બોલિવૂડ સિનેમાની સાથે સાથે હાલ તો ભોજપુરી સિનેમા પણ ઘણી ધૂમ મચાવી રહ્યું છે. ભોજપુરી ફિલ્મો અને ગીતોમાં લોકો ઘણો રસ દાખવી રહ્યાં છે. ભોજપુરી સિનેમાના સુપરસ્ટાર પવનસિંહની ચર્ચિત ફિલ્મ વોન્ટેડનું એક સોંગ હાલમાં લોકોને ખુબ જ પસંદ આવી રહ્યું છે. આ સોંગે રિલીઝ થતાની સાથે જ ધૂમ મચાવી દીધી છે. 18 કલાકમાં આ સોંગને 18 લાખ વ્યુઝ મળ્યા છે. વોન્ટેડ ફિલ્મનું ગીત 'પલંગિયા સોને ના દિયા'ને ભોજપુરી ફેન્સ ખુબ જ પસંદ કરી રહ્યાં છે. આ સોંગને પવન સિંહનું વર્ષ 2018નું સૌથી હિટ સોંગ બતાવવામાં આવી રહ્યું છે. જણાવી દયે કે આ સોંગને ખુદ પવન સિંહ અને ઈન્દુ સોનાલીએ ગાયું છે. જેને પવન સિંહ પરથી ફિલ્માવવામાં આવ્યું છે. " isDesktop="true" id="757930" > ભોજપુરી સિનેમામાં પવન સિંહ ખુબ જ ફેમસ એક્ટર છે. આ ફિલ્મમાં તે એન્ગ્રી લૂકમાં જોવા મળશે. ફેન્સ પણ આ ફિલ્મની રાહ આતુરતાથી જોઈ રહ્યાં છે. ફિલ્મમાં પનવ સિંહ સાથે એક્ટ્રેસ મણિ ભટ્ટાચાર્ય અને અમૃતા આચાર્ય જોવા મળશે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર રેકોર્ડ બ્રેક કરે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ફિલ્મ 27 એપ્રિલે રિલીઝ થશે.