આ અભિનેત્રીએ ફિલ્મ માટે છોડી દીધી ટીવી ઈન્ડસ્ટ્રી, હવે નથી મળી રહ્યું કામ

તસવીર: ઇન્સ્ટાગ્રામ

Srishty Rode: સૃષ્ટીએ જણાવ્યું કે, “બિગ બોસ 12માંથી બહાર આવ્યા બાદ મેં ‘ગબરૂ ગેંગ’ નામની ફિલ્મ સાઈન કરી હતી.

  • Share this:
મુંબઈ: ટીવી અભિનેત્રી અને એક્સ બિગ બોસ કન્ટેસ્ટન્ટ સૃષ્ટી રોડે (Srishty Rode) હાલમાં ખરાબ સમયમાંથી પસાર થઈ રહી છે. સૃષ્ટી છેલ્લા 3 વર્ષથી ટીવીની દુનિયામાંથી ગાયબ છે. ‘બિગ બોસ 12’ માં એન્ટ્રી કર્યા બાદ સૃષ્ટી રોડે (Srishty Rode)એ કોઈ પણ ટીવી શોમાં કામ કર્યું નથી. સૃષ્ટી રોડે (Srishty Rode) બોલીવુડ ફિલ્મ ‘ગબરૂ ગેંગ’ રિલીઝ થવાની રાહ જોઈ રહી છે. એક્ટ્રેસે ફિલ્મ માટે ટીવી ઈન્ડસ્ટ્રી છોડી દીધી હતી. હવે તે ટીવીમાં કામ નથી કરી રહી અને ફિલ્મ રિલીઝ ન થઈ હોવાને કારણે તે ખૂબ જ દુઃખી છે.

ફિલ્મ રિલીઝ ન થઈ રહી હોવાથી સૃષ્ટી રોડે (Srishty Rode) ખૂબ જ દુખી છે. તાજેતરમાં તેણે સંપૂર્ણ વાત રજૂ કરી છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથે વાતચીત કરવા દરમિયાન તેણે જણાવ્યું કે, કેવી રીતે ફિલ્મમાં કામ કરવા માટે તેણે એક વર્ષ બરબાદ કરી નાખ્યું.

આ પણ વાંચો: આવો હતો રાજ કુન્દ્રાનો ભવિષ્યનો પ્લાન, પોર્ન ઇન્ડસ્ટ્રી દ્વારા કરોડો કમાવવાની હતી તૈયારી

સૃષ્ટીએ જણાવ્યું કે, “બિગ બોસ 12માંથી બહાર આવ્યા બાદ મેં ‘ગબરૂ ગેંગ’ નામની ફિલ્મ સાઈન કરી હતી. મેં આ ફિલ્મ માટે શુટીંગ પણ કર્યું હતું, પરંતુ આજ સુધી કોઈએ આ ફિલ્મનું નામ પણ સાંભળ્યું નથી. મેં વર્ષ 2019 આ ફિલ્મની શુટીંગમાં બરબાદ કરી નાંખ્યું. મારી આ ફિલ્મ હજુ સુધી રિલીઝ નથી થઈ રહી. આ ફિલ્મની રિલીઝ ડેટ સતત આગળ વધી રહી છે.”

આ પણ વાંચો: Vegetarian ફૂડ ખાવાના અનેક ફાયદા: જાણો આયુર્વેદમાં સાત્વિક ભોજન વિશે શું કહ્યું છે?

સૃષ્ટી રોડે (Srishty Rode)એ કહ્યું કે, “મને ખુદને ખબર નથી કે મારી આ ફિલ્મ ક્યારે રિલીઝ થશે. હવે હું કામ કરવા ઈચ્છુ છું, પણ કોરોનાને કારણે કામ નથી કરી શકતી. મારા અનેક પ્રોજેક્ટ કેન્સલ થઈ ગયા છે. હું હંમેશા બેવકૂફીવાળા કામ કરું છું. મારે આ પ્રકારે ટીવીમાંથી મોટી બ્રેક ન લેવો જોઈએ. મને જે ઠીક લાગી રહ્યું હતું, તે મેં કર્યું. હવે હું ટીવીમાં કામ કરવા ઈચ્છુ છું. કામ કરવા માટે મેં કેટલાક લોકો સાથે વાતચીત કરી છે.”


સૃષ્ટી રોડે (Srishty Rode) એ તેમના ફેન્સને જણાવ્યું કે, તેણે સર્જરી કરાવી છે. સૃષ્ટી રોડે (Srishty Rode) એ સલમાન ખાન (Salman Khan)ના શો બિગ બોસ સીઝન 12માં કન્ટેસ્ટન્ટ તરીકે ભાગ લીધો હતો અને તે ખૂબ જ હાઈલાઈટ્સમાં પણ આવી હતી. શો પૂર્ણ થયા બાદ તેના અફેરના કારણે તેની ખૂબ જ ચર્ચા થઈ રહી હતી.
First published: