Home /News /entertainment /

ફરી એક વખત 'પિતા'ને મળવા પહોચ્યો શાહરૂખ, હાથ પકડીને પડાવ્યો ફોટો

ફરી એક વખત 'પિતા'ને મળવા પહોચ્યો શાહરૂખ, હાથ પકડીને પડાવ્યો ફોટો

દિલીપ કુમાર શાહરૂખને ઉમળકાભેર મળ્યાં. એટલું જ નહીં તેમની વધતી ઉંમરને રંગીન શોલ ઓઢાડીને ઢાંકી દીધી

દિલીપ કુમાર શાહરૂખને ઉમળકાભેર મળ્યાં. એટલું જ નહીં તેમની વધતી ઉંમરને રંગીન શોલ ઓઢાડીને ઢાંકી દીધી

    મુંબઇ: એક્ટર દિલીપ કુમાર લાંબા સમયથી બીમાર છે. 95 વર્ષિય દિલીપ કુમાર હાલમાં તેમની પત્ની સાયરા બાનો સાથે મુંબઇમાં રહે છે. તેમને પ્રેમ કરનારા લોકો ફક્ત દેશમાં જ નહીં દુનિયાભરમાં છે. દિલીપ સા'બનાં એજ દિવાનાંમાંથી એક છે બોલિવૂડનો કિંગ ખાન. શાહરૂખને દિલીપ સા'બ તેમનાં દીકરા જેવો માને છે. તેથી જ તો શાહરૂખ પણ તેનાં દીકરાનો ધર્મ નીભાવતો હમેશાં નજર પડે છે અને તેને જેમ સમય મળે તે તેનો સમય દિલીપ સા'બ સાથે વિતાવવાનું પસંદ કરે છે.

    હાલમાં જ ફરી એક વખત શાહરૂખ ખાન યૂસુફ સાહેબને મળવા તેમનાં ઘરે પહોંચી ગયો હતો. યૂસુફ સાહબ એટલે કે દિલીપ કુમાર શાહરૂખને ઉમળકાભેર મળ્યાં. એટલું જ નહીં તેમની વધતી ઉંમરને રંગીન શોલ ઓઢાડીને ઢાંકી દીધી. અને શાહરૂખ ખાન સાથે તેમણે ફોટો પણ પડાવ્યો.

    આ ફોટો તેમનાંઓફિશિયલ અકાઉન્ટથી ટ્વિટર પર પોસ્ટ પણ કર્યો છે. શાહરૂખ ખાન આ ફોટોમાં દિલીપ સાહબનો હાથ પકડીને ઉભેલો નજર આવે છે. દિલીપ કુમાર ખુબજ ઢીલા પડી ગયેલા નજર આવે છે. તો શાહરૂખ તેમને સહારો આપી રહ્યો છે.



    તો ગત વર્ષે 2 ઓગષ્ટનાં દિવસે દિલીપ સાહબને ડિહાઇડ્રેશનની તકલીફ થઇ ગઇ હતી. અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. જે બાદ થોડો સમય તેમને વેન્ટિલેટર પર પણ રાખવામાં આવ્યા હતાં. આખા દેશે તેમની સલામતીની દુઆ માંગી હતી. 8 દિવસ સુધી હોસ્પિટલમાં રહ્યા બાદ તે ઘરે પાછા ફર્યા તો પત્ની સાયરા બાનો સહિત તેમનાં ચાહકો ખુશ ખુશ થઇ ગયા હતાં.



    દિલીપ કૂમાર તેમની શાનદાર એક્ટિંગ અને ટ્રેજડી કિંગનાં રોલ માટે જાણીતા છે. ફિલ્મ 'મુઘલ-એ-આઝામ' 'ગંગા-જમુના', 'ક્રાંતિ' અને 'કર્મા' જેવી ફિલ્મો માટે તે આજે પણ જાણીતા છે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Dilip Kumar, Shahrukh Khan, SRK

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन