Home /News /entertainment /

શાહરૂખની દીકરી સુહાના છે બોલિવૂડના ટોચના પરિવારનાં દીકરાની બેસ્ટ ફ્રેન્ડ

શાહરૂખની દીકરી સુહાના છે બોલિવૂડના ટોચના પરિવારનાં દીકરાની બેસ્ટ ફ્રેન્ડ

સુહાનાનાં બોલિવૂડ કરિઅરની વાત કરીએ તો તે ધીમે-ધીમે ગ્લેમરની દુનિયામાં પગલા ભરી રહી

સુહાનાનાં બોલિવૂડ કરિઅરની વાત કરીએ તો તે ધીમે-ધીમે ગ્લેમરની દુનિયામાં પગલા ભરી રહી

    મુંબઈ : બોલિવૂડના કિંગ ખાન શાહરૂખ ખાનની દીકરી સુહાના ખાનની ભારે ચર્ચા છે. સુહાના સોશિયલ મીડિયામાં ભારે એક્ટિવ છે અને ઘણીવાર પોતાની ગ્લેમરસ તસવીર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેયર કરતી જોવા મળે છે. હાલમાં સુહાનાએ તેના એક બેસ્ટ ફ્રેન્ડ સાથેની તસવીર પોસ્ટ કરી છે. સુહાનાના આ બેસ્ટ ફ્રેન્ડનું નામ અગત્સ્ય નંદા છે

    અગત્સ્ય બોલિવૂડનાં મહાનાયક અમિતાભ બચ્ચનની દીકરી શ્વેતા નંદાનો દીકરો છે. સુહાનાએ આ તસવીર પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેયર કરી છે. નોંધનીય છે કે અગત્સ્યની બહેન નવ્યા નવેલી નંદા પણ સુહાનાની સારી મિત્ર છે. સુહાનાએ અગત્સ્ય સાથે પોસ્ટ કરેલી આ તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે.








    View this post on Instagram





    @suhanakhan2 with a friend 😘 . . . #suhanakhan #suhana #shanayakapoor #ananyapandey


    A post shared by Suhana ✨ (@suhanakhan143) on






    સુહાનાનાં બોલિવૂડ કરિઅરની વાત કરીએ તો તે ધીમે-ધીમે ગ્લેમરની દુનિયામાં પગલા ભરી રહી છે. હાલમાં જ એક મેગેઝીન માટે કરાવેલા ફોટોશૂટને કારણે તે ચર્ચામાં આવી હતી. તેની સાથે જ તેના બોલિવૂડ ડેબ્યૂ અંગે ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.

    સુહાના ખાનને બોલિવૂડના ટોપ ડિરેકટર લોન્ચ કરવા માંગે છે. તે શાહરૂખ ખાન અને ગૌરી ખાનનાં ખાસ મિત્ર કરણ જોહર પહેલી પસંદ છે ચર્ચા છે કે સંજય લીલા ભંસાલી અને સુજોય ઘોષ સુહાનાને બોલિવૂડમાં લોન્ચ કરી શકે છે. હવે જોવાનું રહેશે કે સુહાના ખાન ક્યારે બોલિવૂડમાં એન્ટ્રી કરે છે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Agtsya Nanda, Amitabh Bacchan, Shahrukh Khan, Share, Suhana Khan, ફોટો

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन