સુબ્રમણ્યમ સ્વામીએ ઇન્ડસ્ટ્રીનાં ત્રણેય ખાન પર ઉઠાવ્યા સવાલ, બોલ્યા, આ ચુપ્પી કેમ?

News18 Gujarati
Updated: July 11, 2020, 4:56 PM IST
સુબ્રમણ્યમ સ્વામીએ ઇન્ડસ્ટ્રીનાં ત્રણેય ખાન પર ઉઠાવ્યા સવાલ, બોલ્યા, આ ચુપ્પી કેમ?
સુબ્રમણ્યમ સ્વામીએ ટ્વિટર પર ત્રણેય ખાન એટલે કે શાહરૂખ ખાન, સલમાન ખાન અને આમિર ખાન પર નિશાન સાધ્યુ છે

સુબ્રમણ્યમ સ્વામીએ ટ્વિટર પર ત્રણેય ખાન એટલે કે શાહરૂખ ખાન, સલમાન ખાન અને આમિર ખાન પર નિશાન સાધ્યુ છે

  • Share this:
એન્ટરટેઇન્મેન્ટ ડેસ્ક: સુશાંત સિંઘ રાજપૂત કેસ બાદથી સતત સોશિયલ મીડિયા પર તેમનાં નિધનને લઇને CBI તપાસની માંગ ચાલે છે. એક સફળ એક્ટર તેનાં જીવનને કેવી રીતે પૂર્ણ કરી શકે છે? આ તપાસની માંગ તેનાં ફેન્સ અને ઇન્ડસ્ટ્રીનાં અન્ય ઘણાં સ્ટાર્સ કરી રહ્યાં છે. હાલમાં જ આ મામલે નવો વળાંક ત્યારે આવ્યો જ્યારે ભાજપનાં નેતા સુબ્રમણ્યમ સ્વામીએ સોશિયલ મીડિયા પર સુશાંતને લઇને એક મુહિમ શરૂ કરી છે. સુશાંતને ન્યાય અપવવા માટે સુબ્રમણ્યમ તે લોકોની સાથે ઉભા રહ્યાં છે જે આ મામલાની તપાસ CBIને સોંપવા માંગે છે. આ વચ્ચે સુબ્રમણ્યમ સ્વામીએ ત્રણેય ખાનની ચુપ્પી પર નિશાન સાધ્યું છે.

આ પણ વાંચો- સુશાંતનાં નિધન પર રૂપા ગાંગુલીએ 30 ટ્વિટ કરી ફરી ઉઠાવ્યા સવાલ

સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેનારા સુબ્રમણ્યમ સ્વામીએ ટ્વિટર પર બોલિવૂડનાં ત્રણયે ખાન એટલે કે શાહરૂખ ખાન, સલમાન ખાન અને આમિર ખાન પર નિશાન સાધ્યુ છે. સુબ્રમણ્યમ સ્વામીએ ટ્વિટ કરીને આ કલાકારોની ચુપ્પી પર સવાલ ઉભા કર્યા છે. તેણે ટ્વિટ કરી લખ્યુ છે કે, આ સમયે બોલિવૂડનાં બાહુબલી સલમાન ખાન, શાહરૂખ ખાન અને આમિર ખાન સુશાંતની સ્યુસાઇડ પર કેમ શાંત છે. આ મામલે તે કેમ કઇ બોલતા નથી.

આ પણ વાંચો- તારક મેહતા..ની શૂટિંગ ટૂંક સમયમાં થશે શરૂ, હાલમાં મેકર્સે કર્યુ મોક શૂટ

સુશાંતનાં નિધન બાદ સોશિયલ મીડિયા પર આ ત્રણેય એક્ટર્સે તેનાં નિધન પર શોક વ્યક્ત કર્યો હતો પણ આ મામલે સુશાંતનાં ફેન્સની આશા વધુ છે. ફેન્સની નજરમાં આ આત્મહત્યા નહીં પણ તેની ઉપર છે. સુશાંત નેપોટિઝમનો શિકાર છે. આ મામલે CBI તપાસની માંગ ઉઠી છે જેને સુબ્રમણ્યમ સ્વામીએ ટેકો આપ્યો છે અને આ કેસમાં તેમણે વકિલ પણ રોક્યો છે.
Published by: Margi Pandya
First published: July 11, 2020, 4:56 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading