આજે મુંબઈ પહોંચશે નહી શ્રીદેવીનું પાર્થિવ શરીર, કાનૂની દાવપેચમાં અટક્યો મામલો

News18 Gujarati
Updated: February 25, 2018, 11:56 PM IST
આજે મુંબઈ પહોંચશે નહી શ્રીદેવીનું પાર્થિવ શરીર, કાનૂની દાવપેચમાં અટક્યો મામલો

  • Share this:
અપડેટ: મળેલી જાણકારી અનુસાર આજે શ્રીદેવીનું પાર્થિવ શરીર મુંબઈ લાવી શકાશે નહી. પોસ્ટમોર્ટમ થઈ ચૂક્યું છે પરંતુ પોલીસ સર્ટિફિકેટ ન મળવાના કારણે પરિવારને શબ લેવા માટે રાહ જોવી પડી રહી છે.

બોલિવૂ઼ની અભિનેત્રી શ્રીદેવીનું શનિવારે રાતે દુબઈમાં નિધન થઈ ગયું છે. તે 54 વર્ષની હતી. તે બોલિવૂ઼ડ એક્ટર મોહિત મારવાહના લગ્ન પ્રસંગે પોતાના પરિવાર સાથે ગઈ હતી. જ્યાં તેમને હાર્ટ એટેક આવવાને કારણે તેમનું નિધન થઈ ગયું છે.

મળતી માહિતી પ્રમાણે દૂબઈની હોસ્પિટલમાં શ્રીદેવીનું પોસ્ટમોર્ટમ કરાયું હતું. જે બાદ તેમનો નશ્વર દેહ મોડી સાંજે પ્રાઈવેટ જેટથી મુંબઈ લાવવામાં આવશે. તેમના દેહનું પોસ્ટમોર્ટમ અને અન્ય ઔપચારિકતાઓ પૂરી કર્યા બાદ કપૂર પરિવાર જેટથી મુંબઈ પરત ફરશે. પ્રાઈવેટ જેટ અંદાજે 8 વાગ્યાની આસપાસ મુંબઈ પરત ફરશે. કાલે સવારે અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

શ્રીદેવીના અંધેરી બંગલામાં પાર્થિવ દેહ અંતિમ દર્શન માટે મુકાશે. શ્રીદેવીના અંધેરી સ્થિત ઘરની બહાર વહેલી સવારજ થી ફેન્સની આવવા લાગ્યા છે. તો બીજી તરફ, શ્રીદેવીના નશ્વર દેહને મુંબઈ લાવવાની તૈયારી કરવામાં આવી રહી છે.

શ્રીદેવીના પરિવારમાં પતિ બોની કપૂર ઉપરાંત તેમની બે દિકરીઓ ખુશી અને જાહ્નવી છે. તેમના પતિ બોની કપૂર અને નાની દીકરી ખુશી લગ્નમાં તેમની સાથે હતાં. તેમની મોટી દિકરી ખુશી શૂટિંગમાં વ્યસ્ત હોવાને કારણે દુબઈ ન હતી જઈ શકી.

શ્રીદેવીની ચાંદની, ખુદાગવાહ, મિસ્ટર ઈન્ડિયા જેવી સુપરહિટ ફિલ્મો લોકોમાં આજે પણ એટલી જ પોપ્યુલર છે. તેમજ તેમણે હિંમતવાલા, તોહફા, નગીના, ઔલાદ, હીર રાંઝા, રુપ કી રાની ચોરો કા રાજા, લાડલા, જુદાઈ જેવી યાદગાર ફિલ્મોમાં પણ અભિનય કર્યો છે.શ્રીદેવીના નિધન બાદ બોલિવુડમા ઘેરો શોક પ્રસરી ગયો છે.બોલિવૂડના કલાકારો તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યાં છે.

નિધનના સમાચાર આવ્યા બાદ મોટી સંખ્યામાં લોકો તેમના અંધેરી સ્થિત ઘરની બહાર એકઠા થવા લાગ્યા છે. તેમજ તેમના ફેન્સના ટોળા પણ ધીમેધીમે વધી રહ્યા છે.

તેમના નિધનના સમાચાર સાંભળીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પોતાનું દુખ વ્યક્ત કર્યું હતું.First published: February 25, 2018, 9:03 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading