શાહરૂખ ખાનની દીકરી સુહાનાનો લંડનમાં ધમાકેદાર ડાન્સ, VIDEO VIRAL

શાહરૂખ ખાનની દીકરી સુહાનાનો લંડનમાં ધમાકેદાર ડાન્સ, VIDEO VIRAL

 • Share this:
  મુંબઇ: બોલિવૂડનાં બાદશાહની દીકરી હાલમાં લંડનમાં છે અને વાતો છે કે તે પણ જે રીતે હાલમાં સ્ટાર કિડ્સ ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી રહ્યાં છે તેમ તેનાં પણ ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરવાનાં પ્લાનિંગ છે જોકે તે ક્યારે એન્ટ્રી કરે છે તે હજુ સુધી સ્પષ્ટ નથી. આ માટે સુહાના ખુબ બધા પાઠ ભણી રહી હોય તેમ લાગે છે. હાલમાં જ તેનાં ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કરવામાં આવ્યો છે જેમાં તે ડાન્સનાં ક્લાસમાં હોય તેમ લાગે છે અને તે ડાન્સ શીખી રહી છે.

  આ વીડિયોમાં સુહાના કેની લોગિન્સનાં સોન્ગ 'ફુટલૂઝ' પર મિત્રો સાથે ડાન્સ કરી રહી છે. આ પહેલાં પણ સુહાના ઘણાં વીડિયો શેર કરી ચુકી છે જેમાં તે ડાન્સ કરી રહી છે. રસપ્રદ વાત એ છે કે તે કોલેજ ડ્રામામાં પણ ભાગ લઇ ચુકી છે અને તેનાં વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઇરલ થયા હતાં.


  View this post on Instagram

  A post shared by Suhana Khan (@suhanakhanoffcial) on
  વેલ ત્યારે સુહાના ઇન્ડસ્ટ્રીમાં કદમ મુકતા પહેલાં કોઇ જ કચાસ રાખવા માંગતી નથી તેમ લાગે છે તેથી જ તો તે આટલી મહેનત કરી રહી છે.
  View this post on Instagram


  A post shared by Suhana Khan (@suhanakhanoffcial) on

  View this post on Instagram


  A post shared by Suhana Khan (@suhanakhanoffcial) on


  મિત્રો સાથે મસ્તીનાં મૂડમાં સુહાના ખાન
  Published by:Margi Pandya
  First published:March 10, 2019, 17:33 pm

  ટૉપ ન્યૂઝ