પટના/મુંબઈઃ સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) ડેથ મિસ્ટ્રીની તપાસ કરવા માટે CBIની ટીમ ગુરુવાર મોડી સાંજે મુંબઈ પહોંચી ગઈ. તપાસ માટે સીબીઆઈએ 10 સભ્યોની SITની રચના કરી છે, જેમને 3 ટીમોમાં વહેંચવામાં આવી છે. મુંબઈ પહોંચતા પહેલા CBIની દિલ્હીમાં કલાકો સુધી બેઠક ચાલી હતી.
CBIની ટીમ મુંબઈમાં તો પહોંચી ગઈ છે, પરંતુ તપાસમાં તેમને અનેક પડકારોનો સામનો કરવી પડી શકે છે. તે એટલા માટે કે સુશાંતનું મોત 14 જૂને થયું હતું અને મોતને 67 દિવસ થઈ ચૂક્યા છે. આ દરમિયાન અહેવાલ છે કે CBIની તપાસ પટનાના રાજીવનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી FIRના આધારે આગળ વધશે.
નોંધનીય છે કે, પટનાના રાજીવ નગર પોલીસ સ્ટેશનમાં 241/20 હેઠળ નોંધાયેલી FIRમાં રિયા ચક્રવર્તી પર સુશાંતને પ્રેમમાં ફસાવીને તેના પૈસા ઉપાડ્યા અને આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ લગાવ્યો છે.
IPCની સેક્શન, 341, 342, 380, 406, 420, 306 હેઠળ નોંધવામાં આવેલી FIRમાં રિયા ચક્રવર્તી, ઇન્દ્રજીત ચક્રવર્તી, સંધ્યા ચક્રવર્તી, શોવિક ચક્રવર્તી, સૈમ્યૂઅલ મિરંડા અને શ્રુતિ મોદીના નામ લેવામાં આવ્યા છે. FIRમાં આત્મહત્યા માટે ઉશ્કેરવા, છેતરપિંડી અને કાવતરું રચવાના આરોપ લગાડવામાં આવ્યા છે.
તપાસમાં CBI સામે છે આ 3 મોટા પડકારો
1. સુશાંતના મોતને બે મહિનાથી વધુ સમય થઈ ચૂક્યો છે, એવામાં ઘટનાસ્થળ પર પુરાવા દૂર કરી દેવાની શક્યતા છે.
2. મુંબઈ પોલીસનો તમામ રેકોર્ડ મરાઠી ભાષામાં છે અને તેથી મરાઠીથી રોમનમાં અનુવાદ કરવામાં સમય લાગી શકે છે. તેમાં 56 સાક્ષીઓની જુબાનીઓ પણ છે.
3. સુશાંતના મોતનું કોઈ પ્રત્યક્ષદર્શી નથી. માત્ર એક વ્યક્તિ છે જેણે ડેડ બોડીને લટકતા જોઈ અને તેણે જ ડેડ બોડી ઉતારી દીધી. એવામાં ડેડ બોડી ક્યાં અને કેવી રીતે લટકેલી હતી, તેના પગ ક્યાં હતા, આ વાતોને સમજવા માટે સીબીઆઈને મુશ્કેલ પડી શકે છે.
નોંધનીય છે કે, બુધવારે જ સુપ્રીમ કોર્ટ બૉલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતના મોત મામલામાં ચુકાદો સંભળાવ્યો હતો. કોર્ટે કહ્યું છે કે આ કેસની તપાસ સીબીઆઈ જ કરશે. સુશાંતની ગર્લફ્રેન્ડ અને આ કેસમાં આરોપોનો સામનો કરી રહેલી એક્ટ્રેસ રિયા ચક્રવર્તીએ પોતાની વિરુદ્ધ પટનામાં દાખલ એફઆઈઆરને મુંબઈ ટ્રાન્સફર કરવા માટે અરજી દાખલ કરી હતી. આ અરજીને ફગાવી દેતાં કોર્ટે કેસની તપાસના અધિકારી સીબીઆઈને સોંપી દીધા છે. સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ સુશાંતના પરિવારે એક થેન્ક્સ ગિવિંગ નિવેદન જાહેર કર્યું હતું.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર