Home /News /entertainment /કેએલ રાહુલને જમાઇ નથી માનતો સુનીલ શેટ્ટી! દીકરીના લગ્ન બાદ 'અન્ના'ના આ નિવેદનની સૌથી વધુ ચર્ચા
કેએલ રાહુલને જમાઇ નથી માનતો સુનીલ શેટ્ટી! દીકરીના લગ્ન બાદ 'અન્ના'ના આ નિવેદનની સૌથી વધુ ચર્ચા
દીકરીને દુલ્હન બનતા જોઈને સુનીલ શેટ્ટી ખૂબ જ ઇમોશનલ દેખાઈ રહ્યા હતા.
Athiya Shetty-KL Rahul Wedding update- આથિયા શેટ્ટી (Athiya Shetty) અને કેએલ રાહુલના (KL Rahul) લગ્નની રાહ ફેન્સ લાંબા સમયથી જોઈ રહ્યા હતા. ગત સોમવારે આ કપલ લગ્નના બંધનમાં બંધાયું હતું. આ દિવસોમાં આ કપલના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. દીકરીના લગ્ન દરમિયાન ઇમોશનલ થયેલા સુનીલ શેટ્ટીનું નિવેદન હાલ ખૂબ જ ચર્ચામાં છે.
સોમવારે બોલિવૂડ અને ક્રિકેટ જગતના વધુ એક કપલે લગ્ન કર્યા. આથિયા શેટ્ટી અને કેએલ રાહુલના લગ્નની ફેન્સ લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા. સોમાવર પર, આ કપલે સુનીલ શેટ્ટીના ખંડાલા ફાર્મ હાઉસ પર સાત ફેરા લઈને એકબીજાને જીવનસાથી બનાવ્યા. લાડલી દીકરીને દુલ્હન બનતા જોઈને સુનીલ શેટ્ટી ખૂબ જ ઇમોશનલ દેખાઈ રહ્યા હતા. દીકરીના લગ્ન બાદ સુનીલ શેટ્ટી પુત્ર અહાન શેટ્ટી સાથે મીડિયાને મળ્યા હતા.
સુનીલ શેટ્ટીએ મીડિયાને મીઠાઈ વહેંચીને પોતાની ખુશીમાં સામેલ કર્યા. મીડિયા સાથેની વાતચીત દરમિયાન સુનીલ શેટ્ટીએ તેની દીકરી અને કેએલ રાહુલ વિશે જે કહ્યું તે ચર્ચામાં આવી ગયું છે. અન્નાના દિલની વાતથી જાણી શકાય છે કે તે પોતાની લાડલીને કેટલો પ્રેમ કરે છે.
હકીકતમાં, મીડિયા સાથે વાત કરતી વખતે ઇમોશનલ થયેલા સુનીલ શેટ્ટીએ કહ્યું કે જેમ અહાન તેનો પુત્ર છે, તેવી જ રીતે કેએલ રાહુલ પણ તેનો પુત્ર છે. સુનીલ શેટ્ટી નથી ઈચ્છતા કે સસરા અને જમાઈ જેવો કોઈ સીન તેની અને રાહુલ વચ્ચે થાય. તે કહે છે કે તે પિતાની ભૂમિકા ખૂબ સારી રીતે નિભાવી રહ્યો છે. 'અન્ના' આગળ કહે છે, "હવે લગ્ન થઈ ગયા છે, તો હા હું ઓફિશિયલી સાસરો બની ગયો છું."
કેએલ રાહુલ અને આથિયા શેટ્ટીના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર છવાયેલી છે. આ બંનેની લવસ્ટોરી કોઈ ફિલ્મની સ્ટોરીથી ઓછી નથી. આથિયા અને કેએલ રાહુલે ભલે તેમના લગ્નમાં માત્ર 100 લોકોને જ આમંત્રણ આપ્યું હોય, પરંતુ સોશિયલ મીડિયા પર ફેન્સની સાથે સાથે ઘણા સેલેબ્સ કપલને તેમના લગ્ન માટે શુભેચ્છા આપી રહ્યા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર