Home /News /entertainment /

Mumbai Drug Bust: આર્યન ખાનની પૂછપરછ ચાલુ, સુનીલ શેટ્ટી બોલ્યો- સત્ય સામે આવવાં દો, તે બાળક છે

Mumbai Drug Bust: આર્યન ખાનની પૂછપરછ ચાલુ, સુનીલ શેટ્ટી બોલ્યો- સત્ય સામે આવવાં દો, તે બાળક છે

સુનીલ શેટ્ટીએ આર્યન ખાન પર આપ્યું નિવેદન

શાહરૂખ ખાનનાં દીકરા (Shahrukh Khan Son) આર્યન ખાનનાં (Aryan Khan) ડ્રગ્સ કેસ સાથે જોડાયેલું કંઇ જ નિવેદન સામે આવ્યું નથી. કહેવાય છે કે, શાહરૂખ ખાન સતત NCBનાં અધિકારીઓની સાથે જોડાયેલો છે અને પળ પળની માહિતી મેળવી રહ્યો છે. તો આર્યનની માતા ગૌરી ખાન ખુબજ ચિંતિત છે.

વધુ જુઓ ...
  નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)એ શનિવારે મુંબઇથી ગોવા જઇ રહેલી ક્રૂઝમાં ડ્રગ્સ પાર્ટી (Drugs Party)નો ભાંડો ફોડી દીધો છે. ક્રૂઝ પર મુસાફર બનીને પહોંચેલી NCBની ટીમે અહીં રેડ પાડી હતી. આ પાર્ટીમાં બોલિવૂડ, ફેશન અને બિઝનેસ સાથે જોડાયેલાં લોકો શામેલ થયા હતાં. આ મામલે NCBએ અત્યાર સુધીમાં 8 લોકોની ધરપકડ કરી હતી. NCBએ જાહેર કરેલાં નિવેદન અનુસાર, 2 ઓક્ટોબરનાં કોર્ડેલિયા ક્રૂઝ પર રેડ પાડવામાં આવી હતી. અને ત્યાં હાજર તમામ લોકોની તપાસ કરવામાં આવી.આ દરમિયાન NCBએ MDMA, કોકેઇન, MD અને ચરસ મળી આવ્યું હતું. આ મામલે અત્યાર સુધીમાં 8 લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે. જેમાં બે મહિલાઓ પણ શામેલ છે. NCBએ આ મામલે કેસ દાખલ કરી તપાસ શરૂ કરી દીધી છે.

  આ પણ વાંચો-Drugs Party: ત્રણ દિવસ ચાલવાની હતી આ પાર્ટી, NCBએ Aryan Khan સહિત 8 યુવાઓની કરી અટકાયત

  શાહરૂખ ખાનનાં (Shahrukh Khan) દીકરા આર્યન ખાનનાં (Aryan Khan) ડ્રગ્સ કેસ (Drugs Case) સાથે જોડાયેલું કંઇ જ નિવેદન સામે આવ્યું નથી. કહેવાય છે કે, શાહરૂખ ખાન સતત NCBનાં અધિકારીઓની સાથે જોડાયેલો છે અને પળ પળની માહિતી મેળવી રહ્યો છે. તો આર્યનની માતા ગૌરી ખાન ખુબજ ચિંતિત છે.

  આ પણ વાચો-Drugs Party: કોઇએ અન્ડરવેરમાં તો મહિલાએ પર્સનાં હેન્ડલમાં છુપાવ્યું ડ્રગ્સ- NCB અધિકારી

  આ મામલે સુનીલ શેટ્ટીએ આજતકને આપેલાં ઇન્ટરવ્યૂંમાં આર્યન માટે કહ્યું- તે હજુ બાળક છે સત્ય બહાર આવવું જોઇએ- NCBની કાર્યવાહી પર સુનીલ શેટ્ટીએ આર્યન ખાન અંગે આજતક સાથે વાત કરી છે. તેણે કહ્યું, 'હું તે કહેવાં ઇચ્છુ છું કે, જ્યાં જ્યાં રેડ પડે છે ત્યાંથી ઘણાં બધા લોકો પકડાય છે. અને આપણે માની લઇએ છીએ કે, તેમાં બાળકોએ પણ ડ્રગ્સ કન્ઝ્યુમ કર્યું હશે કે પછી આ જ બાળકે કર્યું હશે. પણ હજુ તપાસ હાજર છે. તે બાળકને શ્વાસ લેવાની તક આપો. હમેશાં બોલિવૂડ પર, અમારી ઇન્ડસ્ટ્રી પર કંઇ થાય છે તો દરેક મામલે મીડિયા તૂટી પડે છે. અને સમજે છે કે, આવું જ થયું હશે. બાળકને એક તક આપો. સત્ય સામે આવવા દો. બાળક છે. તેનું ધ્યાન રાખવું અમારી જવાબદારી છે.'

  આ આઠ લોકોની લિસ્ટમાં
  આર્યન ખાન (Aryaan Khan)
  અરબાઝ મર્ચન્ટ (Arbaaz Merchant)
  મૂનમૂન ધામેચા (Munmun Dhamecha)
  નૂપુર સારિકા (Nupur Sarika)
  ઇસ્મત સિંઘ (Ismeet Singh)
  મોહક જૈસવાલ (Mohak Jaswal)
  વિક્રાંત ચોકર (Vikrant Chhoker)
  ગોરમિત ચોપરા (Gormit Chopra)

  NCBએ તમામનાં મોબાઇલ ફોન જપ્તે કરી લેવામાં આવ્યાં છે. NCBનાં અધિકારીઓનુંક હેવું છે કે, આ મામલાની કાયદામાં રહીને તપાસ કરવામાં આવી રહી છે. જેનાં વિરુદ્ધ પૂરાવા મળશે તેનાં વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.
  વધુ રસપ્રદ સમાચાર વાંચો: Business | Latest News | Entertainment | Gujarat News | દેશ વિદેશ | ધર્મ ભક્તિ | Sport | Lifestyle પર ક્લિક કરો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમને FACEBOOK | Twitter | Instagram | YouTube પર ફોલો કરો

  Published by:Margi Pandya
  First published:

  Tags: Aaryan Khan, Entertainment news, King Khan, Mumbai drug bust, Shahrukh Khan, SRK Son

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन