Home /News /entertainment /The Kapil Sharma Show: 'લિપ્સ તો નાનપણથી જ મોટા...', સુમોનાનો બાળપણના ફોટોઝ જોઈ કોમેન્ટનો વરસાદ
The Kapil Sharma Show: 'લિપ્સ તો નાનપણથી જ મોટા...', સુમોનાનો બાળપણના ફોટોઝ જોઈ કોમેન્ટનો વરસાદ
સુનોના ચક્રવર્તી બાળપણનો ફોટો
સુમોના (Sumona Chakravarti) 11 વર્ષની ઉંમરથી જ શોબિઝનો ભાગ છે. તેણે આમિર ખાન અને મનીષા કોઇરાલા અભિનિત ફિલ્મ મનમાં ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે કામ કર્યું હતું. ધ કપિલ શર્મા શોનો ભાગ બન્યા પછી તે ઘરે ઘરે જાણીતું નામ બની ગઈ
ધ કપિલ શર્મા શો (The Kapil Sharma Show) માત્ર કપિલ પર જ આધારિત નથી. તેમાં દરેક કલાકારનું આગવું સ્થાન છે. તેઓ લોકોને ખડખડાટ હસાવવાના પ્રયાસો કરે છે. સુમોના (Sumona Chakravarti) પણ લોકોને હસાવે છે. જોકે, ધી કપિલ શર્મા શોની ત્રીજી સિઝનમાં તેને પડતી મુકાયાની વાત વહેતી થતા ચાહકો નારાજ થયા હતા. તે શોના પ્રોમોમાં જોવા મળી નહોતી. અલબત્ત ત્યારબાદ સુમોનાએ પોતે શોમાં હોવાનો ખુલાસો કર્યો હતો. આ વાત ચાહકો માટે સરપ્રાઈઝ સમાન હતી.
આ દરમિયાન તેણે વાચકોને વધુ એક સરપ્રાઈઝ આપી છે. તેણીએ તેના બાળપણની કેટલીક સુંદર તસવીરો શેર કરી છે. સુમોના (Sumona Chakravarti) 11 વર્ષની ઉંમરથી જ શોબિઝનો ભાગ છે. તેણે આમિર ખાન અને મનીષા કોઇરાલા અભિનિત ફિલ્મ મનમાં ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે કામ કર્યું હતું. ધ કપિલ શર્મા શોનો ભાગ બન્યા પછી તે ઘરે ઘરે જાણીતું નામ બની ગઈ હતી.
સુમોનાએ તાજેતરમાં જ ઇન્સ્ટાગ્રામ પર એકદમ ક્યૂટ ફોટા પોસ્ટ કર્યા છે અને ચાહકો તેના પર વિવિધ કોમેન્ટ કરી રહ્યા છે. કેટલાકએ તેના મોટા હોઠ વિશે રમૂજી ઓબ્ઝર્વેશન પણ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, સુમોનાનો કો-સ્ટાર કપિલ શર્મા અવારનવાર શો દરમિયાન તેના હોઠની સાઇઝની મજાક ઉડાવે છે.
સુનોના ચક્રવર્તી બાળપણનો ફોટો
પહેલા ફોટામાં સુમોના ટ્રેડિશનલ ગ્રીન અને રેડ આઉટફિટમાં જોઇ શકાય છે. તેની પાસે મોટી બ્લેક બેગ પણ છે. તેના વાળ ટૂંકા અને વ્યવસ્થિત છે. બીજા ફોટામાં તે તાઈકવાન્ડો ડ્રેસમાં જોવા મળી રહી છે. જેથી તેના મિત્ર અને અન્ય ઘણા લોકોએ તેને કુંગફુ પાંડા કહી છે. આ સાથે જ અમુક ચાહકોએ ધ્યાન દોર્યું છે કે, બાળપણમાં પણ તેના હોઠ મોટા હતા.
ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરાયેલા આ ફોટોઝ ચાહકોને ખૂબ ગમી રહ્યા છે. પરિણામે ફોટોઝ પર લાઈક અને કોમેન્ટનો વરસાદ થયો છે. ફોટાના કોમેન્ટ બોક્સમાં અનેક લોકો રમૂજ કરતા પણ નજરે પડે છે.
ઉલ્લેખનીય છે કે, ધી કપિલ શર્મા શો ઉપરાંત સુમોના એકતા કપૂરની બડે અચ્છે લગતે હૈંમાં પણ પોતાના રોલ માટે જાણીતી છે. જેમાં તેણે લીડ એક્ટર રામ કપૂરની સાવકી બહેન નતાશાનો રોલ કર્યો હતો.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર