Home /News /entertainment /

SS Rajamouliની દરેક ફિલ્મ હિટ થવા પાછળ છે આ 5 સિક્રેટ, બાહુબલી બાદ દરેક મૂવીએ box office પર ધૂમ મચાવી

SS Rajamouliની દરેક ફિલ્મ હિટ થવા પાછળ છે આ 5 સિક્રેટ, બાહુબલી બાદ દરેક મૂવીએ box office પર ધૂમ મચાવી

એસએસ રાજામૌલીની ફિલ્મોની સફળતા પાછળનું રહસ્ય

એસએસ રાજામૌલી (ss rajamouli) ની ‘બાહુબલી: ધ બિગીનિંગ (Baahubali The Beginning-Baahubali 1) રિલીઝ થઈ અને તેલુગુ સિનેમાના અચ્છે દિન શરૂ થઈ ગયા. બોક્સ-ઓફિસ (Box Office) પર ઘણા રેકોર્ડ બનાવાયા, એવોર્ડ પણ જીત્યા અને ફિલ્મ નિર્માતાઓએ મોટા કેનવાસ પર વિચારવાનું શરૂ કર્યું

વધુ જુઓ ...
    ભારતીય સિનેમા જગતની હવે અડધાથી વધુ મૂવી સાઉથની મૂવી (South Movie) ને આભારી હોય છે. ત્યાં બનેલ સ્ટોરીમાં થોડો ફેરફાર કરીને બોલિવૂડ (Bollywood)  રૂપેરી પડદે રજૂ કરે છે. 2015 સુધી તેલુગુ ફિલ્મો માત્ર સાઉથ સુધી જ સીમિત હતી. આ સિવાય જો તે બોક્સ ઓફિસ પર હિટ થતી તો તેનો ઉપયોગ અન્ય પ્રાદેશિક ભાષાઓમાં રિમેક કરવામાં આવતો હતો અથવા હિન્દીમાં ડબ કરીને YouTube પર રિલીઝ કરવામાં આવતી હતી. ભારતીય ફિલ્મ અને પ્રસારણ વિભાગ (Indian Film and Broadcasting Department) દ્વારા આપવામાં આવેલા રાષ્ટ્રીય ફિલ્મ જ્યુરી તરફથી ટોલીવૂડ ફિલ્મોને બહુ ઓછા એવોર્ડ મળતા હતા. જોકે એસએસ રાજામૌલી (ss rajamouli) ની ફિલ્મ રિલીઝ બાદ સમગ્ર માહોલ બદલાઈ ગયો હતો, એમ કહીએ તો ઓછું નથી કે ટ્રેન્ડ રિવર્સ જ થઈ ગયો છે.

    રાજામૌલીની ‘બાહુબલી: ધ બિગીનિંગ (Baahubali The Beginning-Baahubali 1) રિલીઝ થઈ અને તેલુગુ સિનેમાના અચ્છે દિન શરૂ થઈ ગયા. બોક્સ-ઓફિસ પર ઘણા રેકોર્ડ બનાવાયા, એવોર્ડ પણ જીત્યા અને ફિલ્મ નિર્માતાઓએ મોટા કેનવાસ પર વિચારવાનું શરૂ કર્યું હતું. આ જ સમગ્ર ટ્રેન્ડનો અભ્યાસ કર્યા બાદ આજે અમે તમને અહિં જણાવીએ છીએ કે અન્ય ફિલ્મ નિર્માતાઓએ SS રાજામૌલી પાસેથી શું શીખવું જોઈએ? ચાલો રાજામૌલી અને કેવી વિજયેન્દ્ર પ્રસાદની પ્રખ્યાત ફિલ્મ 'બાહુબલીઃ ધ કન્ક્લુઝન' પર એક નજર કરીએ.

    બાહુબલી પછી મેકર્સને ટોલીવૂડની ક્ષમતાનો અહેસાસ થયો –

    તેલુગુ ફિલ્મોનું બજેટ તેમની આસપાસની સાઉથ ઈન્ડસ્ટ્રી કરતાં મોટું હતું. અહીંના ફિલ્મ મેકર્સે તેમના બજેટને એક ચોક્કસ મર્યાદા (રૂ. 50-70 કરોડ)થી આગળ વધારવાની ક્યારે હિંમત નહોતી કરી. તમિલ સિનેમાથી વિપરીત તેનું બજાર વિશાળ હતું. ડાયરેક્ટર શંકર 100 કરોડના બજેટ સાથે મોટી ફિલ્મો બનાવતા હતા અને ડબ કરેલા વર્ઝનમાંથી પણ મોટો નફો મેળવતા હતા. પરંતુ જ્યારે એસએસ રાજામૌલીની 180 કરોડની 'બાહુબલી: ધ બિગિનિંગ' રિલીઝ થઈ, ત્યારે ટોલીવૂડના નિર્માતાઓને તેમના ફિલ્મ ઉદ્યોગની સાચી ક્ષમતાનો અહેસાસ થયો હતો.

    આ ફિલ્મ બાદ ઘણા ટોલીવૂડ ફિલ્મ મેકર્સને ખબર પડી કે મોટું એ સારું (Bigger is Better) છે. ટોલીવૂડમાં બાહુબલીની સફળતા પછી 'રુદ્રમાદેવી', 'સઇ રા નરસિમ્હા રેડ્ડી', 'ગૌતમીપુત્ર સાતકર્ણી', ટોલીવૂડની 'પુષ્પા' અને કન્નડ સિનેમાની 'KGF' અને આસપાસની ઈન્ડસ્ટ્રીમાંથી અન્ય મોટી ફિલ્મોએ આ વાતને યથાર્થ કરી હતી.

    દરેક મોટી બ્લોકબસ્ટર ફિલ્મની સિક્વલ બનાવો

    એસએ રાજામૌલીનું કહેવુ છે કે, તેમની એપિક એક્શન ફિલ્મ બાહુબલીનો પહેલો ભાગ અચાનક પુરો કરવાનો તેમનો કોઇ ઈરાદો નહોતો અને ન તો દર્શકોને તેની સિક્વલ 'બાહુબલીઃ ધ કન્ક્લુઝન' બતાવવાનો ઈરાદો હતો. પરંતુ આ બની ગયુ અને ફિલ્મે ભારતીય બોક્સ ઓફિસ પર રેકોર્ડ તોડી નાંખ્યો હતો, ફિલ્મે સેંકડો કરોડોની કમાણી કરી નાંખી. આ ફિલ્મ અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરનાર ભારતીય ફિલ્મોના ચાર્ટમાં ટોચ પર છે.

    મેગ્નમ ઓપસની સફળતાએ શંકર, મણિરત્નમ અને અન્ય ઘણા મોટા ફિલ્મ નિર્માતાઓને બીજા વિચારોમાં મૂકી દીધા છે અને તેમણે પણ તરત જ શંકર દ્વારા 2.0 અને ઇન્ડિયન 2 જેવી સિક્વલની જાહેરાત કરી છે.મણિરત્નમ દ્વારા પોનીયિન સેલ્વિન 2 ભાગ 500 કરોડના બજેટમાં બની રહ્યો છે. તો સુકુમારની 'પુષ્પા 2' અને અન્ય ઘણા ફિલ્મ નિર્માતાઓએ તેમની ફિલ્મોના સુપરહિટ ભાગની સિક્વલ બનાવવાની પણ જાહેરાત કરી દીધી છે.

    પૈન ઇન્ડિયા સ્ટારને કરો કાસ્ટ

    તેલુગુ સિનેમા માટે બોલીવુડની હિન્દી અભિનેત્રીઓ અને વિલન કોઇ નવી વાત નથી. આ સ્કેલની એક ફિલ્મે કર્ણાટકના અનુષ્કા શેટ્ટી અને સુદીપ, તમિલ સિનેમાના નાસર અને સત્યરાજ, હિન્દી સિનેમાનું રિપ્રેજેંટ કરતા તમન્નાહ અને રાણા જેવા સ્થાનિક પ્રેક્ષકોમાં ઘણો ફરક પાડ્યો હતો. મલયાલમ સિનેમાના કેટલાક ફિલ્મ નિર્માતાઓના ક્રૂએ ત્યાં ફિલ્મનો પ્રચાર કર્યો અને મીડિયાએ સ્ટોરી વિશે તીખી સમીક્ષાઓ લખી હતી. જેના પરિણામે ફિલ્મના કલાકારોએ રિલીઝ થતાં જ પૈન ઇન્ડિયા સ્ટારડમ હાંસલ કરી લીધું હતું.

    તેલુગુ ફિલ્મોની પ્રશંસા YouTube પર મસાલા સામગ્રી, સંગીત, નૃત્ય, કોમેડી અને ટોલીવુડ ફિલ્મોમાં બોલિવૂડની નાયિકાઓ અને ખલનાયકોના કાસ્ટિંગ જેવા વ્યવસાયિક તત્વોને કારણે સ્પષ્ટ છે, પરંતુ તે જ ફિલ્મને થિયેટરોમાં રજૂ કરવી વધુ શાનદાર હોય છે. જ્યારે રાજામૌલીની 'બાહુબલી: ધ બિગિનિંગ' થિયેટરોમાં રિલીઝ થઈ, ત્યારે તેની બીજી સિક્વલ 'બાહુબલી 2: ધ કન્ક્લુઝન'ને પણ સફળતા મળી હતી. હવે દક્ષિણની ઘણી ફિલ્મો એક પછી એક પૈન ઈન્ડિયા ફિલ્મોમાં ફેરવાઈ ગઈ છે. પુષ્પા, મેજર, કેજીએફ, આરઆરઆર, રાધે શ્યામ, સાહુ,પોનનિયન સેલવન અને બીજી ઘણી બધી જે પાન ઈન્ડિયા મૂવી છે.

    રાજામૌલીની તાજેતરમાં રિલીઝ થયેલી સારા કંટેન્ટ 'RRR' એ યુએસએ બોક્સ-ઓફિસ પર ઘણી અંગ્રેજી ફિલ્મોને માત આપી છે. આ સાથે પ્રશાંત નીલની 'KGF: ચેપ્ટર 2' એ પણ USA બોક્સ-ઓફિસ પર કન્નડ સિનેમાનો ફ્લેગ ઉંચો કર્યો છે. આ મૂવીઝ માત્ર યુએસએમાં જ નહીં પરંતુ જાપાન, યુકે, મિડલ ઈસ્ટ, ઓસ્ટ્રેલિયા, ઈન્ડોનેશિયા, સિંગાપોર, મલેશિયા, ચીન અને અન્ય ઘણા દેશોમાં પણ સારી સાબિત થઈ.

    આ પણ વાંચોમનોરંજન જગતમાં હિન્દીની ચર્ચા વધી, નવાઝુદ્દીન સિદ્દીકીએ બોલિવૂડ કલાકારોના અંગ્રેજી પ્રેમની ઝાટકણી કાઢી!

    વૈશ્વિક સ્તરે આ ફિલ્મોની સફળતા જોઈને, હવે 'દ્રશ્યમ 2', 'KGF: ચેપ્ટર 2' જેવી ઘણી ભારતીય ફિલ્મો ગ્રીક, રશિયન અને અન્ય ઘણી યુરોપિયન ભાષાઓમાં ડબ કરવામાં આવી છે, જે વિશ્વ બજારને શોધી રહી છે. હવે લાગે છે કે, ભારતીય ફિલ્મો ટૂંક સમયમાં વિશ્વ સિનેમા પર રાજ કરશે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Bollywood Latest News, Bollywood News in Gujarati, Pushpa, Pushpa box office collection, Pushpa Movie, South Cinema, South Cinema News

    આગામી સમાચાર