ફરી એક વખત રિંકુ ભાભીનાં પાત્રમાં જોવા મળ્યો સુનીલ, જુઓ VIDEO

News18 Gujarati
Updated: August 17, 2019, 6:10 PM IST
ફરી એક વખત રિંકુ ભાભીનાં પાત્રમાં જોવા મળ્યો સુનીલ, જુઓ VIDEO

  • Share this:
એન્ટરટેઇન્મેન્ટ ડેસ્ક: ધ કપિલ શર્મા શોમાં સુનીલ ગ્રોવરનો ખાલીપો હમેશાં વર્તાય છે. તેમાં પણ તેનાં ખાસ પાત્રો જેવા કે, ડોક્ટર મશ્હુર ગુલાટી હોય કે, રિન્કુ ભાભી દર્શકોનાં મનમાં રહેશે. સુનીલ ગ્રોવર તેનાં પાત્રને જીવંત રાખવા એટલી મહેનત કરે છે કે તે દર્શકોનાં મનમાં વસી જાય છે.

સુનીલના ફેન્સ માટે એક ખુશ ખબર છે. સુનીલ ગ્રોવરનો એક વીડિયો વાયરલ થયો છે જેમાં તે રિન્કુ ભાભીનાં અવતારમાં નજર આવે છે. સુનીલે બાલીમાં એક વેડિંગ પ્રોગ્રામમાં આ પાત્રમાં પરફોર્મ કર્યુ છે. આ દરમિયાન એક સમારોહમાં પહોંચેલા મહેનાનો સાથે તેણે ખુબજ ધમાલ મસ્તી કરી હતી.

વીડિયોમાં રિન્કુ ભાભી મેરે હસબન્ડ મુજે પ્યાર નહી કરતે સોન્ગ ગાઈ રહી છે. આ દરમિયાન તે એક મહેમાનને પુછે છે કે પતિ પાસે કેવી રીતે પ્રેમ કરાવવો, પ્લીઝ બતાવો. આ સવાલના જવાબમાં રાખી કહે છે મને શરમ આવે છે. રિન્કુ ભાભી કહે છે મને શરમ નથી આવતી બાકી બધુ આવે છે.સુનીલનાં વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, છેલ્લે સુનીલ ગ્રોવર સલમાન ખાનની સાથે ભારત ફિલ્મમાં નજર વ્યો હતો. હાલમાં તેનાં હાથમાં કોઇ પ્રોજેક્ટ નથી. સુનીલ ગ્રોવરે આ સિવાય હીરોપંતી, બાગી, પટાખા, ગજની જેવી ફિલ્મોમાં નજર આવી ચુક્યો છે.
First published: August 17, 2019, 6:10 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading