કેટરીના કૈફ અને વિકી કૌશલના લગ્ન (Katrina Kaif & Vicky Kaushal Wedding)ની વિધિઓ આજથી શરૂ થવા જઈ રહી છે. કેટરિના-વિકી 9 ડિસેમ્બરે સાત જન્મ બંધનમાં બંધાઈ જશે. જો કે અત્યાર સુધી કપલે તેમના લગ્નની સત્તાવાર જાહેરાત કરી નથી. પરંતુ તેમના લગ્નની દરેક પળની અપડેટ મીડિયામાં આવી રહી છે. આ દરમિયાન પ્રખ્યાત કોમેડિયન સુગંધા મિશ્રા અને તેના પતિ સંકેત ભોસલે (Sugandha Mishra-Sanket Bhosale)એ કેટરિના કૈફ અને વિકી કૌશલના લગ્નની મજાક ઉડાવી છે અને તેનો વીડિયો પણ બનાવ્યો છે. સુગંધા-સંકેતનો આ વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. વિડીયોના અંતમાં બંને વચ્ચે લગ્નને લઈને ચર્ચા ચાલી રહી છે.
સુગંધાએ કહ્યું, અમે પણ તમને અમારા લગ્નમાં આમંત્રણ પણ ન આપ્યું
વીડિયોમાં સુગંધા મિશ્રા અને સંકેત ભોસલે સોફા પર (Sugandha Mishra Sanket Bhosale Video) બેઠા છે. સુંગધા સંકેતને કહે છે, 'સાંભળ, તું વિકી કૌશલ (Vicky Kaushal) અને કેટરિના કૈફ (Katrina Kaif)ના લગ્ન (Katrina Kaif Vicky Kaushal Wedding)માં જઈશ ને? સુંગધાની આ બાબત પર પ્રતિક્રિયા આપતા સંકેત કહે છે, 'ના'. પછી સુગંધા પૂછે છે કે કેમ? આના પર સંકેત કહે છે, 'બોલાવશે તો જશે ને'. આટલું કહીને બંને હસવા લાગે છે. પછી સુગંધા મામલાને આગળ લઈ જઈને કહેતી જોવા મળે છે, 'આ તો એવી વાત છે, આપણા લગ્નમાં તેમને ક્યાં બોલાવ્યા હતા. આપણા લગ્ન સમયે, કોવિડના કારણે મંજૂરી ન હતી, પરંતુ તેમણે તો જેતે જ કોઈને મંજૂરી આપી નથી. ત્યારે સંકેત કહે છે, 'રોજ નવા સમાચારો આવે છે, આ અલાઉડ નથી, આ અલાઉડ નથી. હવે આવતી કાલે સમાચાર આવશે કે વિક્કી કૌશલના લગ્નમાં વિક્કીને અલાઉડ નથી. આ વાત પર બંને હસવા લાગે છે.
મજાકમાં, સુગંધ-સંકેત વચ્ચે ગરમા ગરમા થઈ
આ વીડિયોના અંતમાં સંકેત કંઈક કહે છે, જેના કારણે સુગંધા ચોંકી જાય છે. સંકેત કહે છે, "ખૂબ ધામધૂમથી લગ્ન કરો, પણ પછી જે થવાનું હોય એજ થાય છે." સુગંધા ચોંકી જાય છે અને સંકેતને પૂછે છે કે તેનો અર્થ શું છે? આ પછી સંકેત સોફા પરથી ઉઠે છે અને ચાલ્યો જાય છે. સુંગધા પણ સંકેતની પાછળ જાય છે અને કહે છે પહેલા બોલ તારો મતલબ શું છે? આ પછી સુગંધા કેમેરા બંધ કરી દે છે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે, હોટેલ મેનેજમેન્ટે વિકી-કેટરિના અને તેમના પરિવારનું ભવ્ય સ્વાગત કર્યું. કેટરિના-વિકી હોટલ પહોંચ્યા કે તરત જ ફટાકડા ફોડીને તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. તેઓનું ફૂલોના હાર પહેરાવીને અને તિલક લગાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું. હવે આજથી તેમના મહેમાન પણ લગ્ન સ્થળે આવવા લાગશે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર