Home /News /entertainment /

શાહરૂખની 'જવાન' છે 'ડાર્ક મેન'ની કોપી, ટ્રોલર્સે કહ્યું- '1990માં આવેલી ફિલ્મ જોઇ નથી કે શું?'

શાહરૂખની 'જવાન' છે 'ડાર્ક મેન'ની કોપી, ટ્રોલર્સે કહ્યું- '1990માં આવેલી ફિલ્મ જોઇ નથી કે શું?'

શાહરૂખ ખાનની જવાન થઇ ટ્રોલ

SRK Jawan Teaser Out: જે એક ટીઝર વિડીયો સાથે કરવામાં આવી હતી. જેમાં શાહરુખ ખાન ઘાયલ થયેલો છે અને પાટાપિંડી કરેલી છે. ફિલ્મનો ફર્સ્ટ લુક કોઇ મોટી એક્શન ફિલ્મ તરફ ઇશારો કરે છે, જે 2 જૂન 2023ના રોજ વિશ્વભરના થિયેટરોમાં પાંચ ભાષાઓ - હિન્દી, તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડમાં રિલીઝ થશે.

વધુ જુઓ ...
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટ (Red Chillies Entertainment) દ્વારા મેગાસ્ટાર શાહરુખ ખાન અભિનીત (shahrukh Khan starrer) અને દિગ્દર્શક એટલી (Atlee) દ્વારા દિગ્દર્શિત એક મોટા એક્શન એન્ટરટેઇનર પ્રોજેક્ટ ‘જવાન’ની (News Film Jawan Announced) જાહેરાત કરી છે. આ ફિલ્મ હાઇ ઓક્ટેન એક્શન સિક્વન્સ અને સમગ્ર ભારતીય સિનેમાની પ્રતિભા સાથે એક અદભૂત ઇવેન્ટ ફિલ્મ હશે. દક્ષિણમાં રાજા રાની, થેરી, મેર્સલ અને બિગિલ જેવી સફળ બ્લોકબસ્ટર ફિલ્મોના દિગ્દર્શન માટે જાણીતા દિગ્દર્શક એટલી જવાન સાથે દેશમાં પોતાનો જાદુ ચલાવવાની તૈયારી કરી રહ્યા છે.

  તમામ અટકળો પર પૂર્ણવિરામ મૂકતાં આ ફિલ્મની જાહેરાત આજે એક ટીઝર વિડીયો સાથે કરવામાં આવી હતી. જેમાં શાહરુખ ખાન ઘાયલ થયેલો છે અને પાટાપિંડી કરેલી છે. ફિલ્મનો ફર્સ્ટ લુક કોઇ મોટી એક્શન ફિલ્મ તરફ ઇશારો કરે છે, જે 2 જૂન 2023ના રોજ વિશ્વભરના થિયેટરોમાં પાંચ ભાષાઓ - હિન્દી, તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડમાં રિલીઝ થશે.  ખાસ વાત તો એ  છે કે, ટિઝર અને પોસ્ટર રિલીઝ થતાની સાથે જ ટ્રોલ્સ પણ એક્ટિવ થઇ ગયા છે. તેમણે શાહરૂખ ખાને ફિલ્મનાં પોસ્ટર અને ટિઝરને હોલિવૂડ ફિલ્મ 'ડાર્કમેન'ની કોપી ગણાવી છે. જે વર્ષ 1990માં આવી હતી. અને આ કારણે જ તેને સોશિયલ મીડિયા પર ભારે ટ્રોલ કરવામાં આવી છે.

  આ ફિલ્મ વિશે વાત કરતાં શાહરુખ ખાને કહ્યું હતું કે "જવાન એક યુનિવર્સલ સ્ટોરી છે, જે ભાષાઓ, ભૌગોલિક બાબતોથી એકદમ દૂર છે અને બધા લોકો તેનો આનંદ માણી શકે છે. આ અનોખી ફિલ્મ બનાવવાનો શ્રેય એટલીને જાય છે, જે મારા માટે એક અદ્ભુત અનુભવ પણ રહ્યો છે, કારણ કે મને એક્શન ફિલ્મો ગમે છે! ફિલ્મનું ટીઝર માત્ર આવનારી ધમાકેદાર ફિલ્મની એક ઝલક છે.

  જવાનને બનાવવા વિશે વાત કરતા દિગ્દર્શક એટલીએ કહ્યું, " ફિલ્મ જવાનમાં દરેક વ્યક્તિ માટે કંઇકને કંઇક ખાસ છે, એક્શન, ઇમોશમન અને ડ્રામા બધું જ. હું દર્શકોને એક અલગ જ અનુભવ આપવા માંગુ છું. એક એવી ઇવેન્ટ કે જેનો બધા સાથે મળીને આનંદ માણી શકે છે.”

  આ પણ વાંચો-Aashram 3 Review: 'બાબા નિરાલા'ની ભગવાન બનવાની સફર દર્શકોને એટલી ન ગમી, સિરીઝની પકડ થઇ ઢીલી

  રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટ 'જવાન' માં શાહરૂખ ખાન મુખ્ય ભૂમિકામાં છે અને ગૌરી ખાન દ્વારા ફિલ્મ પ્રોડ્યૂસ કરવામાં આવી છે. જવાન 2 જૂન, 2023ના રોજ પાંચ ભાષાઓમાં રિલીઝ થશે જે તેને શાહરૂખ ખાનની પ્રથમ પેન ઇન્ડિયા ફિલ્મ બનાવે છે. ફિલ્મ જવાનની જાહેરાત સાથે શાહરૂખ ખાન આવતા વર્ષે ત્રણ ફિલ્મો એટલે કે ડંકી, પઠાન અને હવે જવાન સાથે દર્શકો અને તેના ચાહકોને મનોરંજનની મોટી ભેટ આપશે.

  આપને જણાવી દઇએ કે, રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટ (આરસીઈ)ની સ્થાપના 2002માં થઈ હતી અને ત્યારથી કંપની પ્લેટફોર્મ પર હાઇ ક્વોલિટી મનોરંજનના ક્ષેત્રમાં સતત આગળ વધી રહી છે. રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટ કન્ટેન્ટ ડેવલપમેન્ટ, પ્રોડક્શન, ગ્લોબલ માર્કેટિંગ અને ડિસ્ટ્રિબ્યુશન તેમજ રેડ ચિલીઝ વીએફએક્સ દ્વારા વિઝ્યુઅલ ઇફેક્ટ્સ અને પોસ્ટ પ્રોડક્શનમાં ફેલાયેલા દેશના અગ્રણી સ્ટુડિયો પૈકી એક છે.
  Published by:Margi Pandya
  First published:

  Tags: Movies, Shahrukh Khan, SRK, Teaser out

  આગામી સમાચાર