Home /News /entertainment /

કપિલનો સુનીલને જડબાતોડ જવાબ, 'પાજી તમને 100 વાર ફોન કર્યો પણ....'

કપિલનો સુનીલને જડબાતોડ જવાબ, 'પાજી તમને 100 વાર ફોન કર્યો પણ....'

કપિલે કહ્યું, સુનીલપાજી તમને 100વાર ફોન કર્યો, બેવાર ઘરે આવ્યો હતો પરંતુ તમે ઈવેન્ટમાં વ્યસ્ત હોવાને કારણે ક્યારેય મળ્યા જ નહીં.

કપિલે કહ્યું, સુનીલપાજી તમને 100વાર ફોન કર્યો, બેવાર ઘરે આવ્યો હતો પરંતુ તમે ઈવેન્ટમાં વ્યસ્ત હોવાને કારણે ક્યારેય મળ્યા જ નહીં.

    મુંબઈઃ કોમેડી કિંગ કપિલ શર્માનો નવો શો 'ફેમિલી ટાઈમ વિથ કપિલ શર્મા' શો સાથે ફરી પાછો આવી રહ્યો છે. જોકે, આ શોમાં સુનીલ ગ્રોવર નથી.છતાં પણ તેમની વાતોથી તેઓ ચર્ચામાં છે. હાલમાં સોશિયલ મીડિયામાં બંને વચ્ચે બબાલ ચાલી રહી છે.

    આ બબાલનું કારણ છે કપિલનાં શોમાં સુનીલનું ન હોવું. આ વિશે એક ચાહકે સુનીલને સવાલ કર્યો હતો કે શું તે આ શોમાં જોવા મળશે... ત્યારે સુનીલ ગ્રોવરે કહ્યું હતું કે, હું આ શોમાં કામ કરવા માટે ઘણો જ ઉત્સાહિત હતો પણ લાંબા સમય સુધી રાહ જોયા પછી પણ કોઇએ તેને ફોન કર્યો ન હતો. અંતે મને નવો શો મળી ગયો છે.



    સુનીલ ગ્રોવરની ટ્વિટ વાંચતા જ કપિલ શર્મા રોષે ભરાયો હતો અને તેણે વળતો જવાબ આપતા કહ્યુ હતુ કે સુનીલપાજી તમને 100વાર ફોન કર્યો, બેવાર ઘરે આવ્યો હતો પરંતુ તમે ઈવેન્ટમાં વ્યસ્ત હોવાને કારણે ક્યારેય મળ્યા જ નહીં. સારું રહેશે પાજી કે તમે આવી અફવાઓ ના ફેલાવો કે તમને ફોન ના કર્યો. ત્યારબાદ કપિલ શર્માએ કહ્યુ હતુ કે તેને ખ્યાલ છે કે તમારી પાછળ જે કામ કરી રહ્યા છે, તેને તમારામાંથી કંઈ જ નહીં મળે, ધ્યાન રાખો તમારું.

    Published by:Margi Pandya
    First published:

    Tags: Kapil Sharma, Sunil Grover

    આગામી સમાચાર