Home /News /entertainment /'જેક્લીન નહીં,મને તુ પસંદ છે', નોરાને પોતાની પ્રેમની જાળમાં ફસાવવા ભેજાબાજ સુકેશે ઘડ્યો હતો આવો માસ્ટર પ્લાન
'જેક્લીન નહીં,મને તુ પસંદ છે', નોરાને પોતાની પ્રેમની જાળમાં ફસાવવા ભેજાબાજ સુકેશે ઘડ્યો હતો આવો માસ્ટર પ્લાન
જેકલીન ફર્નાન્ડિઝ અને નોરા ફતેહીના સંબંધમાં સુકેશ સામે સપ્લીમેન્ટરી ચાર્જશીટ પણ ફાઇલ કરવામાં આવી છે.
મહાઠગ સુકેશ ચંદ્રશેખર (Sukesh Chandrasekhar Money Laundering Case) સાથે પોતાની મિત્રતાને પગલે બોલિવૂડની બે એક્ટ્રેસ કાનૂની ફચડામાં ફસાઈ ગઈ છે. બંને એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડિસ અને નોરા ફતેહી આ બાબતને લઈને સતત ચર્ચામાં રહે છે. દરમિયાન આ મામલે એક નવો ખુલાસો થયો છે. જે નોરા ફતેહી સાથે સંબંધિત છે.
કોનમેન સુકેશ ચંદ્રશેખર (Sukesh Chandrasekhar) છેતરપિંડીના કેસમાં જેલના સળિયા પાછળ કેદ છે. બોલિવૂડ એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડિઝ (Jacqueline Fernandez)અને નોરા ફતેહીના (Nora Fatehi) સંબંધમાં સુકેશ સામે સપ્લીમેન્ટરી ચાર્જશીટ પણ ફાઇલ કરવામાં આવી છે. જે દર્શાવે છે કે બંને એક્ટ્રેસ મની લોન્ડરિંગ કેસમાં સાક્ષી બની છે.
ચાર્જશીટ મુખ્યત્વે પિંકી ઈરાની વિરુદ્ધ દાખલ કરવામાં આવી છે, જેના પર તિહાર જેલમાં અનેક એક્ટ્રેસ સાથે મહાઠગનો પરિચય કરાવવાનો આરોપ છે. જી હા, તે પિંકી ઈરાની હતી, જે મહાઠગની એક્ટ્રેસીસ સાથે દોસ્તી કરાવતી હતી અને તેમને મળવા માટે પૂરો પ્લાન બનાવતી હતી. દિલ્હી પોલીસના દાવા મુજબ, સુકેશ ચંદ્રશેખરની નજીકની મિત્ર પિંકી ઈરાનીએ રૂ. 200 કરોડની છેતરપિંડી કેસમાં મહત્વની ભૂમિકા ભજવી હતી અને જેકલીન ફર્નાન્ડિઝને પણ પિંકીએ જ મહાઠગ સાથે મળાવી હતી.
દાખલ કરાયેલી ચાર્જશીટમાં પિંકી ઈરાની પર આરોપ છે કે તેણે સુકેશ ચંદ્રશેખરને બોલિવૂડ સેલેબ્સ સામે એક બિઝનેસમેન તરીકે રજૂ કર્યો હતો અને એક્ટ્રેસ સાથે મહાઠગની મુલાકાતમાં પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. પિંકીની નવેમ્બર 2022માં દિલ્હીની ઈકોનોમિક ઓફેન્સ વિંગ (EOW) દ્વારા ધરપકડ કરવામાં આવી હતી, જેણે આ કેસની પૂછપરછ પણ કરી હતી. દરમિયાન આ મામલે એક નવો ખુલાસો થયો છે. આ ખુલાસો બોલિવૂડ એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડિસ અને નોરા ફતેહી સાથે જોડાયેલો છે.
સુકેશે BMW કાર ગિફ્ટ કરવાની ઓફર કરી
એડિશનલ સેશન્સ જજ શૈલેન્દ્ર મલિક સમક્ષ દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં દાવો કરવામાં આવ્યો છે કે સુકેશ મોંઘીદાટ વસ્તુઓ આપીને નોરા ફતેહીની નજીક ગયો અને તેને તેની ગર્લફ્રેન્ડ બનવા કહ્યું. સુકેશે નોરાને એક મોંઘી BMW કાર ગિફ્ટ આપી અને ઘણી મોંઘીદાટ ગિફ્ટ્સ પણ આપી. નોરાને તેના પ્રેમની જાળમાં ફસાવા માટે, સુકેશે તો ત્યાં સુધી કહ્યું હતું કે 'તેને જેકલીન ફર્નાન્ડિસ નહીં પણ નોરા ફતેહી પસંદ છે' જોકે, નોરાએ સ્પષ્ટપણે નકારી કાઢ્યું હતું કે ચંદ્રશેખરે તેને કાર ગિફ્ટ કરી હતી. બીજી તરફ સુકેશનું કહેવું છે કે નોરાને જેકલીનથી ઈર્ષ્યા થતી હતી.
નોરાએ સુકેશની પત્ની લીના મારિયા સાથે વાતચીત કરી હતી
નોરા કહે છે કે ચંદ્રશેખરે એક ફિલ્મને લઈને તેનો સંપર્ક કર્યો હતો. નોરા ફતેહી એ પણ કહે છે કે તેણે ન તો સુકેશ સાથે વાત કરી છે અને ન તો તે ક્યારેય તેને મળી છે. નોરાએ 13 જાન્યુઆરીએ કોર્ટમાં આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે સુકેશની પત્ની લીના મારિયાએ ચેન્નાઈમાં આયોજિત કાર્યક્રમને લઇને તેનો સંપર્ક કર્યો હતો.
iPhone અને Gucciનું ગિફ્ટ બોક્સ ભેટમાં આપ્યા
તેને કાર્યક્રમમાં ચીફ ગેસ્ટ તરીકે હાજર રહેવા જણાવાયું હતું. આ એક ડાન્સ કોમ્પિટિશન હતી, જેમાં નોરાને જજ તરીકે હાજર રહેવા માટે કહેવામાં આવ્યું હતું. આ પછી, ચંદ્રશેખર તેને 'થેન્ક યુ ટોકન' તરીકે એક કાર આપવા માંગતો હતો, પરંતુ તેણે કાર સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો કારણ કે તેણે તેને પહેલેથી જ એક આઇફોન અને ગુચીનું ગિફ્ટ બોક્સ મોકલ્યું હતું.
Published by:Bansari Gohel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર