હિમેશ રેશમિયાએ રાનૂ મંડલનો અધૂરો વીડિયો રિલીઝ કર્યો, જુઓ કેવી રીતે થયું હતું રેકોર્ડિંગ

News18 Gujarati
Updated: August 27, 2019, 9:07 AM IST
હિમેશ રેશમિયાએ રાનૂ મંડલનો અધૂરો વીડિયો રિલીઝ કર્યો, જુઓ કેવી રીતે થયું હતું રેકોર્ડિંગ
રાનૂ, હિમેશ

રેલવે સ્ટેશન પર ગીતો ગાતી રાનૂ માટે ફિલ્મના ગીતનું શૂટિંગ કેટલું પડકારજનક હતું તેનો એક વીડિયો તાજેતરમાં સામે આવ્યો છે.

  • Share this:
રાનૂ મંડલ (Ranu Mandal) પહેલા રેલવે સ્ટેશન પર ગાતી હતી. અચાનક એક વ્યક્તિનું તેના તરફ ધ્યાન ગયું અને તે મુંબઈ પહોંચી ગઈ હતી. મ્યુઝિક કમ્પોઝર અને ગાયક હિમેશ રેશમિયાએ રાનૂને પ્રથમ બ્રેક આપ્યો અને તેની પાસે ફિલ્મનું એક ગીત ગવડાવ્યું હતું. હાલ હિમેશ અને રાનૂની ખૂબ ચર્ચા થઈ રહી છે. ગત અઠવાડિયે હિમેશે પોતાના ઇન્સ્ટાગ્રામ પર સ્ટુડિયોમાં રેકોર્ડિંગની એક ક્લિપ પણ શેર કર કરી હતી. આ ક્લિપમાં હિમેશ રાનૂને ગીત દરમિયાન અમુક સૂચના આપી રહ્યો હતો. પરંત હવે રેલવે સ્ટેશન પર ગીતો ગાતી રાનૂ માટે ફિલ્મના ગીતનું શૂટિંગ કેટલું પડકારજનક હતું તેનો એક વીડિયો તાજેતરમાં સામે આવ્યો છે.

હવે કોઈએ હિમેશ રેશમિયાના સ્ટુડિયોમાં રાનૂ મંડલના ગીતના રેકોર્ડિંગનો વીડિયો શેર કર્યો છે. ફેસબુક પર શેર કરવામાં આવેલા આ વીડિયોમાં રાનૂ એ જ જગ્યાએ ઉભી છે જ્યાં હિમેશ રેશમિયાએ તેની સાથે ગીતનું રેકોર્ડિંગ કર્યું હતું. આ વીડિયોમાં રાનૂની આસપાસ આશરે 15 જેટલા મ્યુઝિશિયનો તેમજ બીજા લોકો નજરે પડે છે. તેઓ રાનૂને સતત જરૂરી સૂચના આપી રહ્યા છે.રાનૂ આવી સૂચના મળતા અનેક વખત અતિ ઉત્સાહિત થઈ જતી હતી. જોકે, રાનૂ જે રીતે ગીત ગાઈ રહી છે તેના પરથી લાગે છે કે તેના કંઠમાં એટલી જ મીઠાશ છે જેટલી હિમેશ સાથે ગીત ગાતી વખતે નજરે પડી હતી. આ વીડિયો પરથી લાગે છે કે હિમેશે જે વીડિયો શેર કર્યો છે તેના પહેલા સ્ટુડિયોમાં રાનૂએ ખૂબ મહેનત કરી હતી.રાનૂને મુંબઈ પહોંચાડવામાં અતિન્દ્ર ચક્રવર્તીનો સિંહફાળોરાનૂ મંડલને રાતોરાત સ્ટાર બનાવવા પાછળ એક યુવકનો સિંહફાળો રહ્યો છે. આ વ્યક્તિ રાનૂ મંડલ માટે દેવદૂત સાબિત થયો છે. આ એ વ્યક્તિ છે જેણે રાનૂ મંડલનો વીડિયો બનાવ્યો હતો અને સોશિયલ મીડિયા પર મૂક્યો હતો. આ વ્યક્તિનું નામ અતિન્દ્ર ચક્રવર્તી છે.


અતિન્દ્રએ કોલકાતાના રાનાઘાટ સ્ટેશન પર રાનૂને જોઈ હતી અને તેનો વીડિયો બનાવ્યો હતો. રાનૂ મંડાલ આ રેલવે સ્ટેશન પર ગીતો ગાતી હતી અને જે કોઇ વ્યક્તિ તેના બદલામાં ખાવાનું કે રોકડા આપે તેનાથી પોતાનું જીવન ગુજારતી હતી. અતિન્દ્ર વ્યવસાયે એન્જીનિયર છે અને રાનાઘાટમાં જ રહે છે.
First published: August 27, 2019, 9:07 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading