લક્ઝરી વાહનો છે, જે તેની લગ્ઝરીમાં વધારો કરે છે. તેની પાસે Toyota Prado Land Cruiser, Jeep Wrangler, Mercedes Benz GLS 350D, Hummer H2, BMW X5, Jaguar XF અને Mercedes E-Class જેવી લક્ઝરી ગાડીઓ છે. આ સિવાય તેની પાસે Royal Enfield Machismo 500 બાઇક પણ છે.

    મુંબઈના પોશ વિસ્તારની સાથે ખંડાલામાં પણ આલીશાન ઘર

    સુનીલ શેટ્ટી તેના પરિવાર સાથે અલ્ટામાઉન્ટ રોડ પર આવેલા પૃથ્વી એપાર્ટમેન્ટમાં રહે છે. આ ઉપરાંત, તે ઘણા હોલિડે હોમના માલિક છે, તે ખંડાલામાં આલીશાન હોલિડે હોમ પણ ધરાવે છે. જ્યાં તે ઘણીવાર પોતાના બિઝનેસમાંથી બ્રેક લઈને સમય પસાર કરે છે.

    આ પણ વાંચોDe De Pyaar De : અજય દેવગણની જાહેરાત, દે દે પ્યાર દેની સિક્વલ પર ચાલી રહ્યું છે કામ, સ્ક્રિપ્ટ કરવામાં આવી રહી છે તૈયાર

    ઉલ્લેખનિય છે કે, સુનીલ શેટ્ટી કિક બોક્સિંગમાં બ્લેક બેલ્ટ છે અને હિન્દી ફિલ્મો સિવાય તેણે હોલીવુડની ફિલ્મ ડોન્ટ સ્ટોપ ડ્રીમિંગ અને તમિલ ફિલ્મ 12બીમાં પણ કામ કર્યું છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Bollywood Interesting story, Bollywood Latest News, Bollywood News in Gujarati, Sunil shetty

    આગામી સમાચાર