'Anupamaa' અને 'Vanraj'ની વચ્ચે છે છત્રીસનો આંકડો? સુધાંશુએ જણાવ્યું સત્ય

અનુપમા અને વનરાજ વચ્ચે નથી કંઇ બરાબર

એક પક્ષ રુપાલી ગાંગુલી (Rupali Ganguly), અલ્પના આશીષ મેહરોત્રા (Ashish Mehrotra) અને મુસ્કાનનો છે તો બીજી તરફ સુધાંશુ પાંડે, મદાલસા શર્મા, પારસ અને અનાધા ભોંસલે. પણ આ દાવામાં કેટલી સત્યતા છે?

  • Share this:
    એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: સ્મોલ સ્ક્રિનનાં સુપરહિટ શો 'અનુપમા' (Anupamaa) હાલમાં ચર્ચામાં છે. એક તરફ જ્યાં શોની કહાનીમાં જબરદસ્ત એક્શન જોવા મળે છે. તો બીજી તરફ એવી વાતો છે કે રિયલ લાઇફમાં પણ સુધાંશુ પાંડે (Sudhanshu Pandey) અને રુપાલી ગાંગુલી (Rupali Ganguly) વચ્ચે કંઇ જ બરાબર ચાલતુ નથી.

    આ પણ વાંચો- જાણો 'તારક મહેતા કા ઉલટા ચશ્મા'ના નટ્ટુ કાકા કેવી છે તબિયત? થઈ રહી છે કેન્સરની સારવાર

    સેટ બે જૂથમાં વહેચાઇ ગયુ છે.- આ વિશે કહેવામાં આવે છે કે, શૂટિંગ સેટ પર બે જૂથમાં વહેચાઇ ગયુ છે. એક પક્ષ રુપાલી ગાંગુલી (Rupali Ganguly), અલ્પના આશીષ મેહરોત્રા (Ashish Mehrotra) અને મુસ્કાનનો છે તો બીજી તરફ સુધાંશુ પાંડે, મદાલસા શર્મા, પારસ અને અનાધા ભોંસલે. પણ આ દાવામાં કેટલી સત્યતા છે?

    શોમાં વનરાજનું કિરદાર અદા કરનાર સુધાંશુ પાંડે (Sudhanshu Pandey)એ જણાવ્યું કે, આ બધી બકવાસ છે. જે લોકો વાતો કરે છે તેણે કહ્યું કે, 'મને સમજાતું નથી આવું લોકોનાં મગજમાં ક્યાંથી આવે છે. મને મારા કરિઅરમાં કોઇને ટેગ ન કરવાંથી શું મળશે? '

    આ પણ વાંચો- 'Taarak Mehta..' નાં NATTU KAKAએ જણાવી અતિંમ ઇચ્છા, આવી રીતે થવું છે દુનિયાથી વિદા

    આપને જણાવી દઇએ કે, આ વિવાદ ત્યારે વધ્યો જ્યારે એવી વાત થઇ હતી કે, સુધાંશુએ શો રિલેટેડ એક પ્રોમો શેર કર્યો હતો જેમાં તેણે રુપાલીને ટેગ નહોતી કરી.

    આ પણ વાંચો- નૈતિક-અક્ષરા, અનુપમા-વનરાજ... TVની રોમેન્ટિક જોડીઓ, જે રિયલ લાઇફમાં એકબીજાનું મોઢું નથી જોતા

    આ ઘટના બાદ સુધાંશુ (Sudhanshu Pandey) અને રુપાલી (Rupali Ganguly)ની વચ્ચે અણબનાવની ખબર સામે આવવાં લાગી છે. સુધાંશુએ કહ્યું કે, 'પ્રેક્ટિસ તો એજ કહે છે કે, જે લોકો તે તસવીરમાં હોય કે વીડિયોમાં હોય તેને ટેગ કરો છો પણ હું મોટાભાગે કોપી પેસ્ટ કરુ છુ જે મારા મિત્રો સોશિયલ મીડિયા પર મોકલે છે. તેમની પોસ્ટ કરી દઉ છું.' સુધાંશુએ કહ્યું કે, તે અને રુપાલી સારા કો-સ્ટાર્સ છે. અને બંને વચ્ચે કંઇ જ ખોટું નથી. બધુ બરાબર ચાલે છે.
    Published by:Margi Pandya
    First published: