Home /News /entertainment /

Bollywood Interesting Story : ઓળખો! Srideviની સાથે આ બાળકલાકાર કોણ છે? હિન્ટ - આજે છે સુપરસ્ટાર

Bollywood Interesting Story : ઓળખો! Srideviની સાથે આ બાળકલાકાર કોણ છે? હિન્ટ - આજે છે સુપરસ્ટાર

શ્રીદેવી સાથે બાળપણનો હૃતિક રોશન

Bollywood Interesting Story : આ બાળકનો પ્રથમ વખત Legend Actressનો સામનો થયો ત્યારે તે એટલો નર્વસ હતો કે તે ધ્રૂજવા લાગ્યો હતો. આ બાળકલાકાર (Child Actorના દાદા-નાના-પાપા-કાકા બધા જ ફિલ્મો સાથે જોડાયેલા છે

  Bollywood Interesting Storyશ્રીદેવી (Sridevi) સાથે કામ કરવાનું 80-90ના દાયકાના તમામ કલાકારોનું સપનું હતું. સુંદર શ્રીદેવી જ્યારે ડાન્સ (Sridevi) કરતી ત્યારે દર્શકો સિનેમા હોલમાં જોતા જ રહેતા. આજે પણ શ્રીદેવીના ઘણા ફિલ્મી ગીતો પર યુવતીઓ ફંક્શનમાં ડાન્સ કરતી જોવા મળે છે. આવી સ્થિતિમાં આ અભિનેતાને બાળપણમાં તેમની સાથે કામ કરવાની તક મળી, જે પોતે હાલમાં ડાન્સમાં નિપુણ છે. જ્યારે આ બાળકનો પ્રથમ વખત લેજન્ડ એક્ટ્રેસનો સામનો થયો ત્યારે તે એટલો નર્વસ હતો કે તે ધ્રૂજવા લાગ્યો હતો.

  જાણો આ અભિનેતાને

  જ્યારે આ બાળક મોટો થયો ત્યારે તેણે પોતે જ લેજન્ડ એક્ટ્રેસ સાથે વિતાવેલી પળોને સોશિયલ મીડિયા પર શેર કરી હતી. શ્રીદેવી સાથે તસવીરમાં દેખાતા આ બાળકે શ્રીદેવીના હસવાની કહાની પણ કહી હતી. કદાચ અત્યાર સુધીમાં તમે ઓળખી જ ગયા હશો કે, આ બાળ કલાકાર કોણ છે? જો નહીં, તો ચાલો તમને એક હિન્ટ આપીએ, આ તમને ઓળખવામાં થોડું સરળ બનાવી શકે છે. આ બાળક પણ ફિલ્મી પરિવારનો છે. તેના પિતા અને કાકા ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જાણીતા નામ છે.

  શ્રીદેવી સાથેની પહેલી ફિલ્મ

  જો તમે હજુ પણ આ બાળ કલાકારને ઓળખતા નથી, તો જણાવી દઈએ કે, આ બાળક મોટો થઈ ગયો છે અને તેણે 'કહો ના પ્યાર'થી લીડ એક્ટર તરીકે પોતાની ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. હા, તસવીરમાં શ્રીદેવીની પાછળ ઉભેલો આ બાળક હૃતિક રોશન (Hrithik Roshan) જેવો દેખાય છે. હૃતિકના પિતા જાણીતા અભિનેતા અને ફિલ્મ નિર્દેશક છે. હૃતિક તેની ડાન્સિંગ સ્ટાઈલને કારણે ફેમસ છે અને આજે તેના લાખો ફેન ફોલોઈંગ છે. રિતિક રોશને બાળપણથી જ ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યું હતું.

  શ્રીદેવી સાથેની પહેલી મુલાકાતમાં નર્વસ હતો

  રિતિક રોશન (Hrithik Roshan)ને શ્રીદેવી સાથે પહેલીવાર 1986માં ફિલ્મ 'ભગવાન દાદા'માં કામ કરવાની તક મળી. આ ફિલ્મ દરમિયાન શ્રીદેવી સાથેની પહેલી મુલાકાતનો ઉલ્લેખ ખુદ રિતિકે પોતાના ઈન્સ્ટાગ્રામ પર કર્યો હતો. આ ફોટો શેર કરીને તેણે કહ્યું કે 'હું તેમને પ્રેમ કરતો હતો, તેમના વખાણ કરતો હતો. મારો પહેલો અભિનય શૉટ શ્રીદેવી સાથે હતો. હું તેમની સામે નર્વસ હતો અને મને યાદ છે કે, તે મારી સાથે હાથ મિલાવવાનો ડોળ કરતી હતી જાણે કે તે ખૂબ નર્વસ હોય, આ તે મારો આત્મવિશ્વાસ વધારવા માટે કરી રહી હતી. અમારે આ દ્રશ્યમાં હસવું પડ્યું અને જ્યાં સુધી તે યોગ્ય રીતે ન થાય ત્યાં સુધી તે હસતી રહી. તમારી બહુ યાદ આવશે મેડમ.

  (ફોટો ક્રેડિટ : hrithikroshan/Instagram)


  દાદા-નાના-પાપા-કાકા બધા જ ફિલ્મો સાથે જોડાયેલા છે

  હૃતિક રોશન હવે મોટા ફિલ્મ સ્ટાર સાથે જોડાઈ ગયો છે. રિતિકે પોતાની શાનદાર એક્ટિંગથી ઘણી ફિલ્મો હિટ પણ કરી છે. હૃતિકના દાદા રોશન સંગીતકાર હતા, નાના જે ઓમપ્રકાશ ફિલ્મ નિર્માતા હતા. પાપા રાકેશ રોશન એક ફિલ્મ અભિનેતા અને નિર્માતા છે, જ્યારે કાકા રાજેશ રોશન જાણીતા સંગીત નિર્દેશક છે.

  આ પણ વાંચોઓળખી બતાવો - સાધુના ડ્રેસમાં દેખાતી આ બાળકી આજે છે બોલિવૂડની સૌથી મોટી એન્ટરટેઈનર

  વર્કફ્રન્ટની વાત કરીએ તો હાલના દિવસોમાં રિતિક રોશન 'વિક્રમ વેધા'ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં સૈફ અલી ખાન પણ છે. આ સિવાય રિતિક સિદ્ધાર્થ આનંદના નિર્દેશનમાં બનેલી ફિલ્મ ફાઈટરમાં પણ કામ કરી રહ્યો છે. આ ફિલ્મમાં પહેલીવાર દીપિકા પાદુકોણ સાથે કામ કરી રહ્યો છે. તે 30 સપ્ટેમ્બર 2022ના રોજ રિલીઝ થશે.
  Published by:kiran mehta
  First published:

  Tags: Bollywood Interesting story, Bollywood Latest News, Hrithik roshan

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन