સાઉથ સિનેમાના સુપરસ્ટાર એક્ટર રામ ચરણ (Ram Charan) અને જૂનિયર NTR (Junior NTR)ની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘RRR’નો મ્યૂઝિક વીડીયો DOSTI ફ્રેન્ડશિપ ડે (Friendship Day) ના પ્રસંગે રિલીઝ કરવામાં આવ્યો છે. તેને ડાયરેક્ટર એસ. એસ. રાજમૌલીએ ટ્વીટર એકાઉન્ટથી શૅર કર્યો છે. DOSTI સોન્ગ આ ફિલ્મનો પહેલો મ્યૂઝિક વીડિયો (Music Video) છે. તેને પાંચ સિંગર્સે ગાયું છે. અનિરુદ્ધ રવિચંદ્રન, વિજય યેસુદાસ, અમિત ત્રિવેદી, હેમચંદ્રા અને યાજિન નિજારે પોતાનો સ્વર આપ્યો છે. ગીતને પાંચ ભાષા તમિલ, તેલુગુ, મલયામલ, કન્નડ અને હિન્દીમાં રિલીઝ કરવામાં આવ્યું છે. સોન્ગને MM Keeravaniએ કમ્પોઝ કર્યું છે.
રામ ચરણ અને જૂનિયર NTRનો મ્યૂઝિક વીડિયો આપી રહ્યો છે દોસ્તીનો સંદેશ
ફ્રેન્ડશિપ ડે (Friendship Day)ના અવસરે RRRના મ્યૂઝિક વીડિયોમાં રામ ચરણ અને જૂનિયર NTR લાસ્ટમાં એન્ટ્રી કરે છે. તેમાં તેમનું અપીયરન્સ છે. ફ્રેન્ડશીપ ડેના પ્રસંગે રિલીજ રામ ચરણ અને જૂનિયર એનટીઆરનું આ ગીત દોસ્તીનો સંદેશ આપી રહ્યું છે. તેના વીડિયોને એસ. એસ. રાજમૌલી (SS Rajamouli)એ શૅર કરવાની સાથે જ ટ્વીટર પર લખ્યું કે, ફ્રેન્ડશિપ ડે સાક્ષી છે, બે શક્તિશાળી રામરાજૂ અને ભીમ એક સાથે આવી રહ્યા છે. પોસ્ટમાં ડાયરેક્ટરે યૂટ્યૂબ (YouTube)ની લિંક પણ શૅર કરી છે. ગીતના લિરીક્સ રિયા મુખર્જીએ લખ્યા છે અને એમ. એમ. ક્રીમ દ્વારા કમ્પોઝ કરાયું છે.
જો RRR ફિલ્મની કહાણીની વાત કરવામાં આવે તો તે એક પીરિયડ ડ્રામા ફિલ્મ છે. તેમાં બે સ્વતંત્રતા સેનાનીઓ કોમરામ અને અલ્લરી સીતારામરાજૂ પર આધારિત એક કાલ્પનિક કહાણી છે. આ મલ્ટીસ્ટારર ફિલ્મ છે. તેમાં એનટીઆર જૂનિયર, રામ ચરણ, અજય દેવગણ (Ajay Devgn) અને આલિયા ભટ્ટ (Alia Bhatt) જેવા સ્ટાર્સ જોવા મળશે.
મળતી માહિતી મુજબ, રાજામૌલીની મલ્ટીસ્ટારર ફિલ્મ RRR ભારતની મોટી ફિલ્મો પૈકી એક છે. બીજી તરફ, ફિલ્મનું બજેટ 450 કરોડની આસપાસ હોવાનું કહેવાય છે. ફિલ્મને હિન્દી, તેલુગુ, મલયાલમ, કન્નડ અને તમિલ ભાષામાં રિલીઝ કરવામાં આવશે. કોવિડને ધ્યાને લઈ મેકર્સે તેની રિલીઝ ડેટ 13 ઓક્ટોબ નક્કી કરી છે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર