'ભારત'માં પ્રિંયકાનો રોલ કરવા સુનીલ ગ્રોવર તૈયાર જુઓ VIDEO

સુનિલ ગ્રોવરે તેના વિડીયો નીચે લખ્યું કે, 'એપ્લિકેશન ફોર ધ વેકેન્સી ફ્રોમ નેન્સી.'

સુનિલ ગ્રોવરે તેના વિડીયો નીચે લખ્યું કે, 'એપ્લિકેશન ફોર ધ વેકેન્સી ફ્રોમ નેન્સી.'

 • Share this:
  મુંબઇ: 'ભારત' ફિલ્મમાંથી પ્રિયંકા ચોપરાનાં બહાર થયા બાદ કોમેડિયન સુનીલ ગ્રોવરે ફિલ્મમાં પ્રિયંકાની જગ્યા લેવીની ઇચ્છા વ્યક્ત કરી છે. ફિલ્મનાં નિર્દેશક અલી અબ્બાસ ઝફરે એક ટ્વિટ કર્યું હતુ કે ટૂંક સમયમાં તેઓ ફિલ્મ માટે સલમાન ખાન સાથે લિડ એક્ટ્રેસનાં નામની જાહેરાત કરશે. તેમણે થોડા દિવસ પહેલા માહિતી આપી હતી કે પ્રિયંકા તેમનાં આ પ્રોજેક્ટમાં કામ નથી કરી રહી.

  અલી અબ્બાસ ઝફરનાં આ ટ્વિટ બાદ કોમેડિયન સુનીલ ગ્રોવરે એક વિડીયો બનાવ્યો છે. આ વિડીયો દ્વારા સુનીલે પ્રિયંકા ચોપરાનો રોલ કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે. સુનીલ ગ્રોવર તરફથી ટ્વિટર પર શેર કરવામાં આવેલા વિડીયોને અત્યાર સુધી 87 હજારથી વધારે લોકો જોઇ ચુક્યા છે. તેણે તેના વિડીયો નીચે લખ્યું કે, 'એપ્લિકેશન ફોર ધ વેકેન્સી ફ્રોમ નેન્સી.'  આ વિડીયો ઘણો જ ફની છે. આ વિડીયો જોઇને ફિલ્મનાં નિર્દેશક પણ પેટ પકડીને હસ્યા હતાં. અને તેમણે ટ્વિટ કરીને લખ્યું કે, 'તમે બહુ ક્રેઝી છો. તમે આવા જ રહો.' ઉલ્લેખનીય છે કે સુનીલ ગ્રોવર પહેલાથી જ 'ભારત' ફિલ્મનો ભાગ છે.

  Published by:Margi Pandya
  First published: