ઇન્ટરવ્યૂ તો લેવું'તું પણ નરગીસને જોતા જ સુનિલ દત્ત નર્વસ થઈ ગયા'તા, પછી થયું કંઈક એવું જેને આજે પણ લોકો યાદ કરે છે

ફાઈલ તસવીર

વર્ષ 1957માં આવેલી મધર ઇન્ડિયા બાદ તેણે સુનીલ દત્ત સાથે લગ્ન કરી લીધા. વર્ષ 1981ની ત્રીજી મેના રોજ 58 વર્ષની ઉમરે તેને કેન્સર થયું હોવાનું સામે આવ્યું હતું.

  • Share this:
મુંબઈઃ હિન્દી ફિલ્મ (hindi film) જગતમાં નરગીસ દત્તનું (Nargis Dutt) નામ અમર થઈ ગયું છે. નરગીસે પોતાની કારકિર્દીમાં એકથી એક ચડિયાતી ફિલ્મો આપી છે. નરગીસે પોતાની ફિલ્મ કારકિર્દીની શરૂઆત પાંચ વર્ષની ઉંમરથી જ કરી હતી. બાળ કલાકાર તરીકે કલા પાથર્યા બાદ નરગીસે શ્રી 420, મધર ઇન્ડિયા, ચોરી ચોરી, આવારા, આહ અને અનહોની જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું. વર્ષ 1957માં આવેલી મધર ઇન્ડિયા બાદ તેણે સુનીલ દત્ત (sunil dutt) સાથે લગ્ન કરી લીધા. વર્ષ 1981ની ત્રીજી મેના રોજ 58 વર્ષની ઉમરે તેને કેન્સર થયું હોવાનું સામે આવ્યું હતું. ત્યાર બાદ તેમનું મૃત્યુ થઈ ગયું હતું. આજે નરગીસ દત્તની 40મી પુણ્યતિથિ છે. આજે આપણે નરગીસ અને સુનીલ દત્ત વચ્ચેના સંબંધો અને પ્રેમના કિસ્સા અંગે જાણીશું.

ઇન્ટરવ્યૂ પહેલા જ સુનિલ દત્ત નર્વસ હતા
બોલિવૂડમાં નરગીસનો પ્રવેશ ઘણા સમયથી થઈ ગયો હતો. તે સમયે સુનિલ દત્ત ઓલ ઇન્ડિયા રેડિયોમાં રેડિયો જોકી હતા. બીજી તરફ નરગીસ ખૂબ ખ્યાતનામ બની ગઈ હતી. સુનીલ દત્તને નરગીસ ખૂબ જ પસંદ હતી. સુનીલ દત્તને નરગીસનો ઇન્ટરવ્યૂ કરવાની જવાબદારી સોંપાઈ હતી.

બધી વસ્તુ બરાબર ચાલતી હતી, પણ નરગીસ સામે આવતા જ સુનિલ દત્ત નર્વસ થઈ ગયા. ઇન્ટરવ્યૂની વાત તો એક બાજુ રહી, તેઓ નરગીસ સાથે સરખી રીતે વાત પણ ન કરી શક્યા. તે ઇન્ટરવ્યૂ તો થયો જ નહીં, સાથે સુનિલ દત્તની નોકરી પણ જોખમમાં મુકાઈ ગઈ.

આ પણ વાંચોઃ-માતાને તડપતી જોઈને મોંઢાથી ઓક્સીજન આપવા લાગી પુત્રીઓ, હૃદયદ્રાવક વીડિયો થયો વાયરલ

આ પણ વાંચોઃ-કરુણ ઘટના! રાજકોટઃ લગ્નના ચાર દિવસ બાદ નવવધૂએ કરી આત્મહત્યા, મહેંદીનો ઉડે તે પહેલા જ જીવન ટૂંકાવ્યું

આ પણ વાંચોઃ-વાપીનો યુવક અને મહારાષ્ટ્રની મહિલા બાઈક ઉપર કરી રહ્યા હતા 'આવું' કામ, પોલીસે રંગેહાથે પકડ્યા

આ પણ વાંચોઃ-કરુણ ઘટના! કાળમુખો કોરોના ભાઈ-બહેનને ભરખી ગયો, ભાઈએ લગ્નના દિવસે જ લીધા અંતિમશ્વાસ

રાજકપૂર અને નરગીસ
1949માં મહેબૂબ ખાનની ફિલ્મ અંદાઝની સફળતા નરગીસ, રાજ કપૂર અને દિલીપ કુમાર માટે મહત્વની હતી. અંદાઝ બાદ રાજ કપૂર અને નરગીસની ફિલ્મ બરસાત રિલીઝ થઈ. બંને ફિલ્મોની સફળતાએ નરગીસ અને રાજ કપૂરની ભાગ્ય ખોલી નાખ્યા. રાજ કપૂર અને નરગીસે એક સાથે 16 ફિલ્મોમાં કામ કર્યું. પડદા ઉપર બંને વચ્ચેની કેમેસ્ટ્રીની જેટલી ચર્ચા થઈ તેનાથી વધુ ચર્ચા અંગત જીવન અંગે થવા લાગી.રાજ કપૂરના પરિવારને આ વાતની ખબર પડતા મોટો હોબાળો મચી ગયો હતો. પરિવારને વિખેરાતો જોઈને રાજ કપૂર ધીમે ધીમે નરગીસથી દૂર જવા લાગ્યા. રાજ કપૂરના આવા વર્તનથી નરગીસ ખૂબ પરેશાન રહેવા લાગી. કિશ્વર દેસાઈની બુક ડાર્લિંગ જી મુજબ નરગિસે ઘણી વખત આપઘાત કરવાનો પણ વિચાર કર્યો હતો.
First published: