હાલમાં સુહાના ખાનનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે તાન્યા શ્રોફની બર્થ ડે પાર્ટીમાં હોવાનું જણાય છે. તાન્યા સુનીલ શેટ્ટીના દીકરા અહાન શેટ્ટીની ગર્લફ્રેન્ડ છે. તે ફેશન ડિઝાઈનર છે. આ વિડીયોમાં સુહાનાએ ઓફ શોલ્ડર ગાઉન પહેર્યું છે અને તે ખૂબ જ સ્ટાઇલિશ લાગી રહી છે,
બોલીવૂડના જાણીતા સ્ટારકિડ્સની યાદીમાં શાહરૂખ ખાનની પુત્રી સુહાના ખાન (Suhana khan)નો પણ સમાવેશ થાય છે. તે કોઇને કોઇ કારણે ચર્ચામાં રહે છે. તે ટુંક સમયમાં બોલિવૂડ ડેબ્યૂ કરવાની છે. કિંગ ખાનની પુત્રી હોવાના કારણે ફેન્સ અને પાપારાઝીની તેના પર ખાસ નજર છે.
તાજેતરમાં તેનો એક વિડીયો સામે આવ્યો છે. જે સોશિયલ મીડિયામાં વાયરલ (Suhana Khan video) થઇ ગયો છે. આ વિડીયોમાં તે અમિતાભ બચ્ચનના પુત્રીના દીકરા અગસ્ત્ય નંદા (Agastya Nanda) સાથે જોવા મળી રહી છે અને ફેન્સે વિડીયો જોઈને બંનેના બોન્ડિંગ વિશે વાત કરવાનું શરૂ કરી દીધું છે.
હાલમાં સુહાના ખાનનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે તાન્યા શ્રોફની બર્થ ડે પાર્ટીમાં હોવાનું જણાય છે. તાન્યા સુનીલ શેટ્ટીના દીકરા અહાન શેટ્ટીની ગર્લફ્રેન્ડ છે. તે ફેશન ડિઝાઈનર છે. આ વિડીયોમાં સુહાનાએ ઓફ શોલ્ડર ગાઉન પહેર્યું છે અને તે ખૂબ જ સ્ટાઇલિશ લાગી રહી છે, તાન્યા અને અગસ્ત્ય તેને કારમાં મૂકવા આવે છે અને સુહાના નીકળવા લાગે કે તરત જ અગસ્ત્ય તેને ફ્લાઇંગ કિસ આપે છે.
આ વિડીયો સામે આવ્યા બાદ ફેન્સમાં ગોસિપ શરૂ થઇ ગઇ છે. ઘણા લોકોએ આ બંનેને માત્ર સારા મિત્રો ગણાવ્યા છે, પરંતુ ઘણા લોકો તેમના ડેટિંગ વિશે અટકળો લગાવતા જોવા મળે છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સુહાના ખાન, આર્યન ખાન, નવ્યા નવેલી નંદા અને અગસ્ત્ય નંદા બાળપણથી જ એકબીજાના નજીકના મિત્રો છે. તેઓ પ્રસંગોપાત સાથે દેખાતા હોય છે.
તાનિયા શ્રોફની બર્થ ડે પાર્ટી ખૂબ જાજરમાન હતી. આ બર્થ ડે પાર્ટીમાં ઘણા સેલેબ્સના બાળકોએ હાજરી આપી હતી. અર્જુન રામપાલની પુત્રી, આર્યન ખાનથી માંડીને શનાયા કપૂર સુધી અનેક સ્ટારકિડ્સ દેખાયા હતા. પાર્ટી સાથે જોડાયેલા ઘણા વિડીયો અને ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
અહીં ઉલ્લખનિય છે કે, સુહાના અને અગસ્ત્ય ઝોયા અખ્તરની ફિલ્મ 'આર્ચી' દ્વારા એક સાથે અભિનયની શરૂઆત કરવા જઈ રહ્યા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર