Home /News /entertainment /

જ્હાનવી મહેતાથી લઈને વેદાંત માધવન સુધી, આ સ્ટાર કિડ્સે બનાવ્યું પોતાનુ અલગ કરિયર

જ્હાનવી મહેતાથી લઈને વેદાંત માધવન સુધી, આ સ્ટાર કિડ્સે બનાવ્યું પોતાનુ અલગ કરિયર

જ્હાનવી મહેતાથી લઈને વેદાંત માધવન સુધી, આ સ્ટાર કિડ્સે બનાવ્યું પોતાનુ અલગ કરિયર

Star Kids different career : બોલિવુડ ઈન્ડસ્ટ્રી (Bollywood industry) માં કામ કરતા સ્ટાર્સના દીકરા-દીકરી આમ તો એક્ટીંગને જ પોતાનું કરિયર બનાવતા હોય છે, પરંતુ એવા પણ સ્ટાર કિડ્સ (Bollywood Star Kids) છે જેમણે એક્ટીંગના બદલે અગલ ફિલ્ડમાં કરિયર બનાવવાનું પસંદ કર્યું, તો જોઈએ કોણ કોણ છે આ લિસ્ટમાં સામેલ.

વધુ જુઓ ...
  Star Kids different career : બોલિવૂડ ઈન્ડસ્ટ્રી (Bollywood industry)માં મોટાભાગે સુપરસ્ટાર્સના બાળકો એક્ટિંગની દુનિયામાં જ કરિયર બનાવા હોય છે. અત્યાર સુધી ઘણા સ્ટાર કિડ્સ (Bollywood Star Kids) ફિલ્મી દુનિયામાં પોતાની અલગ ઓળખ બનાવી ચૂક્યા છે, જેમાં આલિયા ભટ્ટ, સારા અલી ખાન, જાહ્નવી કપૂર સહિત ઘણા નામ સામેલ છે, જોકે સિવાય પણ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઘણા એવા સ્ટાર કિડ્સ છે, જેમણે પોતાની અલગ અલગ ઓળખ બનાવી છે. તે અભિનયની દુનિયાથી દૂર રહ્યાં છે. ચાલો જાણીએ એવા એક્ટર્સ અને તેમના બાળકો વિશે જેઓ અભિનયની દુનિયાથી દુર રહ્યાં અને અન્ય ફિલ્ડમાં નામના મેળવી રહ્યાં છે.

  જૂહી ચાવલાની દીકરી જ્હાનવી મહેતા (Juhi Chawla daughter Jhanvi Mehta) ને લાઇમલાઇટમાં આવવું પસંદ નથી અને તે એક્ટિંગની દુનિયામાં એન્ટ્રી કરવા પણ માંગતી નથી. એક ઈન્ટરવ્યુમાં જૂહી ચાવલાએ કહ્યું હતું કે જ્હાન્વીને પુસ્તકો વાંચવાનો ઘણો શોખ છે અને તે લેખક બનવા માંગે છે. જુહી ચાવલાના કહેવા પ્રમાણે, તેને ખબર નથી કે તેની દીકરી શું કરશે પણ તે ચોક્કસથી એવું માને છે કે બાળકોને એ કરવા દેવું જોઈએ જે તેઓ કરવા માંગે છે.

  બોલિવૂડના જાણીતા અભિનેતા આર માધવને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાની એક આગવી ઓખળ બનાવી છે. હવે તેમનો પુત્ર વેદાંત માધવન (R Madhavan son Vedant) પણ નવી સફળતાની વાર્તા લખવા માટે તૈયાર થઈ રહ્યો છે. નેશનલ લેવલનો સ્વિમર વેદાંત સ્વિમિંગમાં ચેમ્પિયન છે. તે 16 વર્ષની ઉંમરમાં નેશનલ એથલિટ બન્યો હતો. હાલ તે ઓલિમ્પિક 2026ની તૈયારીમાં વ્યસ્ત છે.

  બોની કપૂર-મોના કપૂરની દીકરી અને અર્જુન કપૂરની બહેન અંશુલા કપૂર (Arjun Kapoor sister Anshula Kapoor)નો આખો પરિવાર ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં છે, પરંતુ અંશુલા ગ્લેમર વર્લ્ડની ચમકથી દૂર રહે છે. અંશુલાએ ન્યૂયોર્કની કોલંબિયા યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે, સાથે જ તેણે ઘણી મોટી કંપનીઓમાં કામ કર્યું છે. હાલમાં તે 'ફેનકાઈન્ડ વેબસાઇટ' (Fankind) ચલાવે છે. આ વેબસાઈટ થકી તે જરૂરિયાતમંદ લોકોની મદદ કરે છે.

  અનુરાગ કશ્યપની દીકરી આલિયા કશ્યપ (Anurag Kashyap daughter Alia Kashyap) લાઈફસ્ટાઈલ બ્લોગર છે અને હાલમાં તે અમેરિકાના લોસ એન્જલસમાં અભ્યાસ કરી રહી છે. તે એક ડિજિટલ ક્રિએટર છે અને તેની પોતાની યૂટ્યૂબ (YouTube) ચેનલ પણ છે, જ્યાં તે વિવિધ પ્રકારના બ્લોગ્સ શેર કરતી રહે છે. તે ફિલ્મોમાં કામ કરવા માંગતી નથી. જોકે તેમણે એક શોર્ટ ફિલ્મમાં કામ કર્યું હતું, જેનું ડાયરેક્શન ઈમ્તિયાઝ અલીની પુત્રી ઈદા દ્વારા કરાયું હતું.

  ઇમ્તિયાઝ અલીની દીકરી ઇદા અલી (Imtiaz Ali daughter Ida Ali) અભિનયમાં નહીં, પરંતુ રાઈટિંગ અને ડાયરેક્શનમાં તેનુ કરિયર બનાવવા માંગે છે. તે પોતાના પિતાની જેમ ફિલ્મ પ્રોડ્યુસર બનવા માંગે છે. સોશિયલ મીડિયા પર પણ તેના ઘણા ફેન્સ છે. માત્ર 15 વર્ષની ઉંમરે ઇદાએ પોતે 'લિફ્ટ' નામની એક શોર્ટ ફિલ્મ જાતે લખી અને ડાયરેક્શન કરી. જોકે આ ફિલ્મ માત્ર 12 મિનિટની હતી.

  અનન્યા પાંડેની કઝીન અલાના પાંડે (Ananya Pandey cousin Alana Pandey)એ લંડન કોલેજ ઓફ ફેશનમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે. તે એક મોડલ છે અને તેના મંગેતર સાથે યુટ્યુબ ચેનલ ચલાવે છે. આ સાથે અલાના સોશિયલ મીડિયા પર અનેક પ્રકારના વિડીયો પણ પોસ્ટ કરતી રહે છે. ગત વર્ષે અલાનાએ મુંબઈમાં તેના બોયફ્રેન્ડ આઈવર મેક્ક્રે સાથે ખૂબ જ ધામધૂમથી સગાઈ કરી હતી.

  અમિતાભ બચ્ચન અને જયા બચ્ચનની પૌત્રી નવ્યા નંદા નવેલી (Amitabh Bachchan granddaughter Navya Nanda Naveli) પોતાની અલગ ઓળખ બનાવવાનો પ્રયાસ કરી રહી છે. તેમણે તેની માતા શ્વેતા બચ્ચન નંદાની જેમ બોલિવૂડમાં એન્ટ્રી કરી નથી, પરંતુ અભ્યાસ પૂરો કર્યા પછી તેણે કોલેજના કેટલાક મિત્રો સાથે 'આરા હેલ્થ' નામનું ઓનલાઈન હેલ્થકેર પોર્ટલ શરૂ કર્યું, જે લોકોને તેમના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત કરે છે.

  આ પણ વાંચોમાલદીવ્સમાં વેકેશન માણી રહી છે Sunny Leone, શેર કર્યા મોનોકનીમાં હોટ પિક્સ

  ફરહાન અખ્તરની મોટી દીકરી શાક્યા અખ્તર (Farhan Akhtar daughter Shakya) પણ લાઈમલાઈટથી દૂર રહેવાનું પસંદ કરે છે અને તે બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં વધારે વિશ્વાસ નથી કરતી. તે એક ડિજિટલ કોન્ટેન્ટ ક્રિએટર છે અને તેના ઈન્સ્ટાગ્રામ પર ઘણીવાર આર્ટ અને ફેશન સંબંધિત કન્ટેન્ટ અપલોડ કરે છે. જો કે ઇન્સ્ટાગ્રામ પર તેની ફેન ફોલોઇંગ બહુ મોટી નથી, તેમ છતાં પોતાનો ફેન બેસ એન્જોય કરે છે.
  Published by:kiran mehta
  First published:

  Tags: Bollywood Interesting story, Bollywood Latest News, Bollywood News in Gujarati, Bollywood stars

  આગામી સમાચાર