Home /News /entertainment /

સ્વરા ભાસ્કર પર ગુસ્સો ઠીક, પણ માસ્ટરબેશન કોણ નથી કરતું?

સ્વરા ભાસ્કર પર ગુસ્સો ઠીક, પણ માસ્ટરબેશન કોણ નથી કરતું?

સૌથી વધુ ચર્ચા ફિલ્મનાં વિવાદિત સીનને લઇને છે. જેમાં સ્વરા ભાસ્કર માસ્ટરબેશન કરતી નજર આવે છે

સૌથી વધુ ચર્ચા ફિલ્મનાં વિવાદિત સીનને લઇને છે. જેમાં સ્વરા ભાસ્કર માસ્ટરબેશન કરતી નજર આવે છે

  મુંબઇ: 'વીરે દી વેડિંગ' મામલે હાલમાં સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટ પર ઘણી જ બબાલ ચાલી રહી છે. સૌથી વધુ ચર્ચા ફિલ્મનાં વિવાદિત સીનને લઇને છે. જેમાં સ્વરા ભાસ્કર માસ્ટરબેશન કરતી નજર આવે છે. આલોયકોનુ કહેવું છે કે, 'પદ્માવતી' દરમિયાન સ્વરાનાં મહિલાઓને માત્ર યોની સમજવાનાં નિવેદનની ઘણી ચર્ચા થઇ રહી હતી. અને હવે તે આ ફિલ્મમાં પોતે શું કરી રહી છે?

  આપણને તે સમજવાની જરૂર છે કે શું ખરેખર સ્વરા કંઇ ખોટુ કરી રહી છે? સ્વરા ભાસ્કર આ મામલે સંપૂર્ણ ચુપ્પી સાધેલી છે. સ્વરાનાં કહેવા પ્રમાણે, તે એવી કોઇ બાબત પર વાત નથી કરતી જે તેને અંગત રીતે પ્રભાવિત નથી કરતી. બની શકે, આ મુદ્દે સ્વરાને ટ્રોલર્સથી કંઇ ફરક પડતો નથી અને તેને આ વિવાદને પેઇડ કેમ્પેઇન કહીને અવગણી નાખ્યું છે. પણ વિચારવા જેવી વાત તો એ છે કે, આપણને ફિલ્મ 'વીરે દી વેડિંગ'ને લઇને આટલી અકળામણ કેમ છે? 'વીરે દી વેડિંગ' ફિલ્મમાં એવું કંઇ જ નથી કે જે ચર્ચાનો વિષય બને. આ ફિલ્મની નિર્માતા એકતા કપૂર અને રેહા કપૂર છે. ફિલ્મોથી જે અપેક્ષિત હોય છે તે જ આ ફિલ્મમાં છે. જરાં વર્ષ 2010માં આવેલી 'આયેશા' યાદ કરો. પૈસાદાર યુવતીઓ જેમનાં જીવનનું એક જ મહત્વ છે- ઐય્યાશી

  'આયશા' ફિલ્મમાં એક પિતા તેની દીકરીનાં ક્રેડિટ કાર્ડ બીલથી પરેશાન હતો છતાપણ તેનાં પર કોઇ જ રોકટોક ન હતી. તે એક બીટલ કારમાં ફરતી હોય છે જેને પેટ્રોલની કોઇ જ ચીંતા નથી. ખરેખરમાં તે સમાજનો એવો ભાગ છે જેમાં આપણામાંથી મોટાભાગનાં લોકો નથી રહેતાં. આ ફિલ્મ સુપર રિચ ક્લાસની યુવતીઓનાં જીવન પ્રમાણે બનાવવામાં આવી છે. દિલ્હીની હાઇ સોસાઇટીઝમાં આપને આવી 'ગેંગ ઓફ ગર્લ્સ' મળશે. જે ફેરવેલ બાદ ગ્રાન્ડ પાર્ટી કરે છે. તેઓ કાકા, મામા, ફોઇ સાથે બેસીને આગળ કયો કોર્સ લેવો તેની ચર્ચા નથી કરતી!

  બેંટલીમાં પાણીપુરી ખાવા જતી, 10 લાખ રૂપિયાની રજાઓ મિત્રો સાથે ખર્ચ કરીનાખનારી યુવતીઓ પણ છે જોકે તે ગણતરીની જ છે. શહેરની આ મુઠ્ઠીભર યુવતીઓ 'સુપર એલીટ' ક્લાસની કહાની પર તમે ચર્ચા કરી રહ્યાં છે અહીં જ તમે ખોટા છો.

  આ ફિલ્મનાં સિનેમેટોગ્રાફીની પ્રશંસા કરવા જેવી છએ, આ ફિલ્મમાં કરિનાની એક્ટિંગની પ્રશંસા કરવા જેવી છે. સોનમ કપૂર અને શિખા તલસાનિયાની એક્ટિંગ તમને કેવી લાગી તેની ચર્ચા કરો. નહીં પણ તમે તો માસ્ટરબેશન પકડીને બેસી ગયા. જાણે તમે કઇ દુનિયામાં જીવો છો! છોકરીઓ સેક્સ વિશે વાત કરે છે. ફીમેલ માસ્ટરબેશન સત્ય છે આ કોઇ અફવા નથી. ફિરંગી યુવક સાથે ભાગીને લગ્ન કરવા પર માતા-પિતાનું ન બોલાવવું સત્ય છે. એક યુવતીનું છોકરાઓની જેમ જ બિન્દાસ પાર્ટી કરવું અને દારુ પીને છાકટા થવું એટલું જ સત્ય છે. સોનમનું કેરેક્ટર તો ઘણું જ કોમન છે ત્રીસની ઉંમરની છોકરી પર લગ્નનું દબાણ. પરિવાર ઇચ્છે અરેન્જ મેરેજ અને યુવતી ઇચ્છે લવ મેરેજ.

  હવે આ ફિલ્મ ફીમેલ લીડ હતી તો કહેવાવા લાગ્યુ કે ફિલ્મ એક ચોક્કસ મેસેજ આપી રહી છે. પણ એવો કોઇ મેસેજ આપવા માટે આ ફિલ્મ બનાવવામાં આવી નથી. તેથી તે કોઇ મેસેજ પણ આપતી નથી. આયશા, ક્વિક ગન મુરુગન અને નાગિન જેવી ફિલ્મો બનાવનારા નિર્માતા અને નિર્દેશક આ સોસાયટીને કોઇ મેસેજ નહીં આપે. 'વીરે દી વેડિંગ' એક સરેરાશ ફિલ્મ છે જે સંપૂર્ણ કોમર્શિયલ સિનેમા આપે છે. જેને તમે ટ્વિટ, સ્ટેટ્સ અને મીડિયાની ખબર ચર્ચાનો વિષય બનાવી રહ્યાં છે. કદાચ આ લેખ પણ તે જ કરશે. જે ફિલ્મની કાસ્ટ અને નિર્માતા ઇચ્છે જ છે.

  આ ફિલ્મમાં સંદેશ શોધવાનો પ્રયાસ ન કરો. કારણ કે આ ફિલ્મમાં તે બધુ જ છે જે એક બોલિવૂડ મસાલા ફિલ્મમાં હોય છે. ફોરેન ટ્રીપ, ભવ્ય સેટ, સેક્સ, સ્લીજિંગ, ફ્રેન્ડ્સ, કરિના, સોનમ, સ્વરા અને તેમનાં આકર્ષક કોસ્ટ્યૂમ. બધુ જ. આ તે સિનેમા નથી જે કોઇ મેસેજ આપે છે. આ તે સિનેમા છે જે 'જો બિકતા હૈ વો દિખતા હૈ' નાં સિદ્ધાંત પર ચાલે છે. તેનાં પર આટલી ચર્ચા કરવાની જરૂર નથી. માસ્ટરબેશનનાં સીનને લઇને વિવાદ કરતા પહેલાં વિચારવું જરૂરી છે કે તેમાં ખોટુ શું છે. આજનાં સમયમાં કોણ માસ્ટરબેશન નથી કરતું?
  Published by:Margi Pandya
  First published:

  Tags: Movie, Swara bhaskar, Troll, Veere Di Wedding

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन