Home /News /entertainment /દુબઈમાં રજા માણી રહેલી સુહાનાને અચાનક મળી તેની ડૂપ્લિકેટ, જૂઓ પિક્સ

દુબઈમાં રજા માણી રહેલી સુહાનાને અચાનક મળી તેની ડૂપ્લિકેટ, જૂઓ પિક્સ

Suhana Khan Meets Her Doppelganger : દુબઈમાં રજાઓ મનાવી રહેલી સુહાના ખાનના ઘણા ફોટા સામે આવ્યા છે, પરંતુ તેમાંથી એક ફોટો ખૂબ જ ખાસ છે અને આ દિવસોમાં સુહાના ખાનના ચાહકોમાં આ ફોટોની ખૂબ ચર્ચા થઈ રહી છે. અસલમાં સુહાના ખાન દુબઈમાં તેની ડૂપ્લિકેટને મળી હતી.

Suhana Khan Meets Her Doppelganger : દુબઈમાં રજાઓ મનાવી રહેલી સુહાના ખાનના ઘણા ફોટા સામે આવ્યા છે, પરંતુ તેમાંથી એક ફોટો ખૂબ જ ખાસ છે અને આ દિવસોમાં સુહાના ખાનના ચાહકોમાં આ ફોટોની ખૂબ ચર્ચા થઈ રહી છે. અસલમાં સુહાના ખાન દુબઈમાં તેની ડૂપ્લિકેટને મળી હતી.

વધુ જુઓ ...
    શાહરૂખ ખાનની પુત્રી સુહાના ખાને ભલે બોલિવૂડમાં ડેબ્યૂ ના કર્યું હોય પરંતુ તે પોતાની ફેશન સેન્સ અને વેકેશનના કારણે સોશિયલ મીડિયા પર હેડલાઇન્સમાં રહે છે. સુહાના ખાન હાલમાં તેની માતા ગૌરી ખાન, તેની બેસ્ટ ફ્રેન્ડ શનાયા કપૂર અને તેની માતા મહિપ કપૂર સાથે દુબઈમાં રજાઓ માણી રહી છે.

    દુબઈ જતા સમયે આ ચારેયના ઘણા ફોટા સોશિયલ મીડિયા પર સામે આવ્યા હતા અને હવે તેઓ તેમના સોશિયલ મીડિયા હેન્ડલ પરથી ફોટા શેર કરીને તેમના ચાહકોને દૂબઈમાં માણી રહેલા વેકેશનની ઝલક બતાવી રહ્યા છે.

    દુબઈમાં રજાઓ મનાવી રહેલી સુહાના ખાનના ઘણા ફોટા સામે આવ્યા છે, પરંતુ તેમાંથી એક ફોટો ખૂબ જ ખાસ છે અને આ દિવસોમાં સુહાના ખાનના ચાહકોમાં આ ફોટોની ખૂબ ચર્ચા થઈ રહી છે. અસલમાં સુહાના ખાન દુબઈમાં તેની ડૂપ્લિકેટને મળી હતી. બરીહાએ તેના ઈન્સ્ટાગ્રામ પર સુહાના ખાન સાથેનો ફોટો શેર કરીને લોકોને આ માહિતી આપી હતી.

    આ પણ વાંચો: બોલ્ડ ડ્રેસમાં ફોટો શેર કરીને શ્રદ્ધા કપૂરે મચાવી હલચલ, ટ્વિટર પર કરવા લાગી ટ્રેન્ડ

    સ્ટાર કિડ સુહાના ખાનના ફેન્સે પણ આ ફોટો પર ઘણી કોમેન્ટ કરી છે. ઘણા યૂઝર્સ રોમાંચિત થઈ ઉઠ્યા હતા. એક યૂઝરે લખ્યું કે, 'જ્યારે બહેનની બહેન સાથે થઈ મુલાકાત, વિશ્વાસ નથી આવતો.' આ સિવાય સુહાનાએ સોશિયલ મીડિયા પર પોતાની એક તસવીર શેર કરી છે, જેમાં તેણે પીળા રંગનો ડ્રેસ પહેર્યો છે.

    સુહાના ટૂંક સમયમાં બોલિવૂડમાં કરશે ડેબ્યૂ

    સુહાના ખાન ઝોયા અખ્તરની ફિલ્મ 'ધ આર્ચીઝ'થી બોલિવૂડમાં ડેબ્યૂ કરવા માટે તૈયાર છે. જણાવી દઈએ કે ખુશી કપૂર પણ આ ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. સુહાના ખાન અને ખુશી કપૂર સિવાય અગસ્ત્ય નંદા પણ 'ધ આર્ચીઝ'માં જોવા મળશે.

    શનાયા કપૂર પણ આગામી દિવસોમાં કરશે બોલિવૂડમાં એન્ટ્રી

    શનાયા કપૂર પણ ટૂંક સમયમાં ધર્મા પ્રોડક્શનના બેનર હેઠળ બની રહેલી ફિલ્મ 'બેધડક'થી ડેબ્યૂ કરશે, આ ફિલ્મમાં લક્ષ્ય લાલવાણી અને ગુરફતેહ પીરઝાદા પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે.
    Published by:mujahid tunvar
    First published:

    Tags: Gauri Khan, Shanaya Kapoor, Suhana Khan

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन