સંગીતકાર A.R. Rahman અને Annie Lennoxએ કરેલા ઇવેન્ટમાં કોવિડ રાહત ફંડ માટે 5 મિલિયન એકત્ર કર્યા

કોરોના સામે લડતમાં લોકોને મદદરૂપ થવા માટે આ ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.

દુનિયામાં થયેલા કોરોના કાળના પ્રલયને પહોંચી વળવા માટે અનેક લોકો મદદે આવી રહ્યા છે. અનેક સંસ્થાઓ દ્વારા કોરોના રાહત ફંડ(COVID Relief) માટે મદદ એકત્ર કરવામાં આવી રહી છે. ત્યારે ભારતના પ્રખ્યાત સંગીતકાર એ.આર રહેમાન(A R Rahman) દ્વારા એક ઈવેન્ટમાં 5મિલિયનની મદદ કોરોના રાહત ફંડમાં કરવામાં આવી છે.

 • Share this:
  દુનિયામાં થયેલા કોરોના કાળના પ્રલયને પહોંચી વળવા માટે અનેક લોકો મદદે આવી રહ્યા છે. અનેક સંસ્થાઓ દ્વારા કોરોના રાહત ફંડ(COVID Relief) માટે મદદ એકત્ર કરવામાં આવી રહી છે. ત્યારે ભારતના પ્રખ્યાત સંગીતકાર એ.આર રહેમાન(A R Rahman) દ્વારા એક ઈવેન્ટમાં 5મિલિયનની મદદ કોરોના રાહત ફંડમાં કરવામાં આવી છે. આ ઈવેન્ટમાં લિયામ નીસન, એની લેનોક્સ(Annie Lennox), એ.આર. રહેમાન, પિયા ટોસ્કાનો, ઝુબિન મહેતા, ગ્લોરિયા એસ્ટેફાન, સ્ટિંગ, એન્ડ્રીયા બોસેલી, જોશ ગ્રોબન, યો-યો મા, ડેવિડ ફોસ્ટર, નોર્વેજીયન ડીજે એલન વોકર, આસિફ માંડવી, નિશાત ખાન, રંજની ગાયત્રી સિસ્ટર્સ અને માટ્ટેઓ બોસેલીએ 7 જુલાઈના કાર્યક્રમમાં ભાગ લીધો હતો., જે વૈશ્વિક સ્તરે સીએનએન અને ડ્રીમસ્ટેજ દ્વારા લાઇવસ્ટ્રીમ કરવામાં આવી હતી, આ ઈવેન્ટને હસન મિન્હાજ દ્વારા હોસ્ટ કરવામાં આવી હતી.

  Vax.India.Now અનુરાધા જુજુ પાલકૂર્તિના દ્વારા ઉભી કરવામાં આવેલી સંસ્થા છે જે ભારતીય સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ન્યૂ ઈંગ્લેન્ડ આધારિત ફાઉન્ડેશન ચલાવે છે. ભારતમાં કોરોનાવાયરસને કારણે થયેલા નુકશાનને પલકુર્તિને દૂર કરવાનો પ્રયત્ન કર્યો અને જેમાં તેના મિત્રોએ સાથ આપ્યો હતો.

  તે સમયે કોરોના વાયરસ ભારતમાં 400,000 લોકોને એક દિવસમાં સંક્રમિત કરી રહ્યો હતો. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન(WHO)ના જણાવ્યા અનુસાર, કોવિડ -19ના 32 મિલિયન કનફર્મ કેસોમાં નોંધાયા હતા જેમાં 428,000 લોકો મૃત્યુ પામ્યા છે. કુલ 479 મિલિયન લોકોને વેક્સિન આપવામાં આવી છે અને નવા કેસોની સંખ્યા એક દિવસમાં 35,000 સુધી થઈ ગઈ છે.

  પલકૂર્તિએ કહ્યું, "વિશ્વભરના મોટા અને નાના દાતાઓની ઉદારતા માટે અમે આભારી છીએ કે, જેઓ આ જીવન બચાવ અભિયાનને સમર્થન આપવા માટે ભેગા થયા - Vax.India.Now." “સમર્પિત, બહુરાષ્ટ્રીય 160 વ્યક્તિની સંસ્થાની ટીમને આ ભયંકર રોગચાળા સામેની ભારતની લડાઈમાં અર્થપૂર્ણ સંસાધનો ઉભા કરવા બદલ ગર્વ છે. હું સેલિબ્રિટીઝનો તેમનો સમય અને પ્રતિભા આપવા માટે આભારી છું. ”

  પલકુર્તીએ ઉમેર્યું, "ભારતીય ટીમનો ખાસ આભાર કે, જેણે રાષ્ટ્રીય લોકડાઉનમાં કામ કર્યું ." “આ અભિયાન હજુ પણ VaxIndiaNow.com પર ખુલ્લું છે. આપણે બધા આમાં સાથે છીએ અને વ્યક્તિઓને રસી આપવાનું ચાલુ રાખવું જોઈએ, જ્યાં સુધી તે સમાપ્ત ન થાય ત્યાં સુધી લોકોએ મદદ કરવાનં ચાલુ રાખવું જોઈએ.

  આ પણ વાંચો: Indian Idol 12ના વિજેતા પવનકુમાર આવી રીતે ખર્ચ કરશે ઈનામની રકમ, આવો છે ભવિષ્યનો પ્લાન

  ફંડ એકત્ર કરવાની ઝુંબેશ જાહેર ચેરિટી ધ ગિવિંગ બેક ફંડ સાથે જોડાણમાં ચલાવવામાં આવી રહી છે. "આ તે છે જેના માટે અમે બનાવવામાં આવ્યા છીએ ફંડ ઝડપથી એકત્રિત કરવા અને જરૂરિયાતમંદોને મદદ કરવા માટે સહાય મદદરૂપ થશે. અત્યારે ભારતમાં જરૂરિયાતમંદોની સહાય કરવીએ મહત્વનું કેન્દ્ર બનવી જોઈએ, ”ફંડના પ્રમુખ અને સ્થાપક માર્ક પોલિકે આ અંગે માહિતી આપી હતી.
  Published by:kuldipsinh barot
  First published: