સ્પાઇડર મેન, હલ્ક અને આયર્ન મેન જેવા સુપર હીરોના જન્મદાતા સ્ટેન લીનું નિધન

સ્પાઇડર મેન, હલ્ક અને આયર્ન મેન જેવા સુપર હીરોના જન્મદાતા સ્ટેન લીનું નિધન
ફાઇલ તસવીર

અમેરિકામાં કોમિક બુક સંસ્કૃતિનો ચહેરો માનવામાં આવતા વાલે સ્ટેન લીનું સોમવારે નિધન થયું હતું.

 • Share this:
  અમેરિકામાં કોમિક બુક સંસ્કૃતિનો ચહેરો માનવામાં આવતા વાલે સ્ટેન લીનું સોમવારે નિધન થયું હતું. તેમને માર્વેલ કોમિક્સના જનક કહેવામાં આવે છે. તેમણે સ્પાઇડર મેન, એક્સ મેન, હલ્ક, આયર્નમેન, બ્લેક પેન્થર, થોર, ડોક્ટરસ્ટેંઝ અને કેપ્ટન અમેરિકા જેવા સુપર હીરોને બનાવ્યા છે. અમેરિકાની એક ખાનગી હોસ્પિટલમાં તેમણે 95 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. છેલ્લા કેટલાક વર્ષોથી તેઓ બીમાર રહેતા હતા.

  તેમની પુત્રીના જણાવ્યા પ્રમાણે તેમના પિતા પોતાના ધા પ્રશંસકોને ખુબ જ પ્રેમ કરતા હતા. તેઓ મહાન અને ખુબ જ સભ્ય અને સૌમ્ય વ્યક્તિ હતા. 28 ડિસેમ્બર 1922ના દિવસે ન્યૂયોર્કમાં જન્મેલા લીએ 1961માં ધ ફેન્ટાસ્ટિક ફોરની સાથે માર્વેલ કોમિક્સની શરુઆત કરી હતી.  ત્યારબાદ તેમણે સ્પાઇડર મેન, એક્સ મેન, હલ્ક, આયર્ન મેન, બ્લેક પેન્થર, થોર, ડોક્ટર સ્ટેન્ઝ અને કેપ્ટન અમેરિકા જેવા પાત્રોને બનાવ્યા છે. આ પાત્રો બાદ ફિલ્મોથકી તેમણે બોક્સ ઓફિસ ઉપર ભારે ધમાલ મચાવી હતી.

  માર્વેલની અત્યાર સુધીની લગભગ બધી જ ફિલ્મોમાં સ્ટેન લીએ કેમિયો રોલ કર્યો હતો. કોમિક્સ ઉપરાંત ફિલ્મોમાં સ્કીનપ્લે પણ લખ્યા હતા. લીની કોમિક્સના આખી દુનિયામાં કરોડો લોકો દિવાના છે.
  Published by:News18 Gujarati
  First published:November 13, 2018, 08:31 IST

  ટૉપ ન્યૂઝ