Home /News /entertainment /સુનીલ ગ્રોવરના આવ્યા આવા દિવસો? કડકડતી ઠંડીમાં દૂધ વેચવા નીકળ્યો, ફેન્સ પણ ચોંક્યા
સુનીલ ગ્રોવરના આવ્યા આવા દિવસો? કડકડતી ઠંડીમાં દૂધ વેચવા નીકળ્યો, ફેન્સ પણ ચોંક્યા
સુનીલ ગ્રોવરે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ફોટો શેર કર્યો છે, જેમાં તે બાઇક પર દૂધ વેચવા માટે જતા જોઇ શકાય છે. ફોટોમાં તે શિયાળાના ગરમ કપડાંમાં જોઇ શકાય છે અને બાઇકની બંને બાજુ દૂધના મોટા મોટા કેન લટકાવેલા છે.
સુનીલ ગ્રોવરે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ફોટો શેર કર્યો છે, જેમાં તે બાઇક પર દૂધ વેચવા માટે જતા જોઇ શકાય છે. ફોટોમાં તે શિયાળાના ગરમ કપડાંમાં જોઇ શકાય છે અને બાઇકની બંને બાજુ દૂધના મોટા મોટા કેન લટકાવેલા છે.
ટચૂકડા પડદા પર 'ગુત્થી' બનીને લોકોને પેટ પકડીને હસાવનાર સુનીલ ગ્રોવર મોટાભાગે પોતાના મજાકિયા અંદાજ માટે સોશિયલ મીડિયા પર છવાયેલો રહે છે. પોપ્યુલર કોમેડિયન સુનીલ લોકોને હસાવવાની એકપણ તક જતી નથી કરતાં અને તેવામાં તેણે લોકોના દિલોમાં પોતાના માટે એક ખાસ જગ્યા બનાવી છે.
હાલમાં જ સુનીલે પોતાની એક પોસ્ટ શેર કરી છે, જેમાં તે દૂધ વેચતો જોવા મળી રહ્યો છે. એક્ટરનો આ અંદાજ ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. હકીકતમાં, સુનીલ ગ્રોવરે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ફોટો શેર કર્યો છે, જેમાં તે બાઇક પર દૂધ વેચવા માટે જતો જોઇ શકાય છે.
ફોટોમાં તે શિયાળાના ગરમ કપડામાં જોવા મળી રહ્યો છે અને બાઇકની બંને બાજુ દૂધના મોટા-મોટા કેન લટકાવેલા છે. આ સાથે જ તેણે કેપ્શનમાં લખ્યું, દૂધ મચાલે. એક્ટરના ફોટો પોસ્ટ કર્યા બાદથી જ લોકો તેના પર પોતાના રિએક્શન આપી રહ્યાં છે.
સુનીલ ગ્રોવરની પોસ્ટ પર ફેન્સ મજેદાર કોમેન્ટ્સ કરી રહ્યાં છે. એકે લખ્યું, અડધો લીટર પેક કરો ભાઇ. તો બીજાએ લખ્યું, સર કોઇ કામ નાનું નથી હોતુ, તમે વેચો અમે ખરીદીશું. તેવામાં એક અન્યએ કહ્યું, ભાઇ ધૂમ મચાવી લીધી હોય તો બાઇક આપી દો આગળ પણ દૂધ સપ્લાય કરવાનું છે. એક યુઝરે કપિલ શર્મા શૉની સ્ટાઇલમાં લખ્યું, DGDW ડોક્ટર ગુલાટી દૂધ વાળા.
જણાવી દઇએ કે સુનીલ ગ્રોવર ટીવીનો ફેમસ કોમેડિયન છે અને લોકો તેને 'ગુત્થી'ના નામે ઓળખે છે. તેણે ટીવી ઉપરાંત બોલીવુડમાં પણ ઘણું કામ કર્યુ છે. સુનીલ ઘણી ફિલ્મો અને વેબ સીરિઝનો હિસ્સો રહી ચુક્યો છે. હાલમાં જ તે અમિતાભ બચ્ચન અને રશ્મિકા મંદાના સ્ટારર 'ગુડબાય'માં જોવા મળ્યો હતો.
Published by:Bansari Gohel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર