સેલેબ્રિટી જ્યોતિષ સંદીપ કોચરે કહ્યું-જૂન સુધી Corona સંકટ ચાલુ રહેશે

News18 Gujarati
Updated: March 21, 2020, 4:43 PM IST
સેલેબ્રિટી જ્યોતિષ સંદીપ કોચરે કહ્યું-જૂન સુધી Corona સંકટ ચાલુ રહેશે
પ્રતિકાત્મક તસવીર

કોરોના વાયરસ સમેત આર્થિક મંદીના ખતરો આ વર્ષ સુધી ચાલી રહેશે.

  • Share this:
કોરોના (Coronavirus)નો કહેર એટલો બધો વધી રહ્યો છે કે લોકોના મનમાં સતત તે સવાલ ઊભો થઇ રહ્યો છે કે આ બધું ક્યારે પતશે? ક્યારે આપણું જીવન પહેલા જેવું સામાન્ય થશે. ત્યારે તમામ મોટા ફિલ્મી સ્ટાર અને ક્રિકેટ ખેલાડીઓ તથા જાણીતા વેપારીઓને કેરિયર સંબંધી સલાહ આપવા માટે જાણીતા સેલેબ્રિટી એસ્ટ્રોલોજર અને મોટીવેશનલ સ્પીકર સંદીપ કોચરે કોરોના વાયરસની અસર એપ્રિલના બીજા સપ્તાહમાં ઓછી થવા અને જૂનના અંત ફરી એક વાર જોર પકડવાની વાત કહી લોકોને તે અંગે સચેત કર્યા છે. સંદીપ કોચરે નરેન્દ્ર મોદીની વાપસી, રામ મંદિર નિર્માણ અંત, ડ્રોનાલ્ડ ટ્રંપની ફરી જીત અને વૈશ્વિક આર્થિક સંકટ વિષે બે વર્ષ પહેલા જુલાઇમાં ભવિષ્યવાણી કરી હતી.અમર ઉજાલામાં છપાયેલી ખબર મુજબ સંદીપે તેમના ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે આવનારા સમયમાં આર્થિક સંકટ વધુ પ્રભાવી બનશે. માટે આવનારા કેટલાક મહીના સાવધાની રાખવાની જરૂર છે. વળી ગ્રહોની ચાલથી જૂનથી લઇને સપ્ટેમ્બર સુધી લોકોને સચેત રહેવાની જરૂર છે તેમ પણ તેમને જણાવ્યું. વધુમાં ફિલ્મ જગતની મોટા બજેટ વાળી કેટલીક ફિલ્મ બંધ થવાની પણ તેમણે આશંકા વ્યક્ત કરી. તેમણે કહ્યું કે ગ્રહોની ચાલ જણાવે છે કે કેટલીક મોટી ફિલ્મોને નુક્શાન થશે. અને આર્થિક મંદી જે હાલ શરૂ થઇ છે તે આવનારા વર્ષ સુધી ચાલુ રહેશે. વળી ભારતની રાજનૈતિક કુંડળીમાં પણ મોટી ઉથલપુથલ જોવા મળશે. ત્યારે હવે જોવાનું તે રહે છે કે તેમની આ ભવિષ્યવાણી આવનારા સમયમાં કેટલી સાચી ઠરે છે.

First published: March 21, 2020
વધુ વાંચો
अगली ख़बर