Home /News /entertainment /જેક્લીન પર આવશે આફત? સુકેશ ચંદ્રશેખરે મની લોન્ડરિંગ કેસમાં કર્યા મોટા ખુલાસા, જેલમાંથી લખી ચિઠ્ઠી

જેક્લીન પર આવશે આફત? સુકેશ ચંદ્રશેખરે મની લોન્ડરિંગ કેસમાં કર્યા મોટા ખુલાસા, જેલમાંથી લખી ચિઠ્ઠી

ફોટોઃ @jacquelinef143

સુકેશ ચંદ્રશેખરે મની લોન્ડરિંગ કેસમાં જેલમાંથી તેના વકીલને ચિઠ્ઠી લખી છે. જેમાં સુકેશે મની 200 કરોડના લોન્ડરિંગ કેસ અને જેક્લીન અંગે મોટા ખુલાસા કર્યા છે.

    મુંબઈઃ સુકેશ ચંદ્રશેખર હાલ 200 કરોડની છેતરપિંડીના કેસમાં દિલ્હીની મંડોલી જેલમાં છે. બોલિવૂડ અભિનેત્રી જેક્લીન ફર્નાંડિસ પણ આ તમામ કેસમાં સવાલોનાં ઘેરામાં ફસાઈ ગઈ હતી. એક્ટ્રેસનાં ઘણા ફોટો સુકેશ ચંદ્રશેખરની સાથે સામે આવ્યા હતાં. તેના પછી તે સતત ચર્ચાનો વિષય રહી છે. આ દરમિયાન, સુકેશે તેના પર્સનલ વકીલને ચિઠ્ઠી લખી હતી જે હાલ ચર્ચામાં આવી છે. પોતાની ચિઠ્ઠીમાં સુકેશે બોલિવૂડ એક્ટ્રેસ જેક્લીન ફર્નાંડીસને લઈને પણ મોટો ખુલાસો કર્યો છે. ચાલો જાણીએ, સુકેશે તેની ચિઠ્ઠીમાં શું લખ્યું છે.

    સુકેશ ચંદ્રશેખરે તેના વકીલને જે પત્ર લખ્યો છે, તેમાં તેણે જણાવ્યું છે કે 200 કરોડની છેતરપિંડીમાં જેક્લીનનો કોઈ હાથ નથી. તેણે ચિઠ્ઠીમાં તે પણ જણાવ્યું કે, જેક્લીનને મોંઘા ગીફ્ટ જરૂર આપવામાં આવ્યા છે. તેણે જણાવ્યું કે મેં જેક્લીનને કાર જરૂર આપી હતી પણ તેનું એકમાત્ર કારણ અમે રિલેશનશિપમાં હતાં એટલે આપી હતી. સુકેશે ચિઠ્ઠીમાં એ પણ દાવો કર્યો છે કે, રૈનબેક્સીના પૂર્વ માલિકની બેલ માટે તે 200 કરોડ મોકલ્યા હતાં.

    આ પણ વાંચોઃ Video : જેઠાલાલે દિવાળીની સફાઇમાં કરી નાંખ્યો મોટો કાંડ, બાપુજીના કરી નાંખ્યા આવા હાલ

    ચિઠ્ઠીમાં કર્યો ખુલાસો


    સુકેશે તેની ચિઠ્ઠીમાં લખ્યુ છે- 'આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ વાત છે કે, મની લોન્ડ્રિંગ L મામલામાં જેક્લીનને સામેલ કરવામાં આવી રહી છે, તેણીને આરોપી બનાવવામાં આવી રહી છે. મે પહેલા પણ સાફ કહી દીધુ હતું કે એમે રિલેશનશિપમાં છીએ અને ફક્ત એના માટે મેં તેને ગિફ્ટ્સ આપ્યા છે. તેમાં તેણીનો કે તેણીના પરિવારનો કોઈ જ વાંક નથી. જેક્લીને મને પ્રેમ કરવા અને મારી સાથે ઉભુ રહેવા સિવાય કશું જ નથી માંગ્યું. જેક્લીન અને તેના પરિવાર પર મેં જે પણ ખર્ચ કર્યો છે, તે કાયદાકીય રીતે કમાયેલા પૈસા હતાં અને આ વાત જલ્દી ટ્રાયલ કોર્ટમાં સાબિત પણ થઈ જશે.'

    આ પણ વાંચોઃ ફેસ્ટિવ સિઝનમાં કંગનાએ શેર કરી ફેસ્ટિવ વાઇબ્સ, ફેન્સે કહ્યુ- 'કોઈની નજર...'

    સુકેશે પત્રમાં દાવો કર્યો છે કે, આ સંપૂર્ણ મામલામાં જેક્લીનને જબરદસ્તી ઘસેડવામાં આવી રહી છે. સુકેશે લખ્યુ- 'આવનારા સમયમાં એ સાબિત થઈ જશે કે મની લોન્ડ્રિંગ કેસમાં જેક્લીન કે તેના પરિવારનો કોઈ જ હાથ નથી' સુકેશે એ પણ કહ્યુ કે તે જલ્દી જેક્લીન અને તેના પરિવારને એ તમામ પાછું આપી દેશે, જે તેમણે ખોયું છે. જણાવી દઈએ કે, જેક્લીનને દિવાળી પર કોર્ટ દ્વારા પહેલાંથી જ રાહત મળી ગઈ છે.

    કારણકે, તેણીની છેલ્લી જામીન 10 નવેમ્બર સુધી વધારી દેવામાં આવી છે.
    Published by:Hemal Vegda
    First published:

    Tags: Bollywod, Entertainment news, Jacqueline Fernandez, Sukesh Chandrashekhar Case

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन