પંજાબઃ હોશિયારપુરમાં અક્ષય કુમારની 'સૂર્યવંશી'ની સ્ક્રીનિંગ રોકી, પ્રદર્શનકારી ખેડૂતોએ મૂવીના પોસ્ટરો ફાડ્યા

સૂર્યવંશીનું પોસ્ટર

sooryvanshi movie protest:આ પ્રદર્શનકારીઓનું કહેવું છેકે બોલીવૂડ અભિનેતા (bollywood) અક્ષય કુમારનું (Akshay Kumar)એટલા માટે વિરોધ કરી રહ્યા છે કારણ કે તેમણે વિરોધનું (protest suport) સમર્થન કર્યું ન્હોતું.

 • Share this:
  ચંડીગઢઃ કેન્દ્ર સરકારના કૃષિ કાયદાનો (Central farm laws) વિરોધ કરી રહેલા કેટલાક ખેડૂતોએ પંજાબના હોશિયારપુરમાં પાંચ સિનેમાઘરોમાં અક્ષય કુમારની ફિલ્મ સૂર્યવંશીને દેખાડવા ઉપર (Stop screening Akshay Kumar-starrer ‘Sooryavanshi’) રોક લાગી હતી. સમાચાર એજન્સી પીટીઆઈ પ્રમાણે પ્રદર્શનકારીઓએ સિનેમાઘરની બહાર લાગેલા સૂર્યવંશીના પોસ્ટર ફાડી નાંખ્યા હતા. આ પ્રદર્શનકારીઓનું કહેવું છેકે બોલીવૂડ અભિનેતા અક્ષય કુમારનું (Akshay Kumar)એટલા માટે વિરોધ કરી રહ્યા છે કારણ કે તેમણે વિરોધનું સમર્થન કર્યું ન્હોતું.

  ભારતીય કિસાન યુનિયન (કાદિયા)ના કાર્યકરો સંગઠનના જિલ્લા એકમ પ્રમુખ સ્વરણ ધુગ્ગાના નેતૃત્વમાં પ્રદર્શન કરી રહ્યા હતા. સંસ્થાના લોકોએ ફિલ્મ 'સૂર્યવંશી'ના વિરોધમાં શહેરના શહીદ ઉધમ સિંહ પાર્કથી સ્વર્ણ સિનેમા સુધી માર્ચ પણ કાઢી હતી.

  તેઓએ સિનેમામાલિકોને ફિલ્મ બતાવવાથી રોક્યા. આંદોલનકારીઓનું કહેવું છે કે જ્યાં સુધી કૃષિ કાયદાને પાછો ખેંચવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ ફિલ્મને બતાવવા દેશે નહીં.

  આ પણ વાંચોઃ-Tarot Yearly predictions: ટેરો વાર્ષિક રાશિફળ: કેવું જશે વિક્રમ સંવંત 2078નું આપનું વર્ષ? કયો નંબર રહેશે લકી, કયો કલર ફળશે?

  ગયા વર્ષે નવેમ્બરથી, સેંકડો ખેડૂતો આ કૃષિ કાયદાઓને પાછા ખેંચવાની માંગ સાથે દિલ્હી સરહદ પર ધરણા પર બેઠા છે. તેઓ દાવો કરે છે કે આ કૃષિ કાયદા તેમને કોર્પોરેટ્સની દયા પર છોડી દેશે. તેઓ કૃષિ પેદાશો માટે લઘુત્તમ ટેકાના ભાવની કાયદાકીય ગેરંટી પણ માંગી રહ્યા છે.

  આ પણ વાંચોઃ-પતિને વારંવાર મળતું હતું પ્રમોશન, પત્નીએ સાચું સિક્રેટ જણાવ્યું, જાણીને તમે પણ ચોંકી જશો

  બીજી તરફ, આ મડાગાંઠને તોડવા માટે ખેડૂતોના સંગઠનો સાથે 11 રાઉન્ડની વાટાઘાટો કરનાર કેન્દ્ર સરકારે નવા કૃષિ કાયદાઓ ખેડૂત તરફી હોવાનું જાળવી રાખ્યું છે.
  Published by:ankit patel
  First published: