Home /News /entertainment /

The Kapil Sharma Showમાં નહીં જોવા મળે 'ગુત્થી', સુનીલ ગ્રોવર- કપિલ શર્મા વચ્ચે નથી થઇ સુલહ

The Kapil Sharma Showમાં નહીં જોવા મળે 'ગુત્થી', સુનીલ ગ્રોવર- કપિલ શર્મા વચ્ચે નથી થઇ સુલહ

The Kapil Sharma Showમાં નહીં જોવા મળે 'ગુત્થી'

ધ કપિલ શર્મા શો (The Kapil Sharma Show)માં સુનીલ ગ્રોવર (Sunil Grover)માં પરત આવવાનો કોઇ પ્લાન નથી. તેણે હવે ફિલ્મો અને વેબ શો પર ધ્યાન કેન્દ્રિત કરી લીધુ છે.

  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: જો આપ કપિલ શર્મા (Kapil Sharma) અને સુનીલ ગ્રોવર (Sunil Grover) બંનેને સાથે જોવાનું પસંદ કરે છે. અને આ વિચારી રહ્યાં છે કે, બાદમાં બંને પડદા પર એક સાથે નજર આવવાનાં છે. તો આપને જણાવી દઇએ કે, ગત દિવસોમાં જે ખબર આવી હતી કે, કપિલ શર્મા અને સુનીલ ગ્રોવર એક સાથે નજર આવવાનાં છે તો ખબરએ છે કે સુનિલ ગ્રોવરે શોમાં પરત આવવાની ના પાડી દીધી છે.

  ગત કેટલાંક દિવસોથી એવાં સમાચાર છે કે, કપિલ શર્મા (Kapil Sharma) અને સુનીલ ગ્રોવર (Sunil Grover) એક વખત ફરી સાથે કામ કરવાનાં છે. સલમાન ખાને (Salman Khan) બંને વચ્ચે સુલેહ કરાવી છે તે આ શોનાં પ્રોડ્યુસર પણ છે. પણ ટાઇમ્સ ઓફ ઇન્ડિયાનાં રિપોર્ટ મુજબ, સુનીલ ગ્રોવરે સલમાન ખાન તરફથી શોમાં પરત આવવા માટે કહેવા માટે કોઇ ફોન આવ્યો નથી.

  The Kapil Sharma Showમાં નહીં જોવા મળે 'ડૉ. મશ્હુર ગુલાટી'


  સુનીલ ગ્રોવરનાં એક નીકટનાં વ્યક્તિનાં જણાવ્યા મુજબ, કપિલ શર્મા શોની કહાની આગળ વધારતા સુનીલ ગ્રોવરને તેની હાલની વેબ સિરીઝમાં દર્શકો તરફથી પ્રશંસા મળી રહી છે તેને છોડીને હવે ટીવી પર પરત આવવાની સુનીલની કોઇ યોજના નથી.

  કપિલનાં શોથી બહાર થયા બાદ સુનીલ ગ્રોવર તેની સ્પેસમાં ખુશ છે. તેણે હવે ફિલ્મો અને વબે શો પર ધ્યાન કેન્દ્રિત કરવાનું શરૂ કરી દીધુ છે.

  સુનીલ ગ્રોવરે વર્કફ્રન્ટની વાત કરે તો, તે હાલમાં જ રિલીઝ થયેલી વેબ સીરીઝ તાંડવમાં નજર આવ્યો હતો. આ સીરીઝમાં સુનીલે સુંદર એક્ટિંગથી દર્શકોની સાથે સાથે ક્રિટિક્સનું પણ દિલ જીતી લીધુ હતું. સુનીલનું આ રુપ દર્શકોને ખુબજ પસંદ આવ્યું છે. સીરીઝમાં સુનીલ ગ્રોવરની સાથે સાથે સૈફ અલી ખાન, ડિમ્પલ કાપડિયા, જીશાન આયૂબ, ગૌહર ખાન સહિતનાં ઘણાં કલાકાર લિડ રોલમાં નજર આવ્યા હતાં.
  Published by:Margi Pandya
  First published:

  Tags: Entertainment news, Kapil Sharma, News in Gujarati, Sony TV, Sunil Grover, The kapil sharma show, સલમાન ખાન

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन