SS રાજામૌલી અને તેમનો પરિવાર થયો કોરોના મુક્ત, 2 અઠવાડિયા સુધી ઘરમાં જ લીધી સારવાર

News18 Gujarati
Updated: August 13, 2020, 5:51 PM IST
SS રાજામૌલી અને તેમનો પરિવાર થયો કોરોના મુક્ત, 2 અઠવાડિયા સુધી ઘરમાં જ લીધી સારવાર
રાજામૌલી તેમનાં પૂરા પરિવાર સાથે

કોરોના વાયરસનાં કહેરમાં એસ એસ રાજામૌલી (SS Rajamouli)અને તેમોન આખો પરિવાર પણ સંપડાયો હતો. હવે તેઓ કોરોના સામેની જંગ જીતી ગયા છે.

  • Share this:
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: કોરોના વાયરસથી આખો દેશ લડી રહ્યો છે. દરરોજ હજારોની સંખ્યામાં લોકો કોરોનાની ચપેટમાં આવી રહ્યાં છે. ગત દિવસોમાં સાઉથનાં જાણીતા ડિરેક્ટર એસ એસ રાજામૌલી (SS Rajamouli) અને તેમનો પરિવાર કોરોના વાયરસની ચપેટમાં આવ્યો હતો. હવે રાજામૌલીનાં ફેન્સ માટે સારા સમાચાર છે. બે અઠવાડિયા સુધી ક્વૉરન્ટિનમાં રહ્યાં બાદ રાજામૌલી અને તેમનો પરિવાર કોરોના સામેની જંગ જીતી ગયા છે.

તેની જાણકારી રાજામૌલીએ ટ્વિટ કરી ફેન્સની સાથે શેર કરી છે. તેમણે ટ્વિટમાં લખ્યુ છે કે, 'ક્વૉરન્ટીનનાં બે અઠવાડિયા પૂર્ણ થઇ ગયા છે. હવે કોઇ લક્ષણ નથી. ટેસ્ટ કરવાંમાં આવ્યો તો અમે સૌ કોરોના નેગેટિવ છીએ. ડોક્ટરે કહ્યું કે, અમારે હજુ પણ ત્રણ અઠવાડીયા સુધી રાહ જોવાની છે ,તે બાદ માલુમ પડશે કે અમે પ્લાઝમા ડોનેશન માટે એન્ટીબોડીઝ ડેવલપ કરી છે કે નહીં. '


આપને જણાવી દઇએ કે, 29 જુલાઇનાં રાજામૌલીએ ટ્વિટ કરીને માહિતી આપી હતી કે, તેમને અને તેમનાં પરિવારને સામાન્ય તાવ હતો. જે બાદ ડોક્ટર્સની સલાહ પર અમે પાતાને હોમ ક્વૉરન્ટીન કરી લીધા હતાં. જે બાદ તેમનાં પરિવારનો કોરોના ટેસ્ટ થયો અને પરિણામમાં તેઓ પણ કોવિડ-19 હળવાં પોઝિટિવ લક્ષણ છે.

આ પણ વાંચો- SSR CASE: હવે ખુલશે રહસ્ય! ગત વર્ષે સુશાંતને લઇ ક્યાં ક્યાં ગઇ હતી રિયા? સામે આવી ટ્રાવેલ હિસ્ટ્રી

રાજામૌલી હૈદરાબાદમાં તેમની પત્ની રામા રાજામૌલી અને દીકરી એSS મયૂખાની સાથે રહે છે. હાલમાં તે બધા જ સ્વસ્થ છે.

SS રાજામૌલીએ બાહુબલી ઉપરાંત મગધીરા અને છત્રપતિ જેવી ફિલ્મો બનાવી છે. તો હવે તેઓ RRR નામની ફિલ્મ લઇને આવવાનાં છે જેમાં રામ ચરણ, જૂનિયર NTR મુખ્ય ભૂમિકામાં છે. તો અજય દેવગણ અને આલિયા ભટ્ટ પણ આ ફિલ્મમાં મહત્વનો રોલ અદા કરી રહ્યાં છે.
Published by: Margi Pandya
First published: August 13, 2020, 5:48 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading