Home /News /entertainment /કરનની પાર્ટીમાં SRKએ કર્યો મન મુકીને ડાન્સ, તો 'ડફલી વાલે..' ગીત પર જયા પ્રદા બની નાચ્યો ખુદ કરન જોહર
કરનની પાર્ટીમાં SRKએ કર્યો મન મુકીને ડાન્સ, તો 'ડફલી વાલે..' ગીત પર જયા પ્રદા બની નાચ્યો ખુદ કરન જોહર
કરનની બર્થડે પાર્ટીમાં સ્ટાર્સ મન મુકીને નાચ્યા
Karan Johar Birthday Party: કરન જોહરની પાર્ટીમાં શાહરૂખ ખાનનો (SRK Dance at Karan Johar Birthday Party)એક વીડિયો સામે આવ્યો છે જેમાં તે મન મુકીને ડાન્સ કરતો નજર આવી રહ્યો છે. શાહરૂખ ખાન તેની જ ફિલ્મ 'કુછ કુછ હોતા હૈ'નાં સોન્ગ 'કોઇ મિલ ગયા.. મેરા દિલ ગયા..' પર ડાન્સ કરતો નજર આવી રહ્યો છે. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયુ વેગે વાયરલ થઇ રહ્યો છે.
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: કરન જોહરની (Karan Johar Birthday Party) બર્થડે પાર્ટી પતી ગઇ પણ છતાં તેનાં ફોટા અને વીડિયો (Photos and Video) આવવાનાં બંધ નથી થઇ રહ્યાં. પહેલાં પાર્ટીમાં હાજર રહેલાં સ્ટાર્સની તસવીરો અને હવે પાર્ટીમાં મન મુકીને નાચેલાં સ્ટાર્સનાં વીડિયો સામે આવી રહ્યાં છે. જેમાં શાહરૂખ ખાનનો (SRK Dance at Karan Johar Birthday Party)એક વીડિયો સામે આવ્યો છે જેમાં તે મન મુકીને ડાન્સ કરતો નજર આવી રહ્યો છે. શાહરૂખ ખાન તેની જ ફિલ્મ 'કુછ કુછ હોતા હૈ'નાં સોન્ગ 'કોઇ મિલ ગયા.. મેરા દિલ ગયા..' પર ડાન્સ કરતો નજર આવી રહ્યો છે. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયુ વેગે વાયરલ થઇ રહ્યો છે.
આ જ પાર્ટીનો વધુ એક વીડિયો વાયરલ થયો છે જેમાં રણવીર સિંહ (Ranveer Singh and Karan Johar) અને કરન જોહર ડાન્સ કરતાં નજર આવે છે. આ બંને રિશિ કપૂર અને જયા પ્રદાનાં ગીત 'ડફલી વાલે.. ડફલી બજા..' (Dafliwale Song) પર ડાન્સ કરતાં નજર આવી રહ્યાં છે. જેમાં રણવીર સિંહ રિશી કપૂરની જેમ ડફલી વગાડે છે તો કરન જોહરે જયા પ્રદાનાં એવરગ્રીન સ્ટેપ્સ સ્ટેજ પર કરીને મહેફિલ લૂંટી લીધી હતી.