Home /News /entertainment /

અભિનેત્રી સુલક્ષણા પંડિતની ટ્રેજિક લવ સ્ટોરી, બોલિવુડ ફિલ્મથી ઓછી નથી આ લવ સ્ટોરી, જાણીને પીગળી જશે તમારું દિલ

અભિનેત્રી સુલક્ષણા પંડિતની ટ્રેજિક લવ સ્ટોરી, બોલિવુડ ફિલ્મથી ઓછી નથી આ લવ સ્ટોરી, જાણીને પીગળી જશે તમારું દિલ

સુલક્ષણા પંડિત લવ લાઈફ

સુલક્ષણા પંડિત (Sulakshana Pandit) એક લોકપ્રિય ગાયિકા હતી અને તેમણે 1970ના દાયકામાં ઘણા હિટ ગીતો માટે પ્લેબેક સિંગિંગ કરી પોતાનો મધુર અવાજ આપ્યો હતો. સંજીવ કુમાર (Sanjeev Kumar) ના મૃત્યુથી સુલક્ષણા સંપૂર્ણપણે વિખેરાઈ ગઈ અને તે સમયના ઘણા સ્ટાર્સ સાથે કામ કરી ચૂકેલી ઉભરતી અભિનેત્રી નિરાશામાં સરી પડી

વધુ જુઓ ...
    Sulakshana Pandit Love Story : ઘણી નવી અને જૂની બોલિવૂડ ફિલ્મોમાં સ્ટોરી લીડ કેરેક્ટરના એકતરફી પ્રેમ (one-sided love) અને પ્રેમ પામવામાં નિષ્ફળતા (failure in love life)ની આસપાસ વણાયેલી જોવા મળી છે. આવી ફિલ્મોમાં ઘણીવાર આપણે જોયું છે કે ફિલ્મનો હીરો બવિદાન આપી દે છે અથવા તો પોતાના પ્રેમમાં આજીવન અપરણિત રહે છે. ત્યારે વિતેલા સમયની સુપ્રસિધ્ધ સિંગર અને એક્ટ્રેસ સુલક્ષણા પંડિત (Sulakshana Pandit) ની રિયલ લાઈફ સ્ટોરી (Sulakshana Pandit’s real life story) બોલિવુડની કંઈક આવી ફિલ્મ સ્ટોરીઝને મળતી આવે છે.

    સુલક્ષણા પંડિતનો સંજીવ કુમાર (Sanjeev Kumar) પ્રત્યેનો અપાર પ્રેમ એ જમાનામાં ચર્ચાનો વિષય હતો. અભનેત્રી સુલક્ષણા પંડિતની અસફળતા અને ફોલબેકનુ કારણ પણ તેમના પ્રેમ જીવનની નિષ્ફળતા ગણવામાં આવે છે. સુલક્ષણા એક લોકપ્રિય ગાયિકા હતી અને તેમણે 1970ના દાયકામાં ઘણા હિટ ગીતો માટે પ્લેબેક સિંગિંગ કરી પોતાનો મધુર અવાજ આપ્યો હતો. તેમણે વર્ષ 1975માં સંજીવ કુમાર સાથેની ફિલ્મ ઉલઝનથી અભિનયની શરૂઆત કરી હતી. આ સસ્પેન્સ થ્રિલર ફિલ્મનું ડાયરેક્શન રઘુનાથ ઝાલાની (Raghunath Jhalani) દ્વારા કરવામાં આવ્યું હતું. ફિલ્મના શૂટિંગ દરમિયાન સુલક્ષણા સંજીવ કુમારના પ્રેમમાં પડી ગઈ હતી

    એ વખતે અભિનેતા સંજીવ કુમાર હેમા માલિની (Hema Malini) ને પ્રેમ કરતા હતા. તે હેમા માલિનીને બે વાર પ્રપોઝ પણ કરી ચુક્યા હતા, જો કે, હેમા માલિનીએ સંજીવ કુમારનુ આ પ્રપોઝલ ઠુકરાવી દીધો હતો. બીજી તરફ સંજીવ કુમારે ક્યારેય સુલક્ષણા પંડિતના અપાર પ્રેમનો બદલો આપ્યો ન હતો. હેમા માલિનીએ સંજીવ કુમારના પ્રપોઝલને નકારી કાઢ્યા પછી સુલક્ષણા પાસે આશાનું કિરણ હતું અને તેને આશા હતી કે સંજીવ કુમાર તેની પાસે પાછા ફરે પણ ક્યારેય એવું બન્યું નહીં.

    એવું કહેવાય છે કે, સુલક્ષણા સંજીવ કુમારના પ્રેમમાં એટલી પાગલ હતી કે અભિનેતાના ફુડ પ્રત્યેના પ્રેમને જાણીને તે પોતે ભોજન બનાવીને ઉલઝનના સેટ પર લઈ જતી હતી. જો કે સંજીવ કુમારે પોતાનો વિચાર ક્યારેય ન બદલ્યો અને બાદમાં 1985માં હાર્ટ એટેકને કારણે 47 વર્ષની ઉંમરે અભિનેતાનું અવસાન થયું હતું.

    આ પણ વાંચોશું તમે સારા અલી ખાનની આ ટેલેન્ટ વિશે જાણો છો? અબ્બા સૈફ અલી ખાનની આ ફિલ્મની છે દિવાની

    સંજીવ કુમારના મૃત્યુથી સુલક્ષણા સંપૂર્ણપણે વિખેરાઈ ગઈ અને તે સમયના ઘણા સ્ટાર્સ સાથે કામ કરી ચૂકેલી ઉભરતી અભિનેત્રી નિરાશામાં સરી પડી. સુલક્ષણાએ પોતાના કરિયરમાં શત્રુઘ્ન સિંહા, જિતેન્દ્ર, શશિ કપૂર અને સુપરસ્ટાર રાજેશ ખન્ના સાથે કામ કર્યું હતું.
    First published:

    Tags: Bollywood Interesting story, Bollywood Latest News, Bollywood News in Gujarati

    આગામી સમાચાર