Home /News /entertainment /સુકેશને તિહાર BMWમાં મળવી જતી હતી, મીટિંગ માટે મળતા હતા 1.5 લાખ; કોણ છે એ જાણો...
સુકેશને તિહાર BMWમાં મળવી જતી હતી, મીટિંગ માટે મળતા હતા 1.5 લાખ; કોણ છે એ જાણો...
સુકેશ ચંદ્રશેખર કેસમાં વધુ એક નવો ખુલાસો થયો છે.
જેકલીન ફર્નાન્ડીઝ અને નોરા ફતેહી ગેંગસ્ટર સુકેશ ચંદ્રશેખરના સંપર્કમાં હોવાના સમાચાર હવે સામાન્ય થઈ ગયા છે. પરંતુ, આ અભિનેત્રીઓ સિવાય સુકેશ બોલિવૂડની અન્ય અભિનેત્રીના સંપર્કમાં હતો. જે ઘણીવાર મહઠગને મળવા તિહાર જેલમાં જતી હતી. આ મામલે અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે.
મુંબઈઃ હાલના દિવસોમાં જેકલીન ફર્નાન્ડીઝ પોતાની પર્સનલ લાઈફને લઈને સતત ચર્ચામાં છે અને આ વાત કોઈનાથી છુપી નથી. મહા ઠગ સુકેશ ચંદ્રશેખરના કારણે જેકલીન સતત કોર્ટમાં ફરતી ચક્કરો મારતી જોવા મળી છે. ઘણીવાર આ મામલે તે હેડલાઈન્સમાં પણ રહી છે. જેકલીન સિવાય બીજી એક અભિનેત્રી છે જે સુકેશ ચંદ્રશેખરના કારણે કાયદાકીય રીતે મુશ્કેલીમાં ફસાઈ ગઈ છે અને તે છે નોરા ફતેહી. પરંતુ, એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ બંને અભિનેત્રીઓ સિવાય બીજી એક અભિનેત્રી છે જેનું નામ હવે સુકેશ ચંદ્રશેખરના છેતરપિંડીના કેસમાં સામે આવ્યું છે. આ અભિનેત્રી ઘણીવાર ઠગને મળવા તિહાર જેલમાં જતી હતી. હા, આ કેસમાં નવો ખુલાસો ચોંકાવનારો છે.
દિલ્હી પોલીસ દ્વારા દાખલ કરાયેલા 200 કરોડ રૂપિયાના છેતરપિંડીના કેસમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે એપ્રિલ-મે 2018માં ત્રણ અભિનેત્રીઓ/મોડેલ સુકેશને મળવા તિહાર જેલ પહોંચી હતી. પોલીસ દ્વારા દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં કહેવામાં આવ્યું છે કે આ ત્રણેય અભિનેત્રીઓએ પોલીસની પૂછપરછમાં સુકેશ સાથે જોડાયેલા તમામ રહસ્યો જાહેર કર્યા છે. આ અભિનેત્રીઓના નિવેદનથી સ્પષ્ટ થાય છે કે સુકેશે તિહાર જેલના ઉચ્ચ અધિકારીઓને લાંચ આપીને પોતાના પક્ષમાં લીધા હતા, જેમની પાસેથી તે ઘણો ફાયદો લેતો હતો.
સુકેશ ચંદ્રશેખર જેલમાં વૈભવી જીવન જીવી રહ્યો હતો
સુકેશ જેલમાં રહીને પણ વૈભવી જીવન જીવતો હતો. દિલ્હી પોલીસે તેની ચાર્જશીટમાં જણાવ્યું છે કે આ અભિનેત્રીઓ સુકેશને મળવા માટે 1 થી 1.5 લાખ રૂપિયા લેતી હતી અને તેને 45 મિનિટથી 1 કલાક સુધી મળતી હતી. આટલું જ નહીં, જ્યારે કોઈ અભિનેત્રી સુકેશને મળવા આવતી ત્યારે તેને એક સ્પેશિયલ રૂમ આપવામાં આવતો હતો, જ્યાં ટીવી, ફ્રીજ અને ACની વ્યવસ્થા કરવામાં આવતી હતી. અહીં તે અભિનેત્રીઓને મળતો હતો. જો કે આ ત્રીજી અભિનેત્રીનું નામ હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી.
દિલ્હી પોલીસે દાવો કર્યો છે કે આ અભિનેત્રીઓએ પોતે પૂછપરછ દરમિયાન આ બધી વાતો કહી છે. અભિનેત્રીઓએ એ પણ જણાવ્યું કે જ્યારે તેમને સુકેશને મળવા તિહાર જવાનું હતું ત્યારે એક BMW કાર તેમને લેવા આવતી હતી, જે ગેટ નંબર ત્રણથી જેલમાં પ્રવેશતી હતી. આ મામલામાં તિહાર જેલના પૂર્વ ડાયરેક્ટર જનરલ સંદીપ ગોયલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
Published by:Sachin Solanki
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર