Home /News /entertainment /અથિયા શેટ્ટી-કેએલ રાહુલના લગ્નની તડામાર તૈયારીઓ, લીક થઇ ગયો વેડિંગ વેન્યૂનો આ Video
અથિયા શેટ્ટી-કેએલ રાહુલના લગ્નની તડામાર તૈયારીઓ, લીક થઇ ગયો વેડિંગ વેન્યૂનો આ Video
આથિયા અને કેએલ રાહુલ સુનીલ શેટ્ટીના ખંડાલા સ્થિત ફાર્મહાઉસ પર સાત ફેરા લેવાના છે.
વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં આથિયા અને કેએલ રાહુલનો ભવ્ય મંડપ સજાવવામાં આવી રહ્યો છે. તમને જણાવી દઈએ કે સુનીલ શેટ્ટીનું આ ફાર્મહાઉસ ખૂબ જ લેવિશ છે. એક્ટર ઘણીવાર તેની યુટ્યુબ ચેનલ પર આને લગતા વીડિયો અપલોડ કરે છે. હવે આ લેવિશ ફાર્મહાઉસમાં સાત ફેરા લઇને આથિયા અને કેએલ રાહુલ કાયમ માટે એકબીજાના બની જવાના છે.
KL Rahul-Athiya Shetty Wedding: બી-ટાઉનની ગલીઓમાં ફરી એકવાર શરણાઇઓ ગૂંજવા તૈયાર છે. બોલિવૂડ એક્ટ્રેસ આથિયા શેટ્ટી (Athiya Shetty) અને ભારતીય ક્રિકેટર કેએલ રાહુલના (KL Rahul) લગ્નના સમાચાર આ દિવસોમાં ખૂબ ચર્ચામાં છે. આ કપલ બહુ જલ્દી લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યું છે. તેમના લગ્નની તૈયારીઓ પણ પૂરજોશમાં કરવામાં આવી છે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે આથિયા અને કેએલ રાહુલ સુનીલ શેટ્ટીના (Sunil Shetty) ખંડાલા સ્થિત ફાર્મહાઉસ પર સાત ફેરા લેવાના છે. હવે આને લગતો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં આથિયા અને કેએલ રાહુલનો ભવ્ય મંડપ સજાવવામાં આવી રહ્યો છે. તમને જણાવી દઈએ કે સુનીલ શેટ્ટીનું આ ફાર્મહાઉસ ખૂબ જ લેવિશ છે. એક્ટર ઘણીવાર તેની યુટ્યુબ ચેનલ પર આને લગતા વીડિયો અપલોડ કરે છે. હવે આ લેવિશ ફાર્મહાઉસમાં સાત ફેરા લઇને આથિયા અને કેએલ રાહુલ કાયમ માટે એકબીજાના બની જવાના છે.
વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે કપલના ખાસ દિવસ માટે યલો અને વ્હાઇટ કપડાથી મંડપ તૈયાર કરવામાં આવી રહ્યો છે. જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો, આથિયા શેટ્ટી અને કેએલ રાહુલ 23 જાન્યુઆરીએ ખંડાલા ફાર્મહાઉસમાં સાત ફેરા લેશે.
લગ્નના કાર્યક્રમો ત્રણ દિવસ સુધી ચાલશે. લગ્નમાં માત્ર 200 લોકો જ હાજરી આપશે, જેમાં અથિયા તરફથી 100 મહેમાનો અને કેએલ રાહુલ તરફથી 100 મહેમાનો સામેલ થશે. આ સિવાય લગ્નમાં કોઈને પણ ફોન લઈને જવા દેવામાં આવશે નહીં.
એવું કહેવામાં આવી રહ્યું છે કે કપલ લગ્નને ફક્ત તેમના પરિવાર અને નજીકના મિત્રો સુધી જ સિમિત જ રાખવા માંગે છે. રિપોર્ટ મુજબ, લગ્ન પછી ગ્રેન્ડ રિસેપ્શન રાખવામાં આવશે. એવું પણ જાણવા મળ્યું છે કે આઈપીએલ મેચ બાદ કેએલ રાહુલ તેના મિત્રો માટે મોટી પાર્ટી રાખશે. જોકે, આ તમામ સમાચારો અંગે એક્ટ્રેસ કે ક્રિકેટર તરફથી કોઈ નિવેદન સામે આવ્યું નથી. આ સાથે બંનેના પરિવારજનોએ પણ લગ્નના સમાચાર અંગે કોઇ હિન્ટ આપી નથી.
Published by:Bansari Gohel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર