મુંબઈઃ સુપ્રીમ કોર્ટે (Supreme Court) સુશાંત સિહ રાજપૂત કેસની (Sushant Singh Rajput Case) તપાસ સીબીઆઈ (CBI)ને સોંપી છે. મહારાષ્ટ્ર પોલીસ આ સંબંધે સીબીઆઈની મદદ કરશે. જ્યારે બીએમસીએ સીબીઆઈ અધિકારીઓને ક્વોરન્ટાઈન કરવા અંગે જાણકારી રજૂ કરી છે.
બૃહદમુંબઈ મહાનગર પાલિકા (Brihanmumbai Municipal Corporation)ના કમિશનર ઈકબાલ સિંહ ચહલે કહ્યું હતું કે જો સીબીઆઈની ટીમ સાત દિવસ માટે આવે છે તો ક્વોરન્ટાઈનના (Quarantine) નિયમોમાં છૂટ અપાશે. પરંતુ જો સાત દિવસથી વધારે સમય માટે આવે છે તો તેમને અમારા ઈમેઈલ આડી ઉપર મેલ કરીને છૂટ માટે અપીલ કરવાની શહેશે. તો જ ક્વોરન્ટાઈન નિયમોમાં છૂટ અપાશે.
ચહલે કહ્યું કે મહાનગરપાલિકાના નિયમો પ્રમાણે સાત દિવસથી ઓછા સમયમાં આવ્યા પર તેમને ક્વોરન્ટાઈનના નિયમોમાં ત્યારે ચૂટ આપવામાં આવશે જ્યારે તેમની પાસે પરત ફરવા માટેની કન્ફોર્મ ટિકિટ હોય. આ પહેલા તપાસ માટે મુંબઈ પહોંચેલી બિહાર પોલીસના એક અધિકારીઓ બીએમસીએ ક્વોરન્ટાઈન કરી દીધા હતા. આ અંગે સુપ્રીમ કોર્ટે મુંબઈ પોલીસને ફટકાર લગાવી હતી. કોર્ટે કહ્યું હતું કે, આનાથી યોગ્ય સંદેશ મળતો નથી. બિહાર પોલીસના અધિકારી પોતાની ડ્યૂટી ઉપર મુંબઈ આવ્યા હતા. તેમની સાથે પ્રોફેશનલ રીતે કાર્યવાહી થવી જોઈએ.
બીએમસીએ રજૂ કર્યો આ આદેશ ઉલ્લેખનીય છે કે બીએમસી તરફથી એ આદેશ રજૂ કરવામાં આવ્યો છે કે સ્થાનિક વિમાનથી મુંબઈમાં પ્રવેશ કરનાર દરેક વ્યક્તિને અનિવાર્ય રૂપથી 14 દિવસ માટે હોમ ક્વોરન્ટાઈન રહેવું પડશે. બીએમસી તરફથી કહેવામાં આવ્યું છે કે કોઈ સરકારી અધિકારી હોય કે સામાન્ય લોકો મુંબઈમાં આવ્યા પછી 14 દિવસ માટે ક્વોરન્ટાઈન રહેવું પડશે. આ પહેલા કેટલાક અધિકારીઓ પોતાનું કાર્ડ બતાવીને ક્વોરંટાઈનથી બચવાની કોશિશ કરી રહ્યા હતા.
કોર્ટે આજે સીબીઆઈને સોંપી તપાસ ઉચ્ચતમ ન્યાાયલએ બુધવારે આપેલા પોતાના નિર્ણયમાં સુશાંતના પિતા કૃષ્ણ કિશોર સિંહની ફરિયાદ ઉપર બિહાર પોલીસ દ્વારા દાખલ એફઆઈઆરને યથાવત રાખી અને કહ્યું કે સીબીઆઈની તપાસ માટે આ મામલો ટ્રાન્સ્ફર કરવા સંમ્મત છે. ન્યાયાલે આ નિર્ણય રિયા ચક્રવર્તીની અરજી ઉપર સંભળાવ્યો જેમણે પટનામાં તેમના વિરુદ્ધ પ્રાથમિકીને મુંબઈ સ્થાનાંતરિત કરવાની અપીલ કરી હતી.
" isDesktop="true" id="1013690" >
આ અધિકારીઓ કરશે તપાસ સીબીઆઈ આ મામલે તપાસ માટે પહેલાથી તૈયારી કરીને રાખી હતી. સુપ્રીમ કોર્ટના આદેશ મળતાની સાથે જ સુશાંતના મોતની તપાસ કરવા માટે એક એસઆીટીની જાહેરાત કરી હતી. એસઆઈટીનું નેતૃત્વ સીબીઆઈના જોઈન્ટ ડાયરેક્ટર મનોજ શશિધર કરશે. આ ઉપરાંત ગગનદીપ ગંભીર, એસપી નૂપુર પ્રસાદ અને એડિશનલ એસપી અનિલ યાદવનો આ ટીમનો સમાવેશ થાય છે. આ બધા સુશાંત સિંહ રાજપૂત મામલે તપાસ કરશે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર