ફિલ્મમેકર સ્ટીવન સ્પીલબર્ગની પુત્રીએ 23 વર્ષની ઉંમરે પોર્ન સ્ટાર તરીકે ડેબ્યૂ કર્યું

News18 Gujarati
Updated: February 20, 2020, 4:11 PM IST
ફિલ્મમેકર સ્ટીવન સ્પીલબર્ગની પુત્રીએ 23 વર્ષની ઉંમરે પોર્ન સ્ટાર તરીકે ડેબ્યૂ કર્યું
સ્ટીવન સ્પીલબર્ગ તેની પુત્રી મિકેલા સાથે

"તેમને ચોક્કસથી થોડી નવાઇ લાગી. પણ તે મારા કેરિયર ચોઇસ મામલે નારાજ નથી"

  • Share this:
જ્યારે વાત પોર્ન ઇન્ડસ્ટ્રીની આવે છે તે ત્યારે દરેક માતા પિતા આ ઇન્ડસ્ટ્રીમાં પોતાના બાળકને મોકલવા માટે ચિંતિત જરૂર થાય છે. વધુમાં અનેક વાર પોર્ન સ્ટાર્સ પણ પોતાના જીવનથી જોડાયાલા દર્દનાક વાતો કહી ચૂક્યા છે. તેવામાં હોલિવૂડના જાણીતા ફિલ્મમેકર સ્ટીવન સ્પીલબર્ગ (Steve Spielberg) ની 23 વર્ષીય પુત્રી મિકેલા (Mikaela) હાલમાં પોર્ન સ્ટાર બનવાનું નક્કી કર્યું છે. અને તેનો આ નિર્ણય ખરેખરમાં ચોકલનારો છે. હાલ તેમની પુત્રી પોર્ન ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પગ મૂકી ચૂકી છે. મિકેલા આ મામલે તેના માતા પિતાને પણ જણાવ્યું છે. ત્યારે તેના માતા પિતાનો આ પર શું રિએક્શન હતું તે વાંચો

ધ સનની એક રિપોર્ટનું માનીએ તો મિકેલાએ એક ઇન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો હતો કે તેમણે પહેલા જ પોતાની સોલો પોર્ન વીડિયો બનાવાનું શરૂ કરી દીધું હતું. મિકેલાએ જ્યારે પોર્ન ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જવાની વાત કરી તો તેને માતા પિતાએ તેના આ નિર્ણયનું સમર્થન કર્યું. આ સિવાય તેમણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા પણ પોતાના ફોલોવર્સને આ નિર્ણય વિષે જણાવ્યું છે. તેમનું કહેવું હતું કે તે આર્થિક રીતે સ્વતંત્ર થવા માટે પોતાના કેરિયર પર ધ્યાન આપવા માંગે છે.

તેવી જાણકારી મળી છે કે મિકેલાને સ્ટીવન સ્પીલબર્ગ અને તેમની પત્ની અને એક્ટ્રેસ કેટ કૈપશોએ દત્તક લીધી હતી. મિકેલા અમેરિકાના ટેનેસીમાં નૈશવિલમાં રહે છે. મિકેલાએ કહ્યું કે ફેસટાઇમ દ્વારા તેણે પોતાના માતા-પિતાને આ અંગે જાણકારી આપી હતી. મિકેલા કહ્યું કે "મારા માતા પિતાને મારી સેફ્ટીની ચિંતા થઇ રહી હતી. તેમને ચોક્કસથી થોડી નવાઇ લાગી. પણ તે મારા કેરિયર ચોઇસ મામલે નારાજ નથી"

સ્ટીવન સ્પીલબર્ગ અમેરિકાના જાણીતા ફિલ્મ નિર્માતા છે. તે નિર્દેશક અને સ્ક્રિપ્ટ રાઇટર પણ રહી ચૂક્યા છે. તેમણે જુરાસિક પાર્ક, ઇન્ડિયાના જોન્સ, લિંકન, સો, શિડલર્સ લિસ્ટ અને સેવિંગ પ્રાઇવેટ રાયન જેવી સુપરહિટ ફિલ્મો કરી છે. આ સિવાય ફોર્બ્સ મેગેઝિનનું માનીએ તો એક સર્વે મુજબ સ્પિલબર્ગની કુલ સંપત્તિ 3.1 બિલિયન ડોલર છે.
First published: February 20, 2020
વધુ વાંચો
अगली ख़बर